જલ્સા કરોને જેંતીલાલ

મગ ની દાળ ના ઢોકળા – હેલ્થી અને ટેસ્ટી મગ ની દાળ ના ઢોકળા ની પરફેક્ટ રેસિપી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “મગની દાળના ઢોકળા” જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવા ઘરની જ સામગ્રીમાંથી બનતા એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને એકદમ રૂ જેવા પોચા ચટાકેદાર બનશે. એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે. ખાધા પછી સ્વાદ દાઢે જ વળગી જશે. એક વખત ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો. તમને રેસિપી કેવી લાગી??

સામગ્રી :

રીત :

૧. બધી દાળ, ચોખા અને પૌવા ને ધોઈ ને ૫ થી ૬ કલાક પલાળી લેવું.

૨. હવે આને મિક્સર માં પીસી ને ખીરું બનાવી લેવું. પાણી ઓછું જ ઉમેરવું.

૩. આ ખીરા ને એક રાત આથો આપી દેવો.

૪. હવે આથો આવી જાય એટલે એમાં મીઠું, હળદર ઉમેરી ને મિક્સ કરી લેવું.

૫. એમાં આદુ, મરચા, લસણ ની પેસ્ટ અને કોથમીર ઉમેરી દેવી.

૬. બરોબર મિક્સ કરી લેવું.

૭. ઢોકળીયા ને ઢોકળા ની પ્લેટ પૂર તેલ લગાડી ને પાણી ઉમેરી ને ગરમ કરવા મૂકી દેવું.

૮. હવે ગરમ થાય એટલે ખીરું પાથરી દેવું. ઢોકળા પર લાલ મરચા નો પાવડર અથવા મરી નો પાવડર ભભરાવવો.

૯. ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઢોકળા ને વરાળે બાફવા.

૧૦. હવે એ થોડા ઠંડા થાય એટલે કાપી ને ઉપર થી તેલ ઉમેરી ને કે ચટણી સાથે ગરમાગરમ પીરસો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version