મગની દાળનો હલવો – બનશે ખુબ જ ટેસ્ટી પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે

આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “મગની દાળનો હલવો” મોઢામાં મૂકતા જ ઓગળી જઈ એવો જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય તેવો ટેસ્ટી સ્વાદિષ્ટ હેલ્ધી તેમજ મીઠો મધુર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો. આ રીતે બનાવશો તો નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી સૌ કોઈ ખાધા જ રાખશે એટલો મસ્ત મજેદાર બનશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી –

  • ૧ કપ મગ ની પીળી દાળ
  • ૧ ટેબલ સ્પૂન રવો
  • ૧ ટેબલ સ્પૂન બેસન
  • ૧/૨ કપ + ૧ ટેબલ સ્પૂન જેવું ઘી
  • ૧ કપ ખાંડ
  • ૧ કપ પાણી
  • ૧/૨ કપ દૂધ
  • કેસર
  • ૧ ટી સ્પૂન એલચી નો પાવડર
  • સૂકો મેવો જરૂર મુજબ

રીત –

૧. દાળ ને ૩ થી ૪ કલાક પલાળી લો.

૨. એમાં પાણી ઉમેર્યા વગર કે પછી એક ચમચી પાણી ઉમેરી ને લીસ્સી વાટી લો.

૩. હવે એક નોનસ્ટિક પેન માં ઘી ગરમ કરવા મુકો.

૪. એમાં રવો અને બેસન ઉમેરી ને એક મિનિટ શેકો.

૫. આમાં દળેલી દાળ ઉમેરી ને જલ્દી જલ્દી હલાવો જેથી કરી ને ગાંઠો ના પડે અને જો ગાંઠો પડે તો ચમચા ની મદદ થી તોડી દો.

૬. દાળ ને ધીમા તાપે જ્યાં સુધી સુગંધ આવે કે પછી થોડો રંગ બદલાય ત્યાં સુધી શેકો. એને સતત હલાવતા રહો. અડધો કલાક જેવું થશે.

૭. દાળ શેકાય ત્યાં સુધી ચાસણી બનાવિ લો. એના માટે એક કપ ખાંડ અને એક કપ પાણી ને ભેળવી ને ઉકાળવા મુકો. એમાં કેસર ઉમેરો.

૮. ચાસણી ઉકળે અને ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દેવો.

૯. હવે જો દાળ શેકાય ગઈ હોય તો ગેસ ને ધીમો કરી ને ધીમે ધીમે ચાસણી ઉમેરી દેવી.

૧૦. આમાં એલચી નો પાવડર ઉમેરી ને જ્યાં સુધી પાણી બધું ચુસાઈ ના જાય ત્યાં સુધી હલાવતા રેહવું.

૧૧. હલવો કોરો પડે એટલે એમાં અડધો કપ દૂધ ઉમેરી ને જ્યાં સુધી ચુસાઈ ના જાય ત્યાં સુધી હલાવો.

૧૨. હવે આમાં તમારી પસંદ પ્રમાણે સૂકા મેવા ની કતરણ અને કિશમિશ ઉમેરી ને ગરમાગરમ સર્વ કરો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.