મગ ની દાળ ના ઉત્તપમ – હવે આ સાઉથની ફેમસ વાનગી બનશે વધુ હેલ્થી, નવીન વાનગી આજે જ બનાવજો…

મગની દાળ પ્રોટીન થી ભરપૂર છે તેમજ ફાઈબર નો પણ સારો એવો સ્ત્રોત છે તેમજ ઓછી કેલેરી ધરાવે છે. તો આજે અપને આ ખાવા માં ખુબજ હેલ્થી મગ ની દાળ માં થી બનાવીસુ ઉત્તપમ. જે બનાવવા માં ખુબજ સરળ અને ખાવામાં તો છે જ હેલ્થી. ચાલો તો રેસીપી જોઈ લઇએ.

સામગ્રી :

૨ કપ ફોતરાં વગર ની મગ ની દાળ

લીલું મરચું

મીઠું

જીણા સમારેલા ટામેટા

જીણી સમારેલી ડુંગળી

જીણું સમારેલ કેપ્સિકમ

લાલ મરચું

તેલ

અહીં બધી સામગ્રી કોઈ પણ માપ વગર ની છે , તમે તમારા ટેસ્ટ અને પસંદ પ્રમાણે વધારે ઓછી કરી શકો, જેમ કે કોઈ ને ઉત્તપમ પાર ડુંગળી વધારે પસંદ છે ટોપીંગ તે પ્રમાણે કરી શકાય , તેવી રીતે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે મરચું નાખવું.


પેહલા તો તમારે મગ ની દાળ ને ૪-૫ કલાક પલાળી ને રાખવાની છે અને જો એટલો સમય ન હોય તો ૧-૧.૫ કલાક ગરમ પાણી માં પણ પલાળી શકો. હવે પલળી ગયેલી દાળ માં થી પાણી કાઢી લઇ , લીલું મરચું અને મીઠું નાખી મિક્ષચર માં સ્મૂથ વાટી લો.


હવે એક બાઉલ માં કાઢી લઇ તેમાં જરૂર હોય તેટલું પાણી નાખી અને એકદમ સ્મૂથ બેટર થાય ત્યાં સુધી હલાવો.


હવે એક નોનસ્ટિક તાવ ને ગરમ કરવા મુકો , ગરમ થાય એટલે ૧ ચમચી જેટલું તેલ મૂકી અને તેના પર આપડે તૈયાર કરેલું બેટર નાખી અને ગોળ શેપ કરી લો, થોડું જાડું રાખીશુ.


હવે ટોપ પર ટામેટું , કેપ્સિકમ અને ડુંગળી થી ટોપિંગ કરી લો. હવે ઉપર લાલ મરચું સ્પ્રિન્કલ કરી દો. હવે તવેથા થી ધીમે ધીમે પ્રેસ કરો જેથી ટોપિંગ બરાબર ચોંટી જાય બેટર જોડે.


બસ તૈયાર છે તમારા મગ ની દાળ ના ઉત્તપમ કેચપ , કોથમીર ની ચટણી કે દહીં સાથે ખાઓ. તમે બ્રેકફાસ્ટ માં પણ લઇ શકો લંચ અથવા ડિનર અને સાંજ ના નાસ્તા માં પણ ખાઈ શકો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

રેસીપીનો સંપૂર્ણ વિડીઓ જોવા અહિયાં ક્લિક કરો.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ