આજે ટ્રાય કરો એક અલગ પ્રકારની ‘મેગી ભેલ’, જો જો આ ભેળ જોઈ તમારા બાળકો તો ખુશ ખુશ થઈ જશે

મેગી ભેલ

ભેળ કોને ન ભાવે !! આજે શીખી લો એક નવી પ્રકારની ભેળ.

મિત્રો, આપણે ઘરે મેગીમાંથી અનેક પ્રકારની આઈટમ બનાવીએ છીએ જેમ કે મેગી, વેજિટેબલ મેગી, મેગી ભજીયા, મેગી પિઝા તો આજે એમાં થી જ એક હજી નવી આઈટમ છે મેગી ભેલ.

સામગ્રી :

1 પેકેટ મેગી,
2 ચમચી ટામેટા સોસ,
1 વાટકી સમારેલ ડુંગળી,
1 વાટકી સમારેલ ટામેટા,
1 વાટકી સમારેલા બાફેલા બટાટા,
1 નાની વાટકી તળેલા સીંગદાણા,
1 ચમચી સમારેલ લીલું મરચું

ગાર્નીંસ માટે

નાયલોન સેવ,
કોથમીર,

રીત

બધી સામગ્રી એક પ્લેટમાં એકથી કરો. જેથી બનાવવામાં સરળતા રહે.

સૌ પ્રથમ એક પેનમાં મેગીને શેકી લો.

હવે એ જ પેન માં 1 ટી સ્પૂન તેલ નાખી શીંગદાણા તળી લેવા.

હવે એક નાની વાટકીમાં મેગીનો મસાલો અને ટામેટા સોસ લ્યો તેમાં આશરે 2 ચમચી જેટલું પાણી નાખી પેસ્ટ બનાવો.

હવે એક મોટું બાઉલ લો તેમાં મેગી મસાલો અને ટોમેટો સોસ મિક્સ કરીને બનાવેલી પેસ્ટ નાખો.

હવે તેમાં ડુંગળી,ટામેટા,લીલું મરચું,તળેલા સીંગદાણા ઉમેરી બધું મિક્સ કરો હવે શેકેલી મેગી નાખી હલાવો.

સેવ અને કોથમીર છાંટી સર્વ કરો.

 

ખૂબ જ ટેસ્ટી અને સહેલાઇથી બની જાય એવી વાનગી તૈયાર છે મેગી ભેલ.

આ ભેલ માં કોઈ પણ જાતની ચટણી ની જરૂર નથી જેથી તમે ક્યાંય ફરવા અથવા ફેમિલી સાથે પીકનીક માં જાવ અને ત્યાં તમારે નવી વાનગી બનાવી ને ખવડાવી હોઈ તો આ વાનગી બેસ્ટ છે. અને લઈ જાવા માં પણ સહેલાઇ થી લઈ જઈ શકાય.

તો આજે જ બનાવો એકદમ ટેસ્ટી અને સહેલાઇ થી બની જાય એવી મેગી ભેલ

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી