‘મગદાળના વડાનું ગ્રેવીવાળું શાક’ આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ, તમે પણ ટ્રાય કરજો

મગદાળના વડાનું ગ્રેવીવાળું શાક :

સામગ્રી

મગની દાળ – ૧ કપ,
ટામેટાં – ૧ નંગ
આદું – નાનો ટુકડો,
લીલાં મરચાં – ૨ નંગ,
ડુંગળી – ૨ નંગ, મરચું – ૧ ચમચી
દહીં – અડધી વાટકી
હળદર – અડઘી ચમચી
ધાણા – ૧ ચમચી
ગરમ મસાલો – ૧ ચમચી
જીરું – અડધી ચમચી
સમારેલી કોથમીર, મીઠું – સ્વાદ પ્રમાણે,
તેલ – જરૂર પ્રમાણે.

રીત

મગની દાળને સાફ કરીને ૨-૩ કલાક પલાળી રાખો.

ત્યાર પછી ક્રશ કરી લો. તેમાં સ્વાદ પ્રમાણે આદું-મરચા અને એક ડુંગળી સમારીને નાખો.

મીઠું ભેળવીને વડાનું મિશ્રણ તૈયાર કરો. કડાઇમાં તેલ ગરમ કરી તેમાં વડા તળી લો.

હવે ડુંગળી અને ટામેટાંને અલગ અલગ ક્રશ કરી લો. દહીંને ફીણો.

કડાઇમાં એક ચમચી તેલ ગરમ કરી જીરું નાખો, પછી તેમાં ડુંગળીને સાંતળો.

ત્યાર બાદ તેમાં ટામેટાંની ગ્રેવી, દહીં, લીલા મરચાં, લાલ મરચું, હળદર, ધાણાનો પાઉડર ઉમેરો.

મિશ્રણમાંથી તેલ છુટું પડે એટલે તેમાં થોડું પાણી રેડૉ.

પાણી ઉકળે એટલે તેમાં વડા નાખી થોડી વાર ખદખદવા દો.

શાક તૈયાર થઇ જાય એટલે ગરમ મસાલો અને કોથમીર ભભરાવી સર્વ કરો.

રસોઈની રાણી : સુનીતા ચોટલીયા(રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી