મગ દાળ ના ઢોસા – ઘરમાં બધાને પસંદ આવશે, હેલ્થી અને ટેસ્ટી ઢોંસા, તો ક્યારે બનાવશો?

પીળી મગ ની દાળ માંથી બનતા આ ઢોસા સ્વાદિષ્ટ , કડક ખૂબ જ હેલ્ધી છે. ચોખા નો ઉપયોગ જરા પણ ન હોવાથી ડાયાબીટીસ ના પેશન્ટ અથવા જેઓ જમવા માં ઓછું કાર્બો હાઈડ્રેડ પસંદ કરે છે , એમના માટે આ એક ઉત્તમ વાનગી છે. પ્રોટીન થી ભરપુર આ ઢોસા એક વાર જરૂર ટ્રાય કરજો.

બાળકો માટે પણ આ ઢોસા ખૂબ જ હેલ્ધી છે. આપ ચાહો તો બેટર માં બારીક સમારેક ડુંગળી ઉમેરી શકાય. મેં અહીં ફક્ત કોથમીર અને મરચા ઉમેર્યા છે. તો ચાલો જોઈ એ રીત..

સામગ્રી :

• 2 વાડકા મગ ની પીળી દાળ

• મીઠું

• લીલા મરચા સ્વાદ અનુસાર

• મોટો ટૂકડો

• 1 ચમચી જીરા નો ભૂકો

• થોડી હિંગ

• 2 ચમચી બારીક સમારેલી કોથમીર

રીત :

સૌ પ્રથમ દાળ ને 3 -4 પાણી એ ધોઈ લો. બાઉલ માં પૂરતું પાણી સાથે 3 થી 4 કલાક પલાળી લો.

ત્યારબાદ ચાયળી માં વધારા નું પાણી નિતારી લો. મિક્સર માં મગની દાળ , લીલાં મરચાં , આદુ નો ટુકડો ઉમેરી , થોડું થોડું કરી વાટી લો.

મિક્સર માં વાટતી વખતે, પાણી થોડું થોડું જ ઉમેરવું. એકસાથે પાણી ઉમેરશો તો ઝીણું અને સ્મૂધ વાટવા માં તકલીફ પડશે.

બધી દાળ વાટી લીધા બાદ એક મોટા બાઉલ માં લો. સરસ રીતે ફેંટો. એમાં શેકેલા જીરા નો ભૂકો અને હિંગ ઉમેરો. આપ ચાહો તો શેકેલું જીરું વાટવા માં પણ ઉમેરી શકો.

બેટર માં જરૂર મુજબ પાણી ઉમેરો. બેટર બહુ જાડું કે બહુ પાતળું ના રાખવું. પાણી હંમેશા થોડું થોડું કરી ને જ ઉમેરવું. ત્યારબાદ એમાં મીઠું , અને કોથમીર ઉમેરો.

નોન સ્ટીક તવો ગરમ કરો. ચમચા માં બેટર લઈ ઢોસા ની જેમ ગોળ પાતળું પાથરો. અને સાઈડ પર થોડા ટીપા તેલ ઉમેરો. કડક થાય ત્યાં સુધી શેકો.

કડક થઇ ગયા બાદ , ઢોસા ને ઉથલાવી બીજી બાજુ શેકો. લો તૈયાર છે આપણા હેલ્ધી ઢોસા . સાથે કોથમીર ની ચટણી અથવા ટોપરા ની ચટણી પીરસી શકાય.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…