મગ દાળ ઈડલી – એકદમ સરળ અને ટેસ્ટી એવી મગની દાળની ઈડલી એકવાર જરૂર બનાવજો…

આજે આપણે એવી રેસિપી બનાવીશું જે નાસ્તા માં પણ ચાલે અને ડિનર માં પણ ચાલે, આ એકદમ હેલ્ધી રેસિપી છે. મિત્રો આપને મગ ની દાળ નો શીરો,મગ ની છૂટી દાળ એવું બધું તો બનાવતા હોઈ પણ આજે આપણે બનાવીશું

મગ દાળ ઈડલી

તમે ઈડલી રવા ની અથવા ચોખા નો લોટ અને અડદ ની દાળ ભેગા કરી ને એની અથવા બારે થી ખીરું લઈ ને બનાવતા હશો પણ આજે આપણે નઈ તો ચોખા જોશે કે નઈ તો રવો આ વસ્તુ માંથી એક પણ વસ્તુ નઈ જોઈએ તો આજે આપણે મગ ની જે પીળી દાળ આવે એમાં થી ઈડલી બનાવીશું.

જે એકદમ સરળ અને ટેસ્ટી બને છે. અત્યાર ના સમય ને ધ્યાન માં રાખી ને ઘર માંથી જ બધી વસ્તુ મળી રહે એવી રેસિપી છે અને ટેસ્ટ પણ ચેન્જ થઈ શકે.

તો ચાલો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈ ને બનાવીએ

આ માપ થી ૭ થી ૮ ઈડલી બનશે

સામગ્રી

 • ૧ વાટકી મગ દાળ ( પીળી)
 • ૨ ટી સ્પૂન દહીં
 • ૧/૨ વાટકી ઝીણી ખમણેલું ગાજર
 • ૨ ટી સ્પૂન તેલ
 • ૧ લીલું મરચું ઝીણું સમારેલું
 • ૧ ટી સ્પૂન આદું ઝીણું ખમણેલું
 • ૧ નાની વાટકી કાજુ ના ટુકડા
 • ૭ થી ૮ મીઠા લીમડાના પાન
 • ૧/૨ ટી સ્પૂન રાઈ
 • ૧/૨ ટી સ્પૂન જીરું
 • કોથમીર
 • ૧/૨ ટી સ્પૂન ઇનો
 • મીઠું સ્વાદાનુસાર
 • ચપટી હિંગ

બનાવની રીત

સૌ પ્રથમ એક વાટકી મગ ની દાળ લઈ તેને ૨ પાણી એ સરસ ધોઈ નાખો હવે તેમાં થોડું પાણી ઉમેરી ૨ કલાક પલાળી રાખો.

૨ કલાક પછી મગ ની દાળ માંથી પાણી બધું કાઢી મીક્સેર માં દાળ પીસો અધકચિરી પીસાઈ પછી તેમાં ૨ ટી સ્પૂન દહીં ઉમેરી પાછું પીસો( તમે ફોટો માં જોઈ શકો છો કે કેટલું ઝીણું પીસી ને કેવું બેટર બનાવેલું છે)

હવે આ બેટર ને મોટા વાસણ માં કાઢી લો

હવે એક પેન માં ૨ ટી સ્પૂન તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ઉમેરો હવે તેમાં આદુ મરચાં અને લીમડો નાખી ૧ થી ૨ સેકન્ડ રેવા દો પછી તેમાં કાજુ ના ટુકડા ઉમેરો હવે તેમાં ખમણેલું ગાજર નાખી બધું બરાબર મિક્સ કરી બધું બેટર માં નાખી પછી તેમાં કોથમીર અને મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.

હવે ઈડલી ના સ્ટેન્ડ ને તેલ વડે ગ્રીસ કરી લો.

હવે ૧/૨ ટી સ્પૂન ઇનો ઉમેરી બેટર બરાબર મિક્સ કરી લો.

હવે ઈડલી સ્ટેન્ડ માં બનાવેલું ખીરું નાખો અને તેને મિડિયમ ફ્લેમ પર ૧૦ થી ૧૨ મિનિટ ચડવા દો

ચપ્પુ વડે ચેક કરી લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મગ દાળ ઈડલી

આ ઈડલી જેને ચોખા ની બધા હોય અથવા જે ચોખા ના ખાતા હોય એને આ ઈડલી જરૂર બનાવી

તો મિત્રો રેસિપી જોઈ એક વાર ઘરે બનાવી ને કોમેન્ટ માં કેજો કે કેવી લાગી ટેસ્ટ માં

રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.