મગના પરોઠા – આલુ પરોઠા કે સાદા પરોઠા તો સૌ કોઈએ ટેસ્ટ કર્યા જ હશે આજે ટેસ્ટ કરો આ ન્યુ પરોઠા….

મગના પરોઠા

એક જ ટાઇપનાં આલુ પરોઠા ખાઇ ખાઇને કંટાળી ગ્યા છો? તો નવી સ્ટાઇલથી સ્ટફ્ડ પરોઠા બનાવો.
કઠોળમાં ખુબજ પ્રોટીન્સ અને વિટામિન્સ હોય છે જે શરીર તંદુરસ્ત કરવામાં અને હાડકા મજબૂત કરવામાં મદદરૂપ છે. આજ અાપણે મગનું સ્ટફીંગ લઇને પરોઠા સાથે એક નવુંજ કોમ્બીનેશન ટ્રાઇ કરીશુ.
તો ચાલો બનાવીએ,

સામગ્રી:
• ૧ કપ મગ,
• ૨ ડુંગરી,
• ૧ નાની ચમચી આદુ-લસણની પેસ્ટ,
• ઝીણી સમારેલી કોથમીર,
• પા લીંબુ,
• મીઠું સ્વાદઅનુસાર,
• લાલ મરચું સ્વાદઅનુસાર,
• હળદર પા ચમચી,
• સ્હેજ હિંગ,
• પરોઠાનો લોટ,
• શેકવા માટે તેલ અથવા બટર.

રીત:
૧. મગને સરખા ધોઇને એક કુકરમાં પાણી અને સ્હેજ મીઠું નાખીને ૩/૪ સીટી કરીને મીડિયમ ગેસે બાફી લેવા મગ બાફવામાં ધ્યાન રાખવુ કે કાચા પણના રહે અને એકદમ બફાઇ પણ ના જાય.

૨. બાફેલા મગની અંદર એકદમ ઝીણી સમારેલી ડુંગરી,આદુ-મરચાની પેસ્ટ,લીંબુ,ઝીણી સમારેલી કોથમીર,લાલ મરચું,હળદર,મીઠું અને હિંગ એડ કરી દેવા.

૩. બધા મસાલા બાફેલા મગની અંદર સરખા મિક્ષ કરી દેવા એક વાતનું ધ્યાન રાખવું કે મસાલા પરોઠા બનાવતા ટાઇમે જ મગમાં મિક્ષ કરવા.

૪. પરોઠાનો નરમ લોટ બાંધીને તૈયાર રાખવો. ૫. પરોઠાનાં લોટમ‍ાથી એક ગોયણુ લઇને મધ્યમ આકારનું એક પરોઠુ વણી લેવું.

૬. પરોઠાની વચ્ચે મગનું રેડી કરલુ સ્ટફીંગ મુકવું. ૭. મગનું સ્ટફીંગ મુક્યા બાદ પરોઠાને વચ્ચેથી અડધુ વાળી લેવું.

૮. પરોઠાને અડધુ વાળ્યા બાદ થોડીક જગ્યા રાખીને બાકીની વધારાની કીનારી કાપી લેવી.

૯. પરોઠુ કાપતા જેટલી કીનારી વધી છે તેને અંદરની બાજુએ દબાવી લેવી.

૧૦. હવે પરોઠાને અટામણમાં રગદોળીને હળવા હાથે મિડીયમ સાઇઝનું ગોળ વણી લેવું.

૧૧. વણેલ‍ા પરોઠાને તેલ અથવા બટરમાં મધ્યમ ગેસે લાઇટ બ્રાઉન કલરનાં શેકી લેવા.

લ્યો તૈયાર છે અાપણા મગનાં પરોઠા ગરમા ગરમ પરોઠાને દહીં અને ટોમેટો કેચઅપ સાથે પીરસો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી