મગની દાળનો શીરો ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે હો, ક્યારે બનાવશો?

“મગની દાળનો શીરો”

મગની દાળનો શીરો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ બનાવવામાં ખુબજ મહેનત અને વાર લાગે છે. તો ચાલો હું તમને આજ એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય તેવી રીતે મગની દાળનો શીરો શીખવાડુ.

સામગ્રી:

૧૦૦ ગ્રામ મગની છડી દાળ,
૧૫૦ ગ્રામ ખાંડ,
૨-મોટા ચમચા ઘી,
૨-કપ દૂધ,
‍૧-ગ્લાસ પાણી
૩/૪ તાંતણા કેસર,
અડધો કપ કાજુ,બદામ અને પિસ્તાના ટુકડા,
થોડી બદામની કતરણ,
થોડો એલચી પાઉડર,

રીત:

૧. મગની દાળને કોરેકોરી મિક્સ્ચરમાં બહુ ઝીણી નહી સેજ અધકચરી પીસી લેવી.

૨. એક લોયામાં ઘી નાખીને ગરમ થાય એટલે મગની દાળ તેમાં નાખવી મગની દાળ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે ઘી માં શેકવી.

૩. દૂધમાં કેસર પીગાળી લેવુ પછી ધીમે ધીમે મગની દાળમા દૂધ નાખતા જવુ ને હલાવતા જવુ.

૪. તેમા તરત જ ખાંડ નાખીને સરખુ મિક્સ કરી પાણી ઉમેરીને ધીમા તાપે ઘી છુટુ પડે ત્યા સુધી હલાવવુ પછી તેમા ડ્રાઇફૃટ અને એલચી પાઉડર મીક્સ કરી ને ગેસ બંધ કરી ને શીરો થોડીવાર ઢાંકીને રાખી દેવો,

૫. પીરસવા ટાઇમે પાછો એક વાર હલાવીને ઉપર બદામ ની કતરણ ભભરાવીને પીરસવો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી