જલ્સા કરોને જેંતીલાલ

વાત એક એવા ડ્રગ્સ માફિયાની જેના અઢળક રૂપિયામાં પડી જતી ઉધઈ, આ વિશે વધુમાં વાંચીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…

બૉલીવુડ એકટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવુડમાં ડ્રગ્સ એંગલની ચર્ચાએ ફરી એક વખત જોર પકડ્યું છે. ગેરકાયદેસર ડ્રગ્સનો વેપાર એટલો જૂનો છે કે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. એવા કેટલાય ડ્રગ માફિયાઓ છે જેના પર વિશ્વભરમાં ડ્રગ્સનો વેપાર કરવાના આરોપ છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગનાં આર્ટિકલમાં અમે આપને એક એવા ડ્રગ્સ માફિયા વિશે જણાવીશું જેણે પોતાના ધંધામાં આડશ ઉભી કરનાર હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

image soucre

આપણે જે ડ્રગ્સ માફિયાની વાત કરી રહ્યા છીએ તેનું નામ પાબ્લો એમિલિયો એસ્કોબાર ગૈવિરિયા છે. પાબ્લો એસ્કોબારને વિશ્વભરમાં કોકેનનો મોટો વેપારી ગણવામાં આવે છે. અમેરિકાના ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના એજન્ટ રહેલા સ્ટીવ મર્ફીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પાબ્લો એસ્કોબાર પાસે રૂપિયાનો ભંડાર હતો. એટલું જ નહીં પાબ્લોને મારી નાખવા માટે તેના વિરોધીઓએ 16 અબજ રૂપિયા ખર્ચ કરી નાખ્યા હતા.

image soucre

2 ડિસેમ્બર 1993 ના દિવસે પાબ્લો એસ્કોબારને કોલંબિયા પોલીસે ઠાર માર્યો હતો. પરંતુ મૃત્યુ પહેલા તેણે પોલીસ અને સૈનિકોને થકવી દીધા હતા. પાબ્લોએ કોલંબિયામાં ભારે આતંક મચાવી રાખ્યો હતો. કાર ઉડાવી દેવી કે કોઈ મોટા નેતાની હત્યા કરવી તેના માટે સામાન્ય વાત હતી. તેનું એવું સ્વપ્ન હતું કે તે કોલંબિયાનો રાષ્ટ્રપતિ બને.

image soucre

1970 ના દશકમાં પાબ્લોએ ગેરકાયદેસર કોકેનના ધંધામાં ઝંપલાવ્યું હતું અને માફિયાઓ સાથે મળીને મેડેલીન કાર્ટેલ બનાવ્યું. પાબ્લો એસ્કોબારનો દબદબાનો અંદાજો એ વાત પરથી આવી જાય છે કે તેણે સરકાર પર દબાણ કરાવી પોતાના માટે ખાસ જેલ તૈયાર કરાવી હતી અને એ શરત પણ રાખી હતી કે જેલની અંદર અમુક કિલોમીટર સુધી પોલીસ ન આવે.

image soucre

પાબ્લો પાસે 800 થી વધુ મકાનો હતા અને અમેરિકામાં 6500 વર્ગ ફૂટનો બંગલો પણ હતો જે ફ્લોરિડાના મિયામી બીચ ખાતે સ્થિત હતો. એટલું જ નહીં તેણે કેરેબિયનમાં આઈલા ગ્રાંદે નામનો કોરલ ટાપુ પણ ખરીદ્યો હતો. એક સમય એવો પણ હતો કે અમેરિકામાં સપ્લાય થનારા 80 ટકા ભાગ પર પાબ્લોનું નિયંત્રણ હતું.

image soucre

કોકેન દ્વારા પાબ્લોને એટલી કમાણી હતી કે ફોબર્સ મેગેઝીને તેને વિશ્વના 10 સૌથી પૈસાદાર વ્યક્તિમાં સ્થાન આપ્યું હતું. એવું પણ કહેવાય છે કે પાબ્લો એસ્કોબાર પાસે એટલા બધા રૂપિયા હતા કે તેને ઉંદરો કોતરી નાખતા તો ક્યારેક નોટોના થપ્પાઓ પર ઉધઈ પણ લાગી જતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version