જલ્સા કરોને જેંતીલાલ

શું તમે જાણો છો વિશ્વની ધરોહર ગણાય છે મધ્યપ્રદેશના આ પાંચ કિલ્લાઓ, જોવાનું ચૂકશો નહિ..

મિત્રો, સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ માટે જાણીતું મધ્યપ્રદેશ ભારતના ગૌરવ અને હૃદયના ધબકારા માટે જાણીતું છે. તે આપણા દેશના સાંસ્કૃતિક ખજાનાનો એક ભાગ છે. આ રાજ્યનું ભૌગોલિક સ્થળ, કુદરતી સૌંદર્ય અને રાજ્યનો સાંસ્કૃતિક વારસો પ્રવાસીઓને અહીની મુલાકાત લેવા માટે આકર્ષે છે. તે ભારતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક છે. તો ચાલો આપણે દુનિયાની વિરાસત તરીકે ઓળખાતી આ સુંદર કલાકૃતિઓ પર એક નજર નાખીએ.

ગ્વાલિયર કિલ્લો :

image source

ગ્વાલિયર શહેરમાં ગોઆંચલ નામની એક નાનકડી ટેકરી પર સ્થિત આ કિલ્લાને મધ્યપ્રદેશનુ ગૌરવ કહેવામાં આવે છે. આ કિલ્લો આઠમી સદીમાં બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો ત્રણ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેની ઊંચાઈ લગભગ ૩૫ ફૂટ છે. આ કિલ્લામાં ગૂજરી મહેલ, માનસિંહ મહેલ, જહાંગીર મહેલ, કરણ મહેલ, બુદ્ધ મંદિર, જૈન મંદિર અને શાહજહાં મહેલ જેવા અનેક સ્મારકો અને મહેલો છે.

જહાંગીર મહેલ :

image source

વીરસિંહ દેવ દ્વારા ૧૬મી સદીમાં બાંધવામાં આવેલો આ મહેલ ઓરછાના મુખ્ય સંરચાનામાનો એક છે. લોકકથાઓ અનુસાર, મુઘલ કાળ દરમિયાન જહાંગીરનું સ્વાગત કરવા માટે મહારાજાએ તેનું નિર્માણ કર્યું હતું. તે એક દિવસ સુધી મહારાજાના મહેમાન તરીકે રોકાયા હતા. મહેલની છત પરથી બેટવાન નદીનો પેનોરેમિક નજારો દર્શકોને આકર્ષે છે. આ મહેલમાં બનેલી સુંદર કલાકૃતિઓ અને કોતરણી જોવા જેવી છે.

મહેશ્વર કિલ્લો :

image source

આ કિલ્લાને અહિલ્યા કિલ્લો તરીકે પણ ઓળખવામા આવે છે. તે ટેકરી પર નર્મદા નદી તરફ આવેલું છે. એવુ કહેવાય છે કે, મહારાજા મલ્હાર રાવ હોલટેક્સે આ કિલ્લા પર શાસન કર્યું હતુ પરંતુ, પુત્રના અવસાન પછી તેમણે પોતાની પુત્રી આહિયા બાઈ હોલ્ટેક્સને જવાબદારી સોંપી. ત્યારબાદ તેમની પુત્રી આહિયાએ ભવ્ય કિલ્લો અને ઘાટ નું નિર્માણ કર્યુ. આ કિલ્લાનુ ભવ્ય બંધારણ અને સીડીઓનો રંગ દર્શકોને આકર્ષે છે.

જહાજ મહેલ :

image source

આ મહેલનુ સ્થાપત્ય રાણી રૂપમતી અને બાઝ બહાદુરના શાહી રોમાન્સને પ્રતિબિંબિત કરે છે. આ મહેલ બે તળાવ કપુર તળાવ અને મંજુ તળાવની વચ્ચે બાંધવામાં આવ્યો છે. તેનુ નિર્માણ ૧૫મી સદીમા કરવામા આવ્યુ હતુ. ૧૦૦ મીટરથી વધુ લાંબી આ ઇમારતને જોતાં એવું લાગે છે કે, જાણે તળાવની વચ્ચે એક વિશાળ જહાજ લંગરમા આવ્યું હોય. તેથી તેને જહાજ મહેલ તરીકે ઓળખવામા આવે છે. જે દેખાવમાં જહાજ જેવું લાગે છે.

આસિરગઢ કિલ્લો, બુરહાનપુર :

image source

આ કિલ્લો પણ આપણા દેશનુ એક વિશેષ સ્થાપત્ય છે, જે સતપુડાની ટેકરીઓ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી લગભગ ૨૫૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત આ કિલ્લાનો ભવ્ય ઇતિહાસ છે. એવુ કહેવાય છે કે, આ કિલ્લાની અંદર એક જળાશય છે જે કાળઝાળ ગરમી છતા ક્યારેય સુકાતો નથી. અહીંના લોકો માને છે કે ભગવાન કૃષ્ણના શાપનો ભોગ બનેલા અશ્વત્થામા અહીં સ્નાન કર્યા પછી નજીકમાં આવેલા ભગવાન શિવના મંદિરમાં પૂજા કરવા જાય છે. ભગવાન શિવનું મંદિર તળાવથી થોડે દૂર આવેલું છે, જે ગુપ્તેશ્વર તરીકે ઓળખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version