મધ અસલી છે કે નકલી ? આ રહી ક્વોલિટી ચેક કરવા માટેની આસાન રીત…

આજે આપણી આજુબાજુ અનેક ચીજવસ્તુઓ ભેળસેળ વાળી હોય છે. એમાંય ખાસ કરીને ખાદ્યસામગ્રી. હવે તો કોઈને રોજબરોજ જમવાના ઉપયોગમાં આવતી ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળ અંગેની વાત કરીએ તો પણ કોઈને નવાઈ નથી લાગતી.

જો કે આપણે જે ખાદ્યસામગ્રી બજારમાંથી ખરીદીએ છીએ તે અસલી છે કે નકલી તે જાણી પણ શકીએ છીએ. હા, થોડું અઘરું છે પરંતુ લોકોમાં આ બાબતે જાણકારીનાં અભાવે ઝાઝી કડાકુટમાં નથી પડતા.

આવી જ એક ખાદ્યસામગ્રી છે મધ. મધમાં રહેલા ગ્લુકોઝ અને એકલશર્કરા ફ્રકટોઝને કારણે તે ખાવામાં મીઠું અને રુચિકર લાગે છે. મધનો ઉપયોગ ખાવા ઉપરાંત ઔષધીના રૂપમાં પણ બેજોડ છે. તેમાં રહેલા ગ્લુકોઝ, શર્કરા, વિટામીન, ખનીજ જેવા અનેક પૌષ્ટિક તત્વો શરીર માટે અતિ ઉપયોગી છે.

મધ એ ફક્ત ખાવા માટેની કુદરતી અને તત્વોથી ભરપૂર વસ્તુ નથી પરંતુ એક અસરદાર ઔષધી પણ છે.

હવે જેમ મધ ખરીદવું જરૂરી છે, ખાવું જરૂરી છે તેમ તે અસલી છે કે નકલી એ જાણવું પણ જરૂરી છે. હવે માની લો કે તમે બજારમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી મધ ખરીદ્યું તો એની ક્વોલિટી કેવી છે એ કઈ રીતે જાણશો આ રહી તેની સરળ રીત.

– મધ અસલી છે કે નકલી તે ચકાસવા માટેની રીત નંબર #1

1). પાણીમાં મધ નાખવું. જો મધ તળિયા સુધી પહોંચી જાય અને તળિયે પડ્યું રહે તો મધ અસલી છે. અને જો મધને પાણીમાં ઓગાળવાની ટ્રાય કરો અને તે પાણીમાં ઓગળવા લાગે તો મધ નકલી છે.

– મધ અસલી છે કે નકલી તે ચકાસવા માટેની રીત નંબર #2

2). સહેજ મધને સફેદ કપડામાં ઢોળી દો. થોડીક વાર એમ જ રહેવા દો. પછી કપડું ધોઈ નાખો. જો કપડાંમાં ચીકાશ કે નિશાન જેવું ન લાગે તો મધ અસલી છે અને ચીકાશ અને ડાઘ જેવું રહી જાય તો મધ નકલી છે.

– મધ અસલી છે કે નકલી તે ચકાસવા માટેની રીત નંબર #3

3). એક સ્વચ્છ લાકડી લો. એ લાકડીને મધમાં બોળી દો અને લાકડી સળગાવો. જો આગ પર મધ પણ સળગવા લાગે તો તે મધ અસલી છે અને જો ન સળગે તો મધ નકલી છે.

– મધ અસલી છે કે નકલી તે ચકાસવા માટેની રીત નંબર #4

4). એક ચમચી મધ લો અને તેમાં ચાર-પાંચ ટીપાં આયોડીન નાખો. આમ લગભગ એકાદ મિનિટ સુધી રહેવા દો પછી જુઓ કે મધનો રંગ બદલે છે કે નહીં. જો મધનો રંગ વાદળી થવા લાગે તો મધ નકલી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જે મધની ભેળસેળ માટે બટેટાનો ઉપયોગ કરાયો હોય તો તે આ ટ્રીકથી સાબિત થઈ જાય છે.

– મધ અસલી છે કે નકલી તે ચકાસવા માટેની રીત નંબર #5

5). જેમ ઉપર જણાવ્યું તેમ એક ચમચી મધ લઈ તેમાં હાઇડ્રોલીક એસિડ અને થોડીક ખાંડ ઉમેરો અને જુઓ. જો એકાદ મિનિટમાં મધનો રંગ ગુલાબી થવા લાગે તો તે મધ નકલી છે અને તેમાં વનસ્પતિ ઘી ભેળવવામાં આવ્યું છે.

– આ ચીજવસ્તુઓની ભેળસેળ થાય છે મધમાં

તમને કદાચ નવાઈ લાગશે પરંતુ મધમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ ઘી, બટર, એસેન્સ, બટેટાનો માવો, ચાસણી, ઓગળેલી ખાંડ જેવી વસ્તુઓ ભેળવવામાં આવે છે.

હવે જ્યારે તમે બજારમાંથી મધ ખરીદો તો એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે મધ સ્ટાન્ડર્ડ કંપનીનું અને ISI / એગમાર્કનું નિશાન હોય. ખુલ્લું મધ બને ત્યાં સુધી ન ખરીદવું તેમ છતાં જો મધની ક્વોલિટી બાબતે શંકા પડે તો ઉપર જણાવ્યા મુજબની રીત અપનાવી તે અસલી છે કે નકલી તે આસાનીથી જાણી શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ