જલ્સા કરોને જેંતીલાલ

૨૦ વર્ષ પહેલાં મેડીને થયો હતો પ્રેમ, આર માધવનની પ્રેમ કહાણી જાણો એનીવર્સરી નિમિત્તે…

હેપ્પી એનીવર્સરી મીસ્ટર એન્ડ મીસીઝ માધવન; એક સમયે પબ્લિક સ્પીકિંગના ક્લાસિસ કરાવતા આ અભિનેતાએ એમની સ્ટૂડ્ન્ટ સાથે પ્રેમ લગ્ન કર્યા છે… ૨૦ વર્ષ પહેલાં મેડીને થયો હતો પ્રેમ, આર માધવનની પ્રેમ કહાણી જાણો એનીવર્સરી નિમિત્તે…


આજે બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના સુપરસ્ટાર આર. માધવનની ૨૦મી લગ્નતિથિ છે. આ ખાસ મોકા પર માધવને તેમની પત્ની સરિતા બિર્જેને અનોખા અંદાજમાં વીશ કર્યું છે. માધવને સરિતા માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી શેર કરી છે.


માધવન તેમાં લખે છે, “તમારા પ્રેમને કારણે, હું રાજા જેવું અનુભવું છું. હું છું કારણ કે તમે ખૂબ સુંદર છો હું તમને ખૂબ પ્રેમ કરું છું મારી પ્રિય, આજે આપણાં લગ્નને ૨૦ વર્ષ પૂર્ણ થયાં છે.”

માધવનની આ પોસ્ટ પછી, તેમના કેટલાક સહ કલાકારોએ આ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવી છે, જેમાં દિયા મિર્ઝા, શિલ્પા શેટ્ટી સહિત અન્ય ઘણા મિત્રોએ તેમને અભિનંદન આપ્યા છે.


કેવી છે તેમની લવ સ્ટોરી?

માધવન અને સરિતાની લવ સ્ટોરી ખૂબ રસપ્રદ છે. માધવનના પિતા ટાટા સ્ટીલના મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હતા અને માતા જેમનું નામ સરોજ છે, તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં મેનેજર હતાં. ઉચ્ચ અભ્યાસ સાથે માધવન અન્ય ઇત્તર પ્રવૃત્તિઓમાં ખૂબ રસ લેતા હતા.


એક સમય એવો હતો કે માધવન લશ્કરમાં જોડાવા માંગતા હતા. પરંતુ તેના માતાપિતાએ તેમને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા કહ્યું. ઇલેક્ટ્રોનિક્સ ઇન્જિનિયરની ડિગ્રી લઈને, માધવને સમગ્ર દેશમાં વિવિધ જગ્યાએ કમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગના વર્ગો લેવાનું શરૂ કર્યું હતું.

તેમના આ ક્લાસિસમાંથી એકમાં, માધવન સરિતાને મળ્યા. ૧૯૯૧માં સરિતા એરહૉસ્ટસની નોકરી માટેની તૈયારી કરી રહી હતી. તેઓ પર્સનાલીટી ડેવલોપમેન્ટના ક્લાસિસ કરવા માટે મહારાષ્ટ્ર આવ્યાં હતાં. જ્યારે તેમનું સિલેક્શન થઈ ગયું ત્યારે તેઓ માધવનને મળ્યા અને વ્યક્તિગત રીતે તેમને આભાર પણ માન્યો. સરિતા તેમને ડિનર માટે લઈ ગયાં.


તેમની પહેલી ડિનર ડેટ અંગે, માધવને કહ્યું, “સરિતા મારી વિદ્યાર્થીની હતી અને તેમણે એક દિવસ મને ડેટ પર જવા કહ્યું. આ મારા માટે એક સારી તક હતી. મેં ફક્ત સરિતા સાથે પ્રેમ કર્યો છે અને લગ્ન પણ તેમની જ સાથે કર્યા.”


માધવન અને સરિતાએ એકબીજાને ૮ વર્ષ સુધી એકબીજાના સાંપર્કમાં રહ્યાં અને પછી ૧૯૯૯માં તેમણે લગ્ન કર્યા. તેમના લગ્નની વિધિ તમિલ રિવાજોથી થઈ હતી. હવે બંનેને વેદાંત નામનો પુત્ર છે.


માધવનની અભિનેતા બનવાની સફર

આર. માધવનની ફિલ્મી સફર પણ ખૂબ જ રસપ્રદ છે. તેમણે ૧૯૯૬માં પોતાનું મોડેલિંગ પોર્ટફોલિયો જુદી જુદી એડ એજન્સીઓને મોકલી. તેમો ક્યુટ ફેસ અને આકર્ષક પર્સનાલીટી પ્રોડ્યુસરાને ગમી ગઈ અને તેમને એડ ફિલ્મસની ઓફર્સ આવવા લાગી. તેમનો એક સેન્ડલવૂડ ટોક એડમાં કામ કર્યું હતું.

જેમાં તેમના ડિરેક્ટર સંતોષ સિવાને મણિ રત્નમને આ અભિનેતાની ઓળખાણ કરાવી. આ બંને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના ધરાવે છે. તેમણે તેમની આગામી ફિલ્મ ‘ઇરુવર’માં કાસ્ટ કર્યા. જે તેમની પહેલી અને સફળ ફિલ્મ સાબિત થઈ હતી.


આ ફિલ્મ સુપર હિટ થયા પછી, માધવને ફિલ્મ કારકિર્દીમાં પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મો મેળવવા માટે માધવનને વધુ પ્રયત્નો કરવાની કદી જરૂર નથી પડી. તેમની એક પછી એક, ફિલ્મો સફળ બની અને તે પછી તેઓને સુપરસ્ટારનું બીરુદ મળ્યુંસ. ૧૯૯૮માં, માધવનને અંગ્રેજી ફિલ્મ ‘ઈન્ફર્નો’માં પણ કામ કર્યું હતું. આમાં તેઓ ભારતીય પોલીસ અધિકારીની ભૂમિકામાં દેખાયા હતા.

માધવનને હિન્દી ફિલ્મોમાં સૌથી પહેલી સફળતા ‘રહેના હૈ તેરે દીલ મેં’ ફિલ્મથી મળી હતી. જેમાં તેમની સાથે દિયા મીર્ઝાએ અભિનય કર્યો હ્તો. આ એક મ્યુઝિકલ, રોમાંટિક અને કોમેડી ફિલ્મનું મિક્સચર હતી.


વર્ષ ૨૦૧૦માં, રાજુ હિરાનીની ફિલ્મ “3 ઈડિયટ્સ” એ માધવનની શ્રેષ્ઠ ફિલ્મોમાંથીની એક છે. તે પછી, ૨૦૧૧માં આવેલી, ફિલ્મ તનુ વેડ્સ મનુ ફિલ્મમાં દેખાયા હતા.. તેમની આ ફિલ્મમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી કંગના રનૈત દેખાયા હતા. બૉક્સ ઑફિસમાં આ ફિલ્મે ખૂબ નામના મેળવી ત્યાર બાદ તેની સિક્વાલ પણ બની હતી..


બનેગી અપની બાત અને ઘર જમાઈ જેવી તેમની ફેમીલી કોમેડિ ટી.વી. સિરિયલ પણ ખૂબ જ હિટ ગઈ હતી. જેમાં તેમની સાથે મંદિરા બેદી અને અન્ય અભિનેત્રીઓની જોડી નાના પડદે પણ જાણીતી થઈ હતી. તેમણે સાવધાન ઇન્ડિયાના પણ કેટલાક એપિસોડ્માં એન્કરિંગ કર્યું છે. અને અનેક સિરિયલો અને તોલ મોલ કે બોલ જેવા શો હોસ્ટ કર્યા છે.


નેવુંના દશકના આ ચોકલેટી મેડીને આજે પણ ભારતીય સ્ત્રીઓ ખૂબ જ પસંદ કરે છે. તેમની લવલી મેરિડ લાઈફ પણ એટલી જ સુખમય અને સુપરહિટ રહે તેવી શુભેચ્છાઓ…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version