જો આ 9 વાતોનું ધ્યાન રાખશો તો ઘરમાં મરછરો માટે થઇ જશે નો એન્ટ્રી…

મચ્છરોને ઘરથી દૂર રાખવા અપનાવો આ સરળ ઉપાયો. બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર દ્વારા શેયર કરવામા આવેલો આ ઉપાય તો અકસીર છે !

image source

વર્ષની એક પણ ઋતુ એવી નથી હોતી કે જ્યારે મચ્છરોનો ત્રાસ ન હોય. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસુ હોય કે પછી બેવડી ઋતુ હોય દરેક સિઝનમાં નાના-મોટા સહુને મચ્છર પરેશાન કરતા હોય છે અને તેના કારણે ગંભીર બિમારીઓ પણ ફેલાય છે. મચ્છરથી આપણે બધા જાણીએ છીએ તેમ મેલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યુ વિગેરે ઘણી બિમારીઓ થઈ રહી છે અને જો તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપાય ન થાય તો સ્થિતિ ગંભીર પણ બની શકે છે.

image source

મચ્છર ફેલાવવાના ઘણા બધા કારણો હોય છે, તે ખાસ કરીને ભેજવાળા તેમજ ઠંડા વાતાવરણમાં વધારે ઉપદ્રવ મચાવે છે. તે ખાસ કરીને સ્થિર પાણી જેવા કે તળાવ, ખાડામાં ભરાયેલા પાણી, અંધાર્યા કે જ્યાં સુર્યપ્રકાશ ન પોહોંચતો હોય તેવા ભેજયુક્ત વાતાવરણમાં વધારે ફેલાય છે.

image source

કદાચ તમારા જાણવામાં નહીં આવ્યું હોય પણ મચ્છરમાં બે પ્રાકર હોય છે માદા અને નર, તેમાંથી માદા મચ્છર જ મનુષ્ય તેમજ અન્ય જીવોના લોહી ચુસી પોતાનું અસ્તિત્વ ટકાવે છે જ્યારે નર મચ્છરો વનસ્પતિને ચુંસીને અસ્તિત્વ જાળવી રાખે છે. દર વર્ષે મચ્છર કરડવાથી ઓછામાં ઓછા 30-35 કરોડ લોકો બીમારીઓનો ભોગ બને છે. મચ્છરોનો સદંતર નાશ કરવો તો અશક્ય છે પણ કેટલાક ઉપાયો અજમાવી આપણે તેને આપણાથી તેમજ આપણા ઘરથી દૂર રાખી શકીએ છીએ. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.

મચ્છરોથી દૂર રહેવાના ત્વરિત ઉપાયો

image source

1. બજારમાં મળતી મચ્છર દૂર રાખતી સ્કીન ફ્રેન્ડલી ક્રીમથી તમારા બાળકોને મચ્છરથી દૂર રાખી શકો છો. જો તેનાથી તેમની ત્વચાને કોઈ એલર્જી થતી હોય તો તે માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

2. આ ઉપરાંત તમારે ઘરમાં ગુગળ વિગેરેનો ધૂપ કરવો જોઈએ. તે સિવાય તમે ઘરમાં કપૂર પણ સળગાવી શકો છો. અને તે માટે તો હવે બજારમાં કપુરદાની પણ મળે છે જેને તમે પ્લગમાં ભરાવીને તેના પાત્રમાં કપૂર મુકીને કપૂરનો ધૂમાડો કરી શકો છો. તેને તમે દિવસમાં બે-ત્રણ વાર કરી શકો છો. કપૂરથી તમે ઘરને મચ્છરથી જ નહીં પણ ફ્લુ જેવી બિમારીઓથી પણ દૂર રાખી શકો છો. ઘરમાં કોઈને શ્વાસની તકલીફ હોય તો તેમના માટે આવા કુદરતી ઉપાયો યોગ્ય રહે છે.

image source

3. આ ઉપરાંત હવે તો કંપનીઓ આયુર્વેદિક લોશન, ક્રીમ તેમજ મચ્છર મારવાના લિક્વિડ પણ બજારમાં ઉપલબ્ધ કરાવે છે તે પણ મનુષ્ય સ્વાસ્થ્ય માટે હાનીકારક નથી હોતા.

4. આ સિવાય તમે ઘરે પણ વિવિધ તેલના મિશ્રણનું સ્પ્રે તૈયાર કરીને તેને ઘરમાં સ્પ્રે કરીને પણ મચ્છરને બીનહાનીકારક રીતે દૂર રાખી શકો છો. તેના માટે તમે નાળિયેર તેલ, લવિંગનું તેલ, નિલગિરીનુ તેલ અથવા તેનો રસ, તુલસીના પાંદડાનો રસ, લેવેંડર તેલ, લીંમડાનો રસ અથવા તેલ, ફુદીનાનો રસ, લસણનો રસ વિગેરેનો ઉપયોગ કરી શકો છો. જો તમને થોડી ઓઇલી સ્કીનમાં વાંધો ન હોય તો આ બધા તેલનો ઉપયોગ તમે શરીર પર પણ કરી શકો છો અને તેનાથી પણ મચ્છરને તમારાથી દૂર રાખી શકો છો.

image source

5. એક સંશોદન પ્રમાણે લીંમડાનુ તેલ તમે ઘરમાં જે મચ્છર મારવાના મશીનમાં વપરાતું લીક્વીડ હોય છે તેના કરતાં દસ ગણું વધારે અસરકારક હોય છે. લીંમડાનું તેલ માત્ર ફુગ જ દૂર નથી કરતું પણ સાથે સાથે બેક્ટેરિયા પણ દૂર કરે છે અને તે એક એન્ટિ-વાયરલ પણ છે.

6. જો તમારા બાળકોને સતત મચ્છર પરેશાન કરતાં હોય તો જોહ્ન્સ બેબી ક્રીમ ઓઈલ મચ્છરને દૂર રાખે છે. આ એક બેબી ક્રીમી ઓઈલ હોવાથી તે નવજાત બાળકથી માંડીને મોટાઓ સુધી કોઈને પણ ત્વચાસંબંધીત કોઈ પણ નુકસાન પહોંચાડતી નથી. ઘણા બધા લોકો દ્વારા જોહ્ન્સન બેબી ક્રીમી ઓઈલના આ ઉપાયની સલાહ આપવામાં આવે છે. તે તમારી ત્વચાને તો મુલાયમ રાખે જ છે પણ સાથે સાથે તે મચ્છરને પણ તમારાથી દૂર રાખે છે અને તેનાથી તમારા શરીરમાંથી દૂર્ગંધ પણ નથી આવતી.

image source

7. લસણની કળીને વાટીને તેને પાણીમાં ઉકાળવાથી તેનાથી જે વરાળ ઘરમાં ફેલાય છે તેનાથી કેટલાક કલાકો માટે ઘરના મચ્છર દૂર રહે છે. આ ઉપારંત તમે આ જ પાણીને સ્પ્રે બોટલમાં લઈને તેને ઘરના ખૂણે ખૂણે સ્પ્રે પણ કરી શકો છો.

8. આ સિવાય તમે તજ પત્તા, લવિંગ, નિલગિરીના પાન તેમજ કપૂરનો ધૂમાડો કરીને પણ મચ્છરને ઘરમાંથી ભગાડી શકો છો અને સાથે સાથે ઘરના વાતાવરણને પણ સુવાસિત કરી શકો છો.

image source

9. બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર દ્વારા શેયર કરવામાં આવેલા આ ઉપાયને તો તમારે ચોક્કસ અપનાવવું જોઈએ. તેના માટે એક લીંબુનું ફાડિયુ લો તેમાં કેટલાક લવિંગ ભરાવી લો. અને તેને તમારા બેડ નજીક કે પછી ડ્રોઈંગ રૂમમાં રાખો. આ ટ્રીકને મચ્છર દૂર રાખવાની સૌથી વધારે અસરકારક ટ્રીક માનવામાં આવે છે. થોડા મહિનાઓ પહેલાં અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર આ ટીપ શેર કરી હતી.

10. આ સિવાય તમે જ્યારે બહાર નીકળો અથવા બાળકો જ્યારે સાંજના સમયે ગાર્ડનમાં રમવા વિગેરે જાય ખાસ કરીને સાંજના સમયે ત્યારે તેમને બને ત્યાં સુધી આંખી બાંય તેમજ પાયજામા કે પેન્ટ જેવા ખુલ્લા અને આખા વસ્ત્રો પહેરાવો, તેવા વસ્ત્રો પહેરવાથી મચ્છરો તમારા પર સીધો પ્રહાર નહીં કરી શકે.

image source

11. મચ્છરોને પરસેવો તેમજ બેક્ટેરિયા ખુબ પસંદ હોય છે. અને તમે સતત પ્રવૃત્તિશિલ રહેવાથી તમારા પગમાં પણ પરસેવો તેમજ બેક્ટેરિયા રહેતા હોય છે. અને તમારા પગની આ જગ્યા મચ્છરો માટે સ્વર્ગ બની જાય છે. એડેસ એજીપ્તી નામના મચ્છરો કે જે ઝિકા જેવા વાયરસ ફેલાવા માટે જવાબદાર છે તે શરીરના નીચેના ભાગ પર વધારે કરડે છે. માટે તમારે પગમાં લાંબા મોજા પહેરી રાખવા જોઈએ. અથવા તો જો તમે સ્નિકર પહેરતા હોવ તો તે પણ તમારે ઉંચા જ પસંદ કરવા જોઈએ.

12. સાંજના સમયે જો તમે બહાર બેસવા કે ટહેલવા જતા હોવ તો તમારે હળવા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. મચ્છરોને ઘેરા રંગના વસ્ત્રો આકર્ષે છે. માટે બ્લેક, બ્રાઉન, નેવી બ્લુ જેવા વસ્ત્રોથી દૂર રહો અને હળવા ગુલાબી, સફેદ, વાદળી વસ્ત્રો પહેરવા.

મચ્છર દૂર કરવાના સ્થાયી ઉપાય

image source

1. મચ્છરને ઘરથી દૂર રાખવા માટે તમારે આખો દિવસ ઘરના બારી બારણા બંધ રાખવાની જરૂર નથી પણ સાંજના સમયે એટલે કે સુર્યાસ્ત સમયે તમારે ઘરના બારી બારણા બંધ કરી દેવા અને તેને મોડી રાત્રે ખોલવા. સૌથી વધારે મચ્છર આ સમય દરમિયાન જ ઉપદ્રવ મચાવે છે.

2. આ ઉપરાંત દિવસ દરમિયાન તમારા ઘરમાં પુરતો સુર્ય-પ્રકાશ પ્રવેશવા દો. તેનાથી ઘરના ભેજવાળા વિસ્તારમાં તડકો પહોંચશે અને ખૂણાઓમાં મચ્છર ફેલાશે નહીં.

image source

3. તમારી આસપાસ ક્યાંય પણ પાણી ન જમા થવા દો. આવા પાણીથી આસપાસ ભેજ ફેલાય છે જે મચ્છરોની ઉત્પત્તી માટે ઉત્તમ વાતાવરણ હોય છે. જ્યાં ક્યાંય પણ આવા ખાડાઓ હોય તેને માટી વિગેરેથી ભરી દેવા જોઈએ અને તેના પર દવા છાંટી દેવી. અને જો આસપાસ પાણીની ટાંકી હોય તો તેને ઢાંકેલી રાખવી જોઈએ અને તેમાં પણ ક્લોરીનની ટીકડીઓ નાખી રાખવી જોઈએ.

image source

4. આ સિવાય ઘરની આસપાસ, તુલસી, ફુદીનો, અજમા, ગલગોટા, લેવેન્ડર, લેમનગ્રાસ, રોઝમેરી, કેટનીપ, વિગેરેના છોડ લગાવવા જોઈએ તેનાથી પણ મચ્છર દૂર રહે છે, તો બીજીબાજુ નિલગીરી, લીંમડા જેવા વૃક્ષો વાવીને પણ માત્ર તમારા ઘરને જ નહીં પણ તમારી સોસાયટીને પણ મચ્છરના ઉપદ્રવથી બચાવી શકો છો.

5. કોફી પણ તમને મચ્છરથી બચાવી શકે છે. હા, કોફીના પાઉડરને તમારે તમારી આસપાસની જમીન પર છાંટી દેવો અથવા કોફીવાળુ પાણી તમે તમારી આસપાસની જમીન પર છાંટી શકો છો તેમ કરવાથી મચ્છરોની સંખ્યા ઘણી ઘટી જશે. વાસ્તવમાં કોફી મચ્છરોના કીટકોને વિકસવા નથી દેતી. હાલ સંશોધકો કોફી બીજી કઈ રીતે મચ્છરોના ઉપદ્રવને ઘટાડી શકે તે બાબતે સંશોધન કરી રહ્યા છે.

image source

આમ તમે માત્ર મચ્છર દાની કે પછી બજારમાં મળતા કેમિકલવાળા લિક્વીડથી જ મચ્છરોને દૂર નથી રાખી શકતાં પણ ઉપર જણાવેલા કુદરતી તેમજ સુરક્ષિત ઉપાયો અજમાવીને પણ મચ્છરને તમારા ઘરથી દૂર રાખી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ