જાણો વિશ્વના 5 વિશાળ અને જબરજસ્ત માછલીઘર વિશે, જેમાં ખાસ જોજો દુબઇનું કારણકે…

ઘણા ખરા લોકોને એકવેરિયમ એટલે કે માછલીઘરમાં ફરતી અને ઉછળકુદ કરતી માછલીઓને જોવાની ખૂબ મજા આવે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને વિશ્વના 5 સૌથી સુંદર અને જોવાલાયક માછલીઘર વિશે જણાવવાના છીએ. આ માછલીઘર આમ તો અવનવી પ્રજાતિની અને રંગબેરંગી માછલીઓથી જ ભરેલા છે પરંતુ એકવેરિયમની બનાવટ અને અમુક ખાસ વિશેષતાઓને કારણે તે લોકોમાં ખાસ આકર્ષણ ધરાવે છે. તો આ એકવેરિયમની ખાસ વિશેષતાઓ શું શું છે અને અને તે ક્યાં આવેલા છે ? ચાલો જાણીએ વિસ્તારથી.

1). ઓશનોગ્રાફિક એકવેરિયમ, સ્પેન

image source

ઓશનોગ્રાફિક એકવેરિયમને વિશ્વના સૌથી મોટા એકવેરિયમ પૈકી પ્રથમ ક્રમનું માનવામાં આવે છે. એવું પણ મનાય છે કે આ એકવેરિયમમાં સમુદ્રી જીવની 45,000 થી પ્રજાતિઓ જોવા મળે છે.

2). દુબઇ મોલ એકવેરિયમ, દુબઇ

image source

આમ તો દુબઇ આધુનિકતા બાબતે વિશ્વના અનેક દેશોને પાછળ રાખી દે છે. દુબઈના મોલ પણ આધુનિકતા અને વિશાળતાનો પરિચય કરાવે છે. ખાસ કરીને દુબઇ મોલને તો વિશ્વના સૌથી મોટા શોપિંગ મોલ પૈકી એક ગણવામાં આવે છે. આ મોલમાં આવેલા એકવેરિયમમાં અંદાજે 33,000 થી વધુ સમુદ્રી જીવ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ એકવેરિયમમાં શાર્ક માછલી પણ રાખવામાં આવી છે અને એ પણ એક બે નહીં પરંતુ 400 જેટલી શાર્ક. છે ને નવીન.

3). જોર્જીયા એકવેરિયમ, એટલાન્ટા

image source

એટલાન્ટામાં આવેલ જોર્જીયા એકવેરિયમ વિશ્વભરમાં આવેલા સૌથી મોટા એકવેરિયમ પૈકી એક એકવેરિયમ ગણવામાં આવે છે. આ જોર્જીયા એકવેરિયમમાં અંદાજે 1 લાખ થી પણ વધુ જાતિના સમુદ્રી જીવ રાખવામાં આવ્યા છે. મોટા અને જબરજસ્ત આ એકવેરિયમમાં કેલિફોર્નિયા સમુદ્રી સિંહ, વ્હેલ શાર્ક, બેલુગા વ્હેલ અને બોટલનોઝ ડોલ્ફીન વગેરે જોવા મળે છે.

4). તુર્કુઆજુ એકવેરિયમ, તુર્કી

image source

તુર્કુઆજુ એકવેરિયમ તુર્કીના ફોરમ ઇસતંબુલ શોપિંગ મોલમાં સ્થિત છે. આ એકવેરિયમને તુર્કીનું સૌથી મોટું એકવેરિયમ ગણવામાં આવે છે. આ એકવેરિયમમાં તમને અંદાજે 10,000 સમુદ્રી જીવ જોવા મળે છે. એ સિવાય આ એકવેરિયમ એટલું વિશાળ અને સુંદર છે કે તેની એક વખત મુલાકાત લેનાર બીજી વખત પણ મુલાકાત લેવાની ઈચ્છા રાખે છે.

5). ઓકીનાવા ચીરમી એકવેરિયમ, જાપાન

image soucre

ઓકિનાવા ચીરમી એકવેરિયમ જાપાનના ઓશન પાર્કમાં આવેલું છે. આ જાપાનીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ એકવેરિયમમાં શાર્ક, કોરલ વગેરે સમુદ્રી જીવો જોવા મળી જશે. સાથે જ આ એકવેરિયમ બહુ વિશાળ હોવાના કારણે તમને બધા સમુદ્રી જીવ તમારી સાવ નજીક હોય તેવો અનુભવ કરાવે છે.

image source

જો તમારે પણ હરવા ફરવા જવાના પ્લાનમાં આ એકવેરિયમની મુલાકાત લેવાની ઈચ્છા હોય તો તેને પ્લાનમાં એડ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong