જલ્સા કરોને જેંતીલાલ

માઁપા… – પપ્પાનું કામ મમ્મી કરી શકે તો મમ્મીનું કામ પપ્પા કેમ નહિ? સમાજવા જેવી વાર્તા…

અદિતિ, ડોન્ટ વરી બેટા.. આઈ વિલ કમ… મમ્મા ને કાલે ઓફિસ માં મિટિંગ છે ને દીકરા અટલે મમ્મા કોમ્પીટીશન માં નથી આવાની.. બાકી દર વખતે મમ્મા આવે જ છે ને… તારો મૂડ ના સ્પોઈલ કર.. ડૅડ આવશે તારી જોડે.. ફાઇન.. અદિતિ :- ડેડ, મમ્મા, ડોટર કોમ્પિટિશન છે.. ડેડ ક્યાંથી વચ્ચે આવે…

વીર (ડેડ ):- અદિતિ મમ્મા,ડેડી એક સમાન.. માપા… યુ નો બેટા આપડા ઘર માં મમ્મા જ મમ્મા નું કામ કરે, ડેડી જ ડેડી નું કામ કરે એવું તો નથી…. બન્ને મળી ને ઘર સંભાળે છે ને…. અદિતિ :- ઓકે, ડેડ.. હું મારા ટીચર ને વાત કરીશ કે કાલે કોમ્પિટિશન માં મમ્મા નહીં પણ ડેડ આવના છે…. વીર :- યસ, માય ડોટર ..

image source

બીજે દિવસ સવારે વીર અદિતિ ને લઇ ને સ્કૂલે પોહ્ચ્યો…. કોમ્પીટીશન માં સૌ કોઇ સ્ટુડન્ટ સાથે પોત પોતાની મમ્મા જ દેખાતી હતી.. પાપા તો હતા જ નઈ.. કારણકે આ એક કુકીંગ કોમ્પિટિશન હતું… સૌ કોઇ અદિતિ ને અલગ નજર થી નિહાળી રહ્યા હતા, અને હસી પણ રહ્યા હતા… પણ અદિતિ મન થી એકદમ મક્કમ હતી… તેને વીર નો હાથ એકદમ જોરદાર થી પકડ્યો અને સાહસ થી આગળ વધી …

image source

લેટ્સ પ્લે ધ કોમ્પિટિશન… ના અવાજ સાથે કુકીંગ કોમ્પિટશન ચાલુ થઈ … વીર અને જુલી તેની પત્ની કે જેમને બન્ને એ ખૂબ જ સહજતાથી ઘર ની જવાબદારી એક સાથે, એક સરખી રીતે ઉપાડી હતી… જુલી અને વીર બન્ને જોબ કરતા. છતાંય જે પણ કોઇ વેહલું ઘરે આવી જતું તે ઘર ની બધી જ જવાબદારી ઉપાડી લેતું… આથી ઘર થી માંડી ને અદિતિ નું પણ એટલું જ ધ્યાન રખાતું… આ કામ છોકરી નું છે કે આ કામ છોકરાઓ નું છે એ વાત કયારેય તેમના મન માં કે અદિતિ ના મન માં પણ લાવવા લીધી ન હતી… બન્ને હળી મળી ને ઘર સંભાળતા…

image source

કદાચ એટલે જ આજે કુકીંગ કોમ્પીટીશન માં વીર આવ્યો હતો … વીર અને અદિતિ એ થઈ ને ખુબ જ સરસ મજા ની વેજિટેબલ સેન્ડવીચ બનાવી…. અને કોમ્પિટિશન પણ જીતી ગયા….. આથી ટીચર એ અદિતિ અને વીર ને સ્ટેજ પર બોલાવ્યા… અને એવોર્ડ પણ આપ્યો…. અને બન્ને ને સ્પીચ આપવા કહ્યું…

image source

વીર :- ડીઅર ઓલ પેરેન્ટ્સ..,મમ્મી અને પપ્પા એ એક બાળક ના જીવન ના ખુબ જ મહત્વ ના કેરેક્ટર છે. તમે અને જો પેહલે થી જ મમ્મી અને પપ્પા વચ્ચે ના કામ નો ભેદ સમજાવશો તો એ પણ તે રીતે જ વર્તસે.. જમાનો હવે બદલાય રહ્યો છે, જો એક સ્ત્રી પુરુષ સમોવડુ કામ કરી શકતી હોય તો એક પુરુષ સ્ત્રી સમોવડુ કામ ના કરી શકે !!! મોસ્ટલી હવે બધા ના ઘરે પેરેન્ટ્સ જોબ કર્તા જોવા મળે છે.. એમાં પરિસ્થિતિ એવી થાય છે કે બાળક એકલું પડી જાય છે.. પણ જો માતા અને પિતા પોતાના બાળક, ઘર ની એક સમાન રીતે જવાબદારી લેતા થઇ જશે તો એ નોબત કયારેય પણ નઈ આવે…. બન્ને જણા એ એકબીજાને એક સરખો જ સાત સહકાર આપવાનો છે, અને આ જમાના સાથે ચાલવાનું છે… થૅન્ક્સ..કહી ને અદિતિ ને બોલવા કહ્યું…

image source

અદિતિ :- મારા ડેડ જ મારા મમ્મા છે, અને મારા મમ્મા જ મારા ડેડ…. બન્ને એકબીજા નું કામ ખૂબ જ સરળતા થી કરે છે…આઈ એમ પ્રાઉડ ઓફ માય માંપા….. લવ યુ બોથ…. સમાજ માં જો વીર અને જુલી જેવા વ્યક્તિત્વ, અને સમજણ આવી જશે તો સમાજ હવે થી કંઈક અલગ નિખરી આવશે… બરોબર ને મિત્રો???

લેખક : જીનલ ટેલર “”વિહા””

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version