મા વગરનું ગામઃ આ ગામમાં બાળકોને જન્મ આપી માતાઓ જતી રહે છે વિદેશ…

વાત થઈ રહી છે ઇન્ડેનેશિયાના પશ્ચિમમાં આવેલા કેટલાક ગામડાઓની અહીં માતાઓ બાળકોને જન્મ આપીને વિદેશ જતી રહે છે. ના, તમારે કોઈ જ ગેરસમજ કરવાની જરૂર નથી, વાસ્તવમાં અહીંની માતાઓ પોતાના ઘરને ચલાવવા માટે વિદેશ કામ કરવા જતી રહે છે. અને અહીં તેમના બાળકોને તેમના પિતા અથવા કુટુંબીજનો સંભાળે છે. છેને વિચિત્ર વાત. પણ આને તમે કડવું સત્ય પણ કહી શકો. છેવટે તમારે તમારા અસ્તિત્વ માટે રોટલા તો રળવા જ પડે છે.

બસ તો અહીંની માતાઓની પણ આજ મજબુરી છે, કઈ માને વળી પતાના બાળકો છોડીને જવાનું મન થતું હશે ? એ બાળકોને જન્મ આપવાની સાથે સાથે જ તેમના ભરણપોષણની જવાબદારી પણ માતા પર આવી જાય છે અને તેના માટે તેમણે કામ કરવું પડે છે અને વિદેશમાં તેમને કામનું પોતાના દેશની સરખામણીએ વધારે વળતર મળે છે. તો પછી પોતાના કુટુંબને એક બલિદાનથી જો સારું જીવન મળતું હોય તો કઈ મા તેમ નહીં કરે.

દુનિયાના કોઈ પણ ખુણાની જેમ અહીં પણ બાળકોને મા પોતાના પિતા તેમજ પરિવારના ભરોસે છોડીને જાય છે ત્યારે લાગણી ભર્યું દ્રશ્ય સર્જાય છે. કેટલાક બાળકોના તો માતા-પિતા બન્ને વિદેશમાં નોકરી કરે છે. અને આવા બાળકોને અથવા તો પરિવારજનો સંભાળી લે છે અથવા તો તેમના માટેની વિશિષ્ટ શાળામાં તેમના રહેવા, જમવા અને ભણવાની વ્યવસ્થા કરી દેવામાં આવે છે.

જેના માતા-પિતા બન્ને વિદેશ હોય તેવા બાળકોને રાખવા માટેની શાળાઓ અહીંની સ્થાનીક મહિલાઓ તેમજ આ માઇગ્રન્ટ રાઇટ સમૂહો દ્વારા ચલાવવામાં આવે છે. અહીં જે પુરુષો છે તેઓ પોતાના ખેતરોમાં કામ કરે છે અથવા તો ક્યાંક મજૂરીએ જઈને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે જ્યારે મહિલાઓ વિદેશમાં ખાસ કરીને મિડલ ઇસ્ટમાં જઈને લોકોના ઘરના કામ કરીને આજીવિકા મેળવે છે. ઇન્ડેનેશિયાના આ વિસ્તારમાં આ પ્રથા લગભઘ 80ના દાયકામાં શરૂ થઈ હતી.

વિદેશમાં કામ કરવું સહેલું નથી

વિદેશમાં ખાસ કરીને મિડલ ઇસ્ટ એટલે કે ખાડીના દેશોમાં હાઉસ કીપીંગનું કામ કરતાં કર્મચારીઓનું રક્ષણ કરતો કોઈ જ કાયદા અસ્તિત્વમાં ન હોવાથી ઘણીવાર તેમણે અન્યાયનો સામનો કરવો પડે છે અને કેટલીકવાર તો રીતસરની મારપીટ કરવામાં આવે છે અને એટલી હદે વાત પહોંચી જાય છે કે માઓ અહીંથી હસતા મોઢે જાય છે અને પાછો તેનો મૃતદેહ આવે છે.

શારીરિક શોષણ પણ કરવામાં આવે છે

ઘણીવાર આ સ્ત્રીઓ સાથે નોકરીના નામે છેતર પીંડી કરવામાં આવે છે. કેટલાક પાસે મહિનાઓ સુધી કામ કરાવવામાં આવે છે પણ સામે વળતર આપવામાં નથી આવતું તો વળી કેટલાકનું યૌન શોષણ કરવામાં આવે છે. અને કદાચ તે કારણસરસ જ અહીંના બાળકોના દેખાવમાં વૈવિધ્ય જોવા મળે છે.

એવી જ એક છોકરી છે ફાતિમા તે અહીંના અન્ય બાળકોથી અલગ લાગે છે અને તેને લોકો ટીકી-ટીકીને જોઈ રહે છે. કેટલાક તેની સુંદરતાના વખાણ કરે છે તો કેટલાક તેને પોતાની જેવી નહીં દેખાવાના કરાણે ચીડવે છે. તેણીએ તેના પિતાને ક્યારેય નથી જોયા પણ તે અવારનવારતેને પૈસા મોકલે છે. પણ તેના પિતાના મૃત્યુ બાદ તેઓ ફરી કપરી સ્થિતોમાં આવી ગયા છે. તેની માતા આજે પણ કોઈ અરબી દેશમાં નોકરી કરે છે.

આવા સંજોગોમાંથી ઘણા બધા પરિણામો ઉદ્ભવે છે. પહેલું તો એ બાળકો પોતાની માતાને ઓળખતા નથી. માતાઓ નજીક ન રહેવાથી તેમની પોતાની માતા પ્રત્યેની લાગણીઓ પણ ઉંડી નથી હોતી. પણ તેમને જે પાળી પોષીને મોટા કરે છે તેમના પ્રત્યે તેમની લાગણી વધારે ઉંડી હોય છે.

(તસ્વીરો પ્રતિકાત્મક છે)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ