મા તું પણ પત્ની હતી – એક મા પોતાના દિકરા વહુને ખુશ રાખવા કરી રહી છે બનતી કોશિશ પણ…

સંજય ના લગ્ન ધામ ધૂમ થી કરાવ્યા ઘરમાં બધા ખુશ એકના એક દીકરાના લગ્ન ઓહો!!! કાકાએ તો જલસો પાડી દિધો ગામમાં બધા જ કાકા ને કહે તમારી વાત ના થાય કાકા!!!અને મંજુ બા હરખ ઘેલા થઇ બોલે તો!! નાજ થાયને??મારે ક્યાં બે ચાર છોકરા છે તો પાછળ વિચારવાનું મારે તો મારો સંજુ જ છેને!!!


મારે તો વહુ પણ એકજ એટલે એને પણ પંદર તોલા સોનુ ચડાવ્યું !!!મારે કઈ પાંચ છો વહુ છે તો ચિંતા મારે તો મારો સંજુ અને એની વહુ એજ બે મારા અને મંજુ કાકી નો હરખ ગામમાં બધાને દેખાય મંજુ કાકી એ એમનું બધુજ વહુને આપી દીધું મારે પહેરી કઈ જવાનું મારી વહુ પહેરશે એ મારી દીકરી જ છે અને રિયા વહુ ઘરમાં આવ્યા કાકી એ વહુને આખું ઘર બતાવ્યું આ બધું તારુજ છે બેટા તુજ એની માલિક અને તારેજ સમભાળવાનું અને કાકી પોતાનાકામે લાગી જાય છે

કેટલું નિખાલસ મન મંજુ બાનું !!!અને વહુ પણ સાસુ સસરા અને સંજય જોડે બરાબર હળી મળી જાય છે રિયા કામ કરે કે ના કરે મંજુ બા બધું કામ કરે રિયા ઘણી વાર તો ખાલી ટીવી જોતી હોય પણ મંજુ બા કઈ ના બોલે નાની છે શીખી જશે જવાબદારી આવશે એટલે કાકા દુકાને બેસે અને સંજય પણ કાકાની દુકાન સંભાળે એટલે બેય બાપ બેટા સવારે નીકળી જાય અને સાંજે આવે ત્યાં સુધી સાસુ વહુ એકલા એકલા આમ ઘણો વખત ચાલ્યું પણ રિયાને હવે ઘરમાં ને ઘરમાં અકળામણ થવા લાગી અને એનું મોઢું પડેલું રહેતું એટલે મંજુબા ને એમ કે મારાથી કઈ બોલાયું હશે કે રિયાને ખોટું લાગ્યું હશે


અને બા કઈ પૂછ્યા વગર મનમાં ને મનમાં મુજાતા એટલે એક દિવસ બા સંજય ને કહે બેટા તું સાંજે થોડો વહેલો આવ અને વહુ ને કઈ બહાર લઇ જા એનું મન થૉડું હળવું થાય કેમ માં???? કોઈ પ્રોબેલમ છે????ના ના બેટા એ ઘરમાં કંટાળી જાય આખો દિવસ એ શું કરે ???? અને હજી એને લગ્ન કરે છ મહિના થયા છે ક્યાં?? વરસ દી થયા છે અને સંજય રિયાને ખુશ કરવા થોડો વહેલો આવવા લાગ્યો અને રિયા સંજય ની રાહ જોઈ તૈયાર થઇ બેઠી હોય અને મંજુબા પોતાના દીકરા માટે તૈયાર થયેલી વહુ ને જોઈ ખુશ થતા.


મંજુબાને કોઈ સ્વાર્થ નહતો એનેતો બસ વહુ ને દીકરો ખુશ રહે એજ બસ બીજું કઈ જોઈ તું નથી અને હવે આ રોજનો નિયમ જ બની ગયો મંજુ બા ઘરનું બધું કામ કરે અને વહુ દીકરાને લઇ ફરવા જાય પણ એક દિવસ દુકાન માં ઘરાકી વધારે હોય સંજુ ઘરે વહેલો નથી પહોચી શકતો અને સંજય જેવો ઘરે આવે છે એવી રિયા રીતસર એના ઉપર કોઈ ગુનો કર્યો હોય તેમ તુટી પડે છે કાકા રિયાનું આ રૂપ જોઈ ડઘાઈ જાય છે પણ મંજુબા ઈશારો કરે છે કઈ ના બોલો નાદાન છે છોકરું છે !!!પણ રિયાનું સંજય પર ગુસ્સે થવું એ સંજય સહન નથી કરી શકતો અને બીજે દિવસે સવારે ઓફિસ જવા નીકળે છે ત્યારે મંજુબા એને કહે છે બેટા આજે વહેલો આવજે ભલે ઘરાકી હોય એ તારા પપ્પા પતાવશે પણ તું વહેલો આવજે અને વહુને બહાર લઇ જજે થોડી ખુશ થાય…


અને ત્યાંજ સંજય માને કહે છે માં !!!તે બવ કર્યું કેટલું કરેશે તું બધા માટે !!!!માં એ આજકાલની આવેલી છે અને હું 30 વર્ષ થી તને ઓળખું છુ માં!!! મને યાદ નથી કે પપ્પા એ ક્યારેય દુકાનેથી વહેલા આવી તને કોઈ દી બહાર લઇ ગયા હોય માં હું નાનો હતો ત્યારે તું મને બહાર એકલો એકલો લઇ જતી પપ્પા કોઈ ખાસ પ્રસંગ સિવાય ક્યારેય તેમણે તારા માટે ટાઈમ કાઢ્યો હોય એવું તને યાદ છે માં!!!!!


માં આપણી સરકારી નોકરી નથી કે પપ્પા રીટાયડ થશે !!!માં આપણી દુકાન છે જેના પર આપણું ઘર ચાલે છે માં એ નોકરોના ભરોસે ના મૂકી અવાય માં જેમ રિયાનો પતિ એટલે હું આખો દિવસ દુકાને રહું છુ તો શું તારો પતિ નથી રેહતો માં દુકાને આખો દિવસ માં તેતો ક્યારેય આવો બળવો ના કર્યો અને મંજુ બેનની આંખ માંથી દળ દળ જેવા આસુંડા બહાર આવે છે અને દીકરાને માથે હાથ ફેરવી કહે છે


“મારો દીકરો આવડો મોટો થઇ ગયો કે માંની વેદના ને સમજતો થયો ” અને ત્યાંજ દીકરાની આંખમાંથી આશું આવી જાય છે અને કહે છે ” માં” મને રિયા બીજી મળી જાય પણ મને મારી માં બીજી ના મળે માં મેં તને જોઈ છે અનુભવી છે જીંદગી સામે લડતાં અને આજે જયારે મારો વારો આવ્યો હોય ત્યારે હું સ્વાર્થી ના બની શકું માં!!!!!

માં તું કરુણાની મૂર્તિ છે તારે વહુ દીકરા પાસે કઈ જોઈતુ નથી તારા જેવી માં અને તારા જેવી સાસુ ભાગ્ય શાળી ને મળે હું ખરેખર નસીબદાર છું કે તું મારી માં છે અને ત્યાંજ રિયા આબધું સાંભળતી હતી અને પોતાની ભૂલ સમજતા એ પણ મંજુ બાને આવી ગળે વળગી પડે છે અને કહે હું પણ નસીબદાર છું મને પણ આવી માં મળી આજથી તમે મારી સાસુ નહી મારી માં છો


રિયા સંજુ ને કહે છે હવે તમે દુકાને ધ્યાન આપજો હું બા ને લઇ બધે ફરીશ કેમ એક દીકરી માં ને લઇ ફરવા ના જઇ શકે ??? અને મંજુ બા દીકરા વહુ નું કપાળ ચૂમે છે અને કહે છે હું ધન્ય થઇ બેટા તમારા જેવા બાળકો મેળવી અને સંજુ જાણે માથા ઉપરથી મોટો ભાર ઉતરી ગયો હોય તેમ એક દમ હળવો થઇ દુકાને જાય છે અને રિયા અને મંજુબા આજે ક્યાં જઈશું એનો પ્લાન બનાવે છે.

મને લાગે છે કે આવનાર દીકરી ને સમય આપવો જોઈએ એની લાગણી ને સમજવી જોઈએ તો જ એ સ્ત્રી તમારું દિલ જીતી શકે મને એવું લાગે છે આ વાત બધાજ એકના એક દીકરા વાળા ને લાગુ પડે છે અને બધી માં મંજુ બાજ હોય છે બસ ફર્ક ખાલી સામે વળી વ્યક્તિ ને સમજવાનો છે


જેમ મંજુ બા વહુને સમજ્યા અને દીકરો પણ માંની લાગણી ને સમજ્યો જો આવું બધાજ કરતા થઇ જાય તો મને નથી લાગતું કે કોઈ માં બાપ ને પોતાના દીકરાથી કે દીકરાને પોતાના માં બાપથી અલગ થવું પડે. ભગવાન સૌ ને મંજુબા જેવી સાસુ અને સાસુને રિયા અને સંજુ જેવા બાળકો આપે.

હેપ્પી ફેમિલિ …હેલ્થી ફેમિલી.

લેખક : નયના નરેશ પટેલ.

તમે શું માનો છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ