મા અને દિકરી – બાળકો શાળાએ ગાડીમાં જતા હોય કે પછી તમે મુકવા જતા હોવ આટલી તકેદારી તો રાખવી જ રહી…

…ટન..!!!. ટન.. !!ટન..!!!! સ્કૂલનો છૂટવાનો બેલ વાગતા જ પંખીડાંના કલબલાટ જેવો શોરબકોર ગુંજી ઉઠ્યો. સ્કૂલના પ્રાંગણમાં ખળખળ વહેતા ઝરણાંની માફક એક આખો સમૂહ ખીલખીલાટ કરતો… નીકળવા લાગ્યો..એ..ય ને મજાના પોતાની મસ્તીમાં મસ્ત એક જ સરખા યુનિફોર્મમાં અને બાળસહજ નિર્દોષતા પણ યુનિફોર્મિક.. કેવા મજાના લાગતાં હતાં જાણે હવાની લહેરોમાં લહેરાતાં,એક જ કલરના પતંગિયા !! રેગ્યુલર સમય પ્રમાણે, કોઈ સ્કૂલ બસમાં તો કોઈ રીક્ષામાં કોઈ વેનમાં તો કોઈ પ્રાઇવેટ વાહનોમાં.. એકબીજાની ઠઠ્ઠા મશ્કરી કરતાં સૌ ગોઠવાવા લાગ્યા..


એક ખૂણામાં ઊભેલી નિવ્યાને લેવા એની મોમ આવે.. પણ, આજે બધાને લેવા સૌ કોઈ રાબેતા મુજબ આવ્યા.. અને નિવ્યા એ જોયું.. મોસ્ટ ઓફ બધા જ જતાં રહ્યાં હતાં , બાકી હતા તે પણ જઈ રહ્યા હતાં.. પણ, મોમ દેખાતી નથી !! હવે તો , બધા સર ને મેડમ પણ, જતાં દેખાય છે. પ્યુન્સ પણ,.. કોઈ કોઈ સર અને મેડમે પુચ્છા પણ કરી,.. Hey, Nivya !! Any problem ??? નિવ્યા બધાને… No, sir!! No, ma’am ! It’s ok Thanks..

આમ આન્સર આપતી, નિવ્યા થોડે દૂર પગે ચાલતી થઈ..જ્યાં મોમ પહેલા જોઈ લે.. કે દીકરી ત્યાં છે કે નહીં ?? નહિતર સ્કૂલના ગેટ પાસે જ આવે એવું બન્ને માદિકરીએ નક્કી કરેલું… પછી એ ઊભી રહી ગઈ !! કેમકે એ નાની હતી પણ, એને એટલી ખબર પડતી હતી કે પોતાનું ઘર એટલું દૂર છે કે.. ચાલીને જવું પોસીબલ નથી.મોમ આવશે જ, નહિતર ..??


મોમ ને ક્યારેક થોડું ઘણું લેટ થતું, તો નિવ્યા ને સમજાવ્યું હતું કે એણે મમ્માની રાહ જોવી.. ક્યાંય જવું નહિ.. મમ્મા ન આવે તો ડેડી આવી જ જાય .. !!

જોબ કરતી દિપ્તીએ પોતાની દીકરીને કહી રાખ્યું હતું કે મમ્મી નહિ આવી શકે એમ હોય ત્યારે ડેડીને મોકલી જ દે..! દિપ્તીએ નિવ્યાને ખૂબ જ સમજદારીથી પરિસ્થિતિને હેન્ડલ કરતાં શીખવાડ્યું હતું. પણ, આજે એવું બન્યું કે નિવ્યા ને લેવા મોમ ન આવી કે ડેડ પણ ન આવ્યા !! હવે, નિવ્યા .. આગળ વધવાને બદલે સ્કૂલની બહાર જ્યાં ગેટ પાસે ઊભી રહેતી , ત્યાં જ આવીને ફરીથી ઊભી ગઈ..!

તે રાહ જોવા લાગી. એને એકલી ઊભેલી જોઈ, એક બદમાશની દાનત બગડી.. !! એ ખૂબ જ મીઠાશથી પૂછવા લાગ્યો, ” કેમ બેટા, તને હજુ કોઈ લેવા નથી આવ્યું.. ?? નિવ્યા એ એના સામે જોયું.. ” ચહેરો તો , અજાણ્યો હતો.. પણ, અવાજ એવો સારો લાગ્યો કે જાણે પોતાના જ અંકલ કેમ હોય ?? નિવ્યા એ ધારી ધારીને જોયું તો એ અંકલ, ખૂબ પ્રેમથી એના સામે જોઈ રહ્યા હતા.. જાણે કે નિવ્યાની ચિંતા એને થતી હોય !!


એણે હજુ વધુ મીઠાશ થી કહ્યું, ” હું તારા પેરેન્ટ્સને ઓળખું છું. ચાલ તને ઘરે મૂકી જઈશ. અહીં ઊભું ન રહેવાય !!” નિવ્યા બોલી, “નો, નો, થેન્ક્સ અંકલ, મારી મોમ આવતી જ હશે !!” પેલા બદમાશે વધુ નમ્ર બની કહ્યું, ” કેવી ડાહી છો ?? મને તો તારા જેવી છોકરી બઉ વ્હાલી લાગે !! You are very pretty !!”

નિવ્યા ને આ ગમ્યું.એણે એ અંકલ સામે સ્માઈલ કર્યું. પેલા બદમાશની હિમ્મત વધી ગઈ, જાણે કે ઝાળ માં માછલી ફસાવવી હોય એવી ધીરજથી એણે ચાલ બિછાવવા નું શરૂ કર્યું.. એ ખૂબ નરમાશથી કહે, ” વાહ, તું તો ડાહી ની સાથે સાથે સ્માર્ટ પણ છો.. મેં આવવાનું કહ્યું તો તરત જ તે ના પાડી દીધી.પણ, હવે તને સાચેસાચું કહી દવ ??” નિવ્યએ પોતાની ભરપૂર નિર્દોષતા ભરી આંખો થી અંકલ સામે જોતાં જોતાં હકારમાં માથું હલાવ્યું..


હવે, એ બદમાશે, એકદમ અવાજમાં અપનાપન લાવી કહ્યું, ” અરે ! મમ્માએ જ મને મોકલ્યો છે … આપને લેવા માટે.. ચાલો હું ઘરે લઈ જવા તો આવ્યો છું !!” નિવ્યા ને મમ્મા એ કહેલું યાદ આવ્યુ અને પેલી સ્ટોરી પણ…. બકરી ચરવા જાય ત્યારે બચ્ચાને ઘર અંદરથી ડોર બન્ધ રાખવાનું કહે છે.

પછીવરુ, શિયાળ કે સિંહ આવે તો ય ન ખોલવાનું પણ, માં આવી ને કહે.. ગોળ કેરી ભીતલડી ને શેલડી એ ઘર છજ્જા ખોલો રે …..બચ્ચા તમારી માં આવી..!! એમ બોલે તો જ દરવાજો ખોલવાનો.. નિવ્યાને પણ, યાદ આવ્યું .. મમ્મા એ કીધેલી ટ્રીક.. કોડવર્ડ વાળી…એણે કહ્યું, ” OK !! અંકલ !, આપણો કોડવર્ડ બોલો…!!”


પેલા બદમાશ માટે આ નવું હતું.. એ .. ગેં..ગેં..ફેં..ફેં.. થઈ ગયો. અરે એ તો મને મમ્મા બતાવતાં જ ભૂલી ગઈ.. ચાલો ચાલો આજે આપણે ઘરે જઈ ને પૂછી લેશું.. ચાલો.. ” નિવ્યાને મમ્માએ આપેલી ઇન્સ્ટ્રકસન યાદ આવી. ” જો દીકરા હું કે ડેડી, તને લેવા ન આવીએ અને કોઈ બીજા ને મોકલીશ તો .. એને કોડવર્ડ આપીશ.. કોડવર્ડ ન હોય તો એને મમ્માએ ન જ મોકલ્યો હોય એમ તારે સમજી જવાનું !!”

નિર્દોષ નિવ્યા, સમજદાર હતી. હવે એ એલર્ટ બની ગઈ.. એણે એકદમ થી જ કહી દીધું.. ” કોડવર્ડ નહિ તો.. હું આવું નહિ !!” પેલા બદમાશને હાથમાં આવતું પંખી છટકી જતું લાગ્યું.. એ આગળ કઈ બોલવા જાય તે પહેલાં જ … મમ્માએ શિખવાડેલી ટ્રિક મુજબ , ટ્રાફિકમાં આવતાં વાહનો સામે જોઈ ને એમ જ મોટેથી , નિવ્યા બોલી, ” એ મમ્મા… આવતી લાગે છે…!”


….આ સાંભળતા જ પેલો બદમાશ ભાગ્યો.. ત્યાં જ દિપ્તીએ નિવ્યા પાસે એક્ટિવા ઊભું રાખ્યું ને બોલી,,.. ” સોરી, બચ્ચા, મમ્મા ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી.. આવતી રે દિકલી…!”

નિવ્યા એ જે બન્યું એ .. ડિટ્ટો ટૂ ડિટ્ટો.. વાત કહી દીધી.. દિપ્તીની આંખો ભરાઈ આવી … પણ, મનોમન ભગવાનનો આભાર માનતા .. દિપ્તીએ નિવ્યા ને શાબાશી આપી..! સાંજે , દિપ્તી નો પતિ આકાશ આવ્યો . તેણે પણ આ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો. આકાશે દિપ્તીની કુશળતા પર ગૌરવ થયું નિવ્યાને એપ્રિસીએટ કરવા માટે એં બન્ને એ એને સરપ્રાઈઝ ટ્રિટ..આપી..


( એને ગમતી હોટેલમાં જમાડી, રાઇડ્સ માં બેસાડી ને ગિફ્ટસ પણ આપી )…. ને વધુ મજબૂત સુરક્ષાના પાઠ ભણાવ્યા.. એનો ઉત્સાહ અને હિમ્મત વધાર્યા. અને.. સાથે સાથે આકાશે ખાનગીમાં દિપ્તીને પણ મસ્ત ટ્રિટ આપી..( સરપ્રાઈઝ ટ્રીટ ) કેમ કે હોંશિયાર મોમ પોતાની દીકરીને સ્માર્ટ, જો બનાવી રહી છે !!

લેખક : દક્ષા રમેશ

આ વાર્તા સ્કુલ ચાલુ થાય એ પહેલા દરેક માતા પિતા સુધી પહોચવી જોઈએ, જેથી તેમના બાળકોની સેફટી જળવાઈ રહે…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ