જલ્સા કરોને જેંતીલાલ

મા એમાં મારો શું વાંક – પિતાને તેના પુત્ર દ્વારા પૂછવામાં આવેલ સવાલ, પિતાને ભાવુક કરી દે છે…

એક નાનકડું ગામ એમાં રાવજી કાકા નો પરિવાર એકદમ સુખી ઘરમાં ઘી દૂધની નદિયો વહે ગામડા ની કહેવત પ્રમાણે એટલું સુખી કુટુંબ અને રાવજી કાકાની આખા ગામમાં સારી છાપ એટલે બધા એમને માન થી બોલાવે અને એમને બે દીકરા એ પણ કાકા જેવા દયાળુ અને સરળ અને બધાને મદદ કરે તેવા અને તેમને એકજ દીકરી. દીકરી એટલે કાકાનો વાલનો દરિયો પડ્યો બોલ ઝીલે બધા ભાઈયોની પણ લાડકી એને ઘરકામ કરેલુંજ નહી બસ 15 વર્ષની થઇ ત્યાં શુધી તો ભણવાનું અને રમવાનું રાખ્યું અને કામ માં કોઈ કામ કહે એટલે કાકા કહે તમે બધા છોને!!!એને કેમ કામ આપો છો ??//અને શારદા કાકી કહે તમે આ છોકરી ને કઈ શીખવાડવા દેતા નથી પણ તમને એજ અઘરું પડશે કોઈ મેણું મારશે આને કઈ આવડતું નથી.


પણ કાકા એ એને કંઇજ કામ ના કરવા દે ઘર માં બે ભાભી એ પણ લાડ લડાવે અને કહે સાસરે જઇ કરવાનુંજ છે ને શીખશે એમને ત્યાં જઇ અને આજે આ વાહલનો દરિયો એટલે રતન મોટી થઇ એટલે 17 પુરા કર્યા ત્યાંજ કાકાને એના માટે માગા આવ્યા અને એકજ વાતમાં તો રતનનું નક્કી કરી નાખ્યું કાકા કહે ઘર સારું છે છોકરો વકીલ નું ભણેલો છે અને એની જમીન બવ છે એટલે આજ ઘર બરાબર મારા મોભા પ્રમાણે છે અને રતન નું લગ્ન ધામ ધૂમથી કરી નાખ્યું ગામમાં વાહ વાહ થઇ કે રાવજીકાકા એ દીકરીના લગ્નમાં બવ ખર્ચ કર્યો અને દીકરીને આપ્યું પણ બવ અને દીકરી સાસરે આવી પતિ સિવાય બધાજ નવા ચેહરા પહેલાના જમાનામાં સાસુ કે નણંદ જોવા ના જાય એટલે એ બધાને પેહલી વાર જોયા રતન બધાને ના ગમી ભાઈ પ્રમાણે નથી અને સાસુ એ કહ્યું કે ‘રાજાને ગમી રાણી છાણાં વિણતા આણી’ એટલે છોકરાને ગમે છે એટલે કઈ બોલવાનું નહીં..


પછી સરુ થાય છે રતનનો ઘર સંસાર અને થોડાક દિવસ બધું બરાબર ચાલે છે પણ મૂળ વાત એને ખાવા બનાવતા આવડે નહી એટલે સાસુ રોજ ટોના મારે તારી માં એ કઈ શીખવાડ્યું નથી અને લગ્નના 6 માસ થયા અને રોજનો કકળાટ ચાલુ થયો અને રતન ને એના ઘરે પાછી મૂકી આવો એવી વાત ચાલી અને જેવી રાવજી કાકા ને ખબર પડી કે મારી દીકરીને પાછી મૂકી જવાની વાત કરે છે ત્યાંજ કાકા જાતે જઈ પોતાની લાડકીને લઇ આવ્યા અને હવે વટ નો સવાલ એ બધું શિખીને જ આવશે નહિ તો તમારે ત્યાં નહી આવે અને આ બાજુ રતન આવી તો ગઇ પણ એને બે માસનો ગર્ભ હતો એટલે કાકાએ વટ માંજ કહી દિધું અરે મારી દીકરી ને પાલવું અને એના છોકરાને પણ એટલે હિમ્મત છે મારામાં !!!!!અને આ બાજુ એના સાસરી વાળા રાહ જોતાં હતા કે એ ના આવે અને છુટું કરાવી દઈએ અને એવુજ થયું એમણે એને ના તેડાવી અને છુટું કરી દીધું …


હવે રતન પુરા મહિને બાબા ને જન્મ આપે છે અને રાવજીકાકા ના ઘરમાં બધા ખુશ કારણકે એમના મોટા દીકરાને લગ્ન કરે 6 વર્ષ થયા છે અને બાળક નથી એટલે એ મોટો ભાઈ બાળક ની જવાબદારી લઇ લે છે અને બાળક મામા મામી પાસેજ રહી મોટું થાયછે એ 2 વર્ષનું થાય છે ત્યાંજ રતનની બીજી વાતો આવે છે અને એને ફરી ફુલહાર કરવા તૈયાર કરે છે અને કાકા કહે બેટા તું તારે પરણી સાસરે જા તારા દીકરાની જવાબદારી મારી અને રતનનું ફરી નક્કી કરી ફુલ હાર કરી સાસરે મોકલે છે આ બાજુ એનો દીકરો શ્યામ મોટો થાય છે મોસાળ માં અને એના બાપ એકવાર પણ એને જોવા આવતા નથી ભલે છુટું થયું પણ દીકરો તો મારો છે હું જોઈ આવું પણ એવું કંઇજ થતું નથી અને વકીલ સાહેબ બીજું લગ્ન કરે છે એટલે રતનનું પણ બીજે લગ્ન અને વકીલ સાહેબ જ્યાંથી છુટું થયું તે શ્યામ ના બાપા એમનું પણ બીજું લગ્ન એટલે તેમનું પહેલું સંતાન શ્યામ એના માતા પિતા બેય લગ્ન કરી લે છે અને શ્યામ મામા પાસે રહી મોટો થાય મામા ને બાળકો નથી ત્યાં શુધી સારું રાખે છે પણ જેવા તેમના બાળકો થયા છે તેવોજ આ શ્યામને હોસ્ટેલ માં ભણવા મૂકી દે છે.


નાનકડો શ્યામ 8 માં ધોરણ થી હોસ્ટેલ માં રહે અને ભણે છે મામા ક્યારેક ખબર લે છે દાદા હવે રહ્યા નથી દાદી પણ નથી અને માં કયારેય જોવા આવતી નથી કારણ એ જે ભાઈને પરણી ને ગઈ ત્યાં એને પણ 3 સંતાન થયા છે એટલે એ શ્યામને ક્યારેય મળવા જતી નથી આબાજુ શ્યામ 10 માં ધોરણ માં આવે છે અને સારા માર્ક લાવે છે એટલે એને ક્રિસ્ટી લોકોની સ્કૂલમાં 11 સાયન્સ માં એડમિશન મળે છે અને એ ત્યાં બાર ધોરણ ભણે છે અને સારા માર્ક શાથે 12 પાસ કરી આર્યુવેદીક ડોકટર બને છે માં બાપ ના પ્રેમ વગર અને નાનપણ થીજ દુઃખો વેઠી મોટો થાય છે અને મામા નો ખુબ સપોટ મળે છે મામા એ એના ખર્ચ ને પૂરો કર્યો અને એને સપોટ પણ કર્યો અરે સારી છોકરી ગોતી લગ્ન પણ કરાવી દીધું અને આજે ડોકટર શ્યામ એક દીકરાનો બાપ છે.

એક દિવસ અચાનક એનો દીકરો જે 6 વર્ષનો છે તે પૂછે છે મારા દાદા ક્યાં છે અને બા ક્યાં છે અને બધા ના બા દાદા આવે છે મારા કેમ નથી આવતા મને લેવા અને શ્યામ ત્યાંજ ગળ ગળો થઇ જાય છે અને કહે છે કે મારા માતા અને પિતા મને છોડી ને બીજે લગ્ન કરી પોતાના સંસાર માં બીજી છે એ લોકો એ આજ સુધી મને ક્યારેય યાદ કર્યો નથી હું હોસ્ટેલમાં રહી મોટો થયો મને અનાથ સમજી ખ્રિસ્તી લોકોએ તેમની સ્કૂલ માં ભણાવ્યો છે અને હું મહેનત કરી અહીં શુધી આવ્યો છુ મારા માતા પિતા છે અને નથી એવું સમજ હું તને દાદા દાદી નહી આપી શકું હુંજ મારા નાના પાસે મોટો થયો છુ મને ક્યારેય એમનો પ્રેમ નથી મળ્યો તો તને બા દાદા નો પ્રેમ ક્યાંથી લાવી આપું..અને ત્યાંજ શ્યામ નો દીકરો બોલે છે … પાપા તમારી શું ભૂલ હતી કે બા દાદા તમને છોડી ગયા. અને શ્યામ શૂન્ય મસ્ક થઇ જાય છે અને મનમાં એજ વિચારે છે ” માં મારી શું ભૂલ હતી “
ઘણા બધા લગ્ન તૂટવાના કારણ અહમ નો ટકરાવ હોય છે પણ આપણે કયારેય એવો વિચાર નથી કરતા કે એમાં આપણે આપણાં બાળકનું જીવન દાવ પર લાગે છે અને બાળક છતાં માં બાપે અનાથ જેવી જિંદગી જીવે છે લાચાર અને લોકોનો ઓસીયાળો થઈ જીવે છે માટે લગ્ન તોડતા પેહલા 100 વાર વિચાર કરજો કે તમે તમાંરા બાળકને અન્યાય તો નથી કરી રહ્યા ને . એમાં એનો શું વાંક..

લેખક : નયના નરેશ પટેલ.

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

Exit mobile version