મૃત્યુના મુખેથી પાછા ફરતા અમિત વૈદ્યની પ્રેરણાદાયી જીવન યાત્રા

મૃત્યુથી જીવન તરફની સફર

જ્યાં સુધી કેન્સરનું નિદાન ન થયું ત્યાં સુધી આર્થિક તેમજ વ્યવસાયી રીતે સમૃદ્ધ અમિત વૈદ્યનું જીવન જાણે કોઈ સ્વપ્ન સમાન હતું.

અમિત વૈદ્યનું જીવન સંપૂર્ણ અમેરિકન સ્વપ્ન જેવું હતું. એક ગુજરાતી, યુએસમાંજન્મેલા અને ઉછરેલાઅમિતેઅર્થશાસ્ત્રમાંપીએચ.ડી કર્યું છે, તેણે એન્ટરટેઇનમેન્ટઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ ડીપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. “મારીંજીવનશૈલી અત્યંત પ્રવૃત્તિશીલ હતી પણ સ્વસ્થ નહોતી કારણ કે હું એક ઓવરઅચિવર હતો,” તેમ અમિત વૈદ્ય જણાવે છે. તેમનું સ્વપ્ન ત્યારે ભંગ થયું જ્યારે તેમના પિતાના મૃત્યુના કેટલાક મહિના બાદ તેમને કેન્સર છે તેવું નિદાન થયું. તેઓ ગેસ્ટ્રીકકેન્સરના ફર્સ્ટ સ્ટેજ પર હતા. “માત્ર 27 વર્ષની ઉંમરે હું ઘણો ઉંચે પહોંચી ગયો હોવાથી અહીંથી નીચે પટકાવવું તે મારા માટે અત્યંત મુશ્કેલ હતું.”

તેમને સર્જરી ન કરાવવાનો નિર્ણય લીધો હોવાથી તે ન્યુયોર્કમાં“એગ્રેસીવકેમોરેડિયેશન”કરાવા માટે ગયા. વર્ષ બાદ તે રિમિશન માટે ગયા. બે મહિનામાં તેમને જ્યારે રીકરવી આવી ત્યારે તેમની માતાને ત્રીજા સ્તરનું બ્રેઇનટ્યુમરનું નિદાન થયું. “તેણી માટે કશું જ કામ ન કર્યું અને મારે તેમને પણ ગુમાવવા પડ્યા. દૂર વિદેશમાં, એકનું એક સંતાન હોવાથી મને ખુબ જ એકલતા લાગી અને 18 મહિના પછી ફરી મારું કેન્સર પાછું આવ્યું. આ વખતે મને લિવરમાં કેન્સર હતું. 2011માં નવ મહિના બાદ, રીપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું કે હું મારી સારવારને રિસ્પોન્ડ નથી કરતો અને કેન્સર ફેફસા સુધી ફેલાઈ ગયું છે,” તેમણે ભાવુક થતાં કહ્યું.

ડોક્ટરોએઅમિતને કહ્યું કે તેનું જીવન પણ હવે લાંબુ નથી. “મારા મિત્રો પર બોજો ન નાખવા માટે મેં જ મારી અંતિમ વિધિનું આયોજન કરવા માંડ્યું. મૃત્યુનો સામનો કરવો તે મારા માટે અઘરું નહોતું કારણ કે મેં મૃત્યુ જોયા હતા. જે રીતે મારી માતાએ મૃત્યુનો સામનો કર્યો હતો તે જોઈ મારામાં પણ મૃત્યુનો સામનો કરવાની હિમ્મત આવી હતી. સિનેમામાં હોય તેમ મેં પણ વિચાર્યું કે મૃત્યુ બાદ હું મારા માતાપિતાને મળી શકીશ. હું આત્મવિનાશના રસ્તા પર ચાલી નીકળ્યો હતો કારણ કે મારી પાસે જીવવાનું કંઈ કારણ જ નહોતું,” અમિત કહે છે.

તેઓ આગળ જણાવે છે, “મારી અંતિમ વિધિની અને છેલ્લી ક્ષણોની તૈયારી કરી હું એકવાર ભારત જવા માગતો હતો. હું એક બોલીવૂડ ફેન હોવાથી મારે એક સિનેમેટિક ટચ જોઈતો હતો કે હું મરતાં પહેલાં ત્યાં મારા બાકીનાકુટુંબીજનોને મળું.”

તરત જ તેમણે ભારતની એક ટ્રીપનું આયોજન કર્યું. “મારામાંનો એક ભાગ એવું વિચારતો હતો કે હું ભારતની જમીન પર પગ મુકુ તે પહેલાં જ મૃત્યુ પામીશ. એક વિરોધાભાસ હતો કે મારા માતાપિતા અહીં ભારતમાં જન્મ્યા તેમણે યુએસને પોતાનું ઘર બનાવ્યું અને ત્યાં જ મૃત્યુ પામ્યા. અને, હું જે યુએસમાં રહ્યો, અને અહીં ભારતમાં મરીશ! જાણે કોઈ ચક્ર સમજી લો.”

તેની પોતાના કુટુંબીજનો સાથેની મુલાકાત ખુબ જ ભાવનાત્મક રહી, પણ “તેમની પણ પોતાની કેટલીક તકલીફો હોય, તેમને જ્યારે મારી બિમારીની ખબર પડી ત્યારે તેમને પણ આઘાત લાગ્યો. બારણા બંધ થઈ ગયા, ફરી હું મારી જાત પર હતો,”અમિતે કહ્યું.

“જ્યારે હું દિલ્હીમાં મારા એક મિત્રને ત્યાં રહ્યો ત્યારે મને કોઈ વૈકલ્પિક ઉપચાર વિષે કહેવામાં આવ્યું. તેમનો પ્રેમ અને તેમની સંભાળે મારા મનમાં ફરી જીવનની લાલચ જગાવી. એક આન્ટીએ તો મને ગુજરાતમાં કેન્સરની સારવાર કરતી કોઈ આયુર્વેદિક હોસ્પિટલ વિષે પણ જણાવ્યું. જે દાવો કરે છે કે તેઓ માત્ર 11 જ દિવસમાં માત્ર એક જ રૂપિયામાં કેન્સરનેમટાડે છે ! મારે કંઈ ખોવાનું તો હતું નહીં માટે મે મારી જાતને એક અવસર આપ્યો.”

માટે તે તરત જ ગુજરાત ઉપડી ગયા. ત્યાં તેમને સમજાવવામાં આવ્યું કે તેમની સારવાર યોગા, ધ્યાન અને તેમને એક પિણું આપવામાં આવશે જેને દેશી ગાયના દૂધ, દહીં, ઘી અને છાણ, તેમજ ગૌમુત્રનામિશ્રણથી બનાવવામાં આવે છે તેને પીવડાવીને કરવામાં આવશે. મારે તેને ખાલી પેટે પીવાનું હતું. વર્ષો સુધી કેમોથેરાપીના કારણે મેં ઘણું બધું વિચિત્ર સ્વાદ વાળો ખોરાક ખાધેલો હોવાથી આ પીણું પીવુ મારા માટે અઘરુ નહોતું. મારી સાથેના બીજાઓ તો આ પિણાથીઅકળાઈ જતા. પણ મે શ્રદ્ધા રાખી અને તેને પી જતો. મને કંઈ પરિવર્તન ન દેખાયું પણ સાથે સાથે કંઈ ખરાબ પણ નહોતું થયું.”

પરિક્ષણો દ્વારા ખબર પડી કે કેન્સર ફેલાયું નહોતું. અમિત ફરી તે હોસ્પિટલમાં પાછા ગયા અને ત્યાં 10 દિવસ રોકાયા. રીપોર્ટો દ્વારા ખબર પડી કે કેન્સરમાં ઘટાડો થયો છે. અમિત ત્યાં વધારે સમય રહેવા માગતા હતો. માટે તે ત્યાંના જ એક ખેડૂતના ઘરે રોકાયા. ખેડૂતે તેને ત્યાં એક નાનકડીઝૂપડીરેહવા માટે આપી ત્યાં ખાટલો હતો, કુવો હતો અને દેશી ગાયનો તબેલો હતો અને ટોઈલેટ પણ. મેં તે થેરાપી ચાલુ રાખી અને મહિનાઓ બાદ હું ચાલવા સક્ષમ થયો. ધીમે ધીમે હું ચાલવા લાગ્યો ત્યાર બાદ ધીમું દોડવા લાગ્યો અને પછી દોડવા લાગ્યો. હવે મનથી પ્રસન્ન રહેવા લાગ્યો હતો. ગામના લોકો પાસે મારી માટે સમય હતો જે મારા માટે એક ઉત્તમ ભેટ હતી, ખાસ કરીને ત્યારે જ્યારે મારે સાજા થવા માટે સમયની જરૂર હતી.

18 મહિના બાદ અમિતે દાવો કર્યો કે તે હવે કેન્સર ફ્રી છે અને હવે તે પોતાની અંતિમવિધિનું આયોજન નહીં કરે પણ આગળ જીવવાનું આયોજન કરશે. હવે હું મારી આ સફર વિષે લોકો સાથે વાત કરું છે અને કહું છું કે તમે ખરેખર કેન્સરમાંથીઉભા થઈ શકો છો. હું કેન્સર પેશન્ટ સાથે સમય પસાર કરું છું. મેં મારું એક NGOસ્ટાર્ટ કર્યું છે જેનું નામ છે “હિલિંગ વૈદ્ય”

હવે તેનું યુએસ પાછા જવાનું કોઈ જ આયોજન નથી, “આ દેશે મને ઘણું બધું આપ્યું છે. મેં જોયું છે કે અહીંના લોકોને તેમની પાસે જે કંઈ છે તેની કદર નથી.”

અમિતે એક પુસ્તક લખ્યું છે Holy Cancer – How A Cow Saved My Life, (આદિત્ય પ્રકાશન, રૂ. 495) આ પુસ્તક તમને કોઈ પણ બુક સ્ટોરમાં ઉપલબ્ધ રહેશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી