ડિસેમ્બર મહિનામાં ગેસ સિલેન્ડર થયા આટલા મોંઘા, નવા ભાવ જાણીને તમને પણ લાગશે મોટો આંચકો…

સતત વધી રહેલી મોંઘવારીએ હર કોઈના નાકમાં દમ કરી દીધો છે એવામાં દેશભરમાં વધી રહેલી મોંઘવારીની વચ્ચે સરકારી તેલ કંપનીઓએ રસોઈ ગેસની બાબતમાં ડિસેમ્બર મહિનામાં પણ રાહત આપી છે.

તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બર 2020એ પણ ઘરેલુ રસોઈ ગેસ સિલેન્ડરરના રેટમાં કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા પણ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં PCL, BPCL, IOCએ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર ન હોંતો કર્યો. પણ 19 કિલોગ્રામ વાળા કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 55 રુપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

image soucre

આ વર્ષે જુલાઈ 2020માં છેલ્લી વાર 14 કિલોગ્રામવાળા રસોઈ ગેસના સિલેન્ડરના ભાવમાં 4 રુપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. તો આ પહેલા જૂન મહિના દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસીડી વગરના એલપીજી સિલેન્ડરમાં 11.50 રુપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. તો એની સામે મે મહિનામાં 162.50 રુપિયા સુધી એલપીજી ગેસ સિલેન્ડર સસ્તો થયો હતો.

જાણો ક્યાં છે એલપીજી ગેસ સિલેન્ડરના કેટલા ભાવ.

image source

દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની આઈઓસીની વેબસાઈટ પર દર્શાવેલ ભાવ અનુસાર દીલ્હીમાં એલપીજી ગેસ સિલેન્ડરની કિંમતો સ્થિર રહી છે.

image soucre

જો દિલ્હીની વાત કરીએ તો હાલ ત્યાં14. 2 કિલોવાળા સબ્સિડીવાળા ગેસ સિલેન્ડર 594 રુપિયામાં મળી રહ્યા છે.
જો મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં સબ્સિડીવાળા સિલેન્ડરની કિંમત જોઈએ તો ત્યાં પણ તમને એક એલપીજી ગેસ સિલેન્ડર લેવા માટે 594 રુપિયા ચૂકવવા પડશે.

image soucre

હવે વાત ચેન્નઇની કરીએ તો ચેન્નાઈમાં આ કિંમત 610 રુપિયા પ્રતિ સિલેન્ડર છે અને કોલકત્તામાં 14.2 કિલો આ સિલેન્ડર માટે તમારે 620 રુપિયા આપવા પડશે.

કોમર્શિયલ સિલેન્ડરોના ભાવમાં થયો વધારો.

image source

19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં ડિસેમ્બર મહિના માટે વધારો થયો છે. ચેન્નાઈમાં સૌથી વધારે 56 રુપિયા પ્રતિ સિલેન્ડર ભાવ વધ્યા છે. ચેન્નઈમાં કમર્શિયલ સિલેન્ડરના 1410 રુપિયા ચૂકવવા પડશે.દેશની રાજધાની દિલ્હીમાં કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 55 રુપિયાનો વધારો થયો છે. અહી આ સિલેન્ડરના રેટ 1296 રુપિયા છે.

કોલકત્તા અને મુંબઈમા પણ કમર્શિયલ ગેસ સિલેન્ડરમાં 55 રુપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જે બાદ આ બન્ને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ 1351 અને 1244 રુપિયા છે.

આ રીતે ચેક કરો એલપીજીના ભાવ

image source

જો રસોઈ ગેસના ભાવ ચેક કરવા માંગતા હોય તો એ માટે તમારે સરકારી તેલ કંપનીઓની વેબસાઈટ પર જવાનું રહેશે .અહીં કંપનીઓ દર મહિને નવા રેટ મૂકે છે. https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર જઈ તમે પોતાના શહેરના ગેસ સિલેન્ડરના ભાવ ચેક કરી શકો છો.