જલ્સા કરોને જેંતીલાલ

LPG પર ફેબ્રુઆરી મહિનામાં મળી રહી છે આટલા રૂપિયાની સબ્સિડી, આ રીતે કરો ચેક

LPG સિલિન્ડરની કિંમતોમાં ફેબ્રુઆરી મહિનામાં 2 વખત મળીને કુલ 75 રૂપિયાનો ભાવ વધારો થયો છે ત્યારે પ્રશ્ન એ છે કે આ મહિને ગ્રાહકોને સબ્સિડી મળશે કે નહીં. મળશે તો કેટલા રૂપિયા મળશે. તો આવો જાણીએ કઈ રીતે જાણી શકાય છે કે તમારા ખાતામાં સબ્સિડી આવી છે કે નહીં. સબ્સિડી આવી છે તો કેટલી આવી છે. તેમાં ફક્ત થોડો જ સમય લાગે છે. સબ્સિડી ચેક કરવાની 2 રીત છે. પહેલી છે ઈન્ડેન, ભારત, એચપી ની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી અને બીજી રીત છે LPGના આઈડીની. આ આઈડી તમારી ગેસ સિલિન્ડરની પાસબુકમાં લખ્યું હોય છે.

ઈન્ડેન LPG સબ્સિડી આ રીતે કરો ચેક

image source

પહેલાં તો IOC ની ઓફિશિયલ વેબસાઈટ indianoil.in પર જાઓ.

કોમન વેબસાઈટથી આ રીતે ચેક કરો સબ્સિડી

image source

તમે http://mylpg.in/ પર જાઓ.

image source

અહીંથી તમને ખ્યાલ આવશે કે સબ્સિડી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાઈ છે કે નહીં. ઘરેલૂ ગેસ પર સબ્સિડી ફક્ત એમને જ મળે છે જેમની વાર્ષિક ઈન્કમ 10 લાખથી વઘારે હોતી નથી. જો પતિ અને પત્ની મળીને 10 લાખ રૂપિયા કમાય છે તો તેમને પણ સબ્સિડીનો લાભ મળશે નહીં.

ફેબ્રુઆરીમાં 2 વાર થયો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

image source

ઘરેલૂ ગેસ ઉપભોક્તાઓને આ મહિને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 2 વાર ઝટકો આપ્યો છે. પહેલી વાર 4 ફેબ્રુઆરીએ મેટ્રો શહેરોમાં ઈન્ડેન, એચપીના બિન સબ્સિડી વાળા સિલિન્ડરની કિંમત 25 રૂપિયા વધારી દેવામાં આવી. આ પછી 15 ફેબ્રુઆરીએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિય વધ્યા છે. જ્યારે ઘરેલૂ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં હવે 769 રૂપિયાની થઈ છે. જે પહેલાં 719 રૂપિયાની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version