તમને ખબર હતી કે LPG ગેસ અકસ્માતમાં ૪૦ લાખનો વીમો મળતો હોય છે ?

તમે નહિ માનો પણ ફક્ત આ માહિતીના અભાવને કારણે આજ સુધી લાખો લોકોને તેના કરોડો જેટલા રૂપિયા નહિ મળ્યા હોય ! મિત્રો ! આ માહિતી દરેક ભારતીય ઘરે પહોચવી જોઈએ તે આપણી જવાબદારી છે. નીચેની વાતો જે લોકો એલપીજી (LPG) સીલીન્ડર વાપરે છે એમની માટે ખાસ વાચવા, સમજવા અને અમલમાં મુકવા લાયક છે.

શું તમે જાણતા હતા કે ઇન્સુરન્સ સ્કીમ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ગેસ (LPG) હેઠળ દરેક ભારતીય નાગરિકને ૪૦ લાખ સુધીનું વળતર મળતું હોય છે ?

Gas

હા, દોસ્તો ! જેઓ એલપીજી સીલીન્ડર વાપરી રહ્યા છે તે લોકોને સીલીન્ડર એક્સીડેન્ટને કારણે થતા એક્સીડેન્ટમાં ૪૦,૦૦,૦૦૦ (૪૦ લાખ) રૂપિયાનો જીવન મૃત્યુ વીમો અને એક્સીડેન્ટને લીધે થનાર ઈજાઓ માટે વીમો મળે છે. બધા જ કાયદેસર નોંધાયેલા ગ્રાહકો PSU કંપનીઓ દ્વારા લેવાયેલા આ ઇન્સુરન્સ માટે હકદાર છે.

જો કે જાગૃતિ ના અભાવે કોઈ કલેઈમ કરવામાં આવતા નથી.

IOC – Indian Oil Corporation (Indane)  Citizen Charter મુજબ જો કોઈ ગ્રાહક કલેઈમ કરવા માંગતા હોય તો એમને પૂરું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે તથા ઇન્સ્યોરન્સ ફાઈલ કરવા માટેની વિધિમાં પણ તેઓ સહકાર આપતા હોય છે. આ માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો જેમાં બધી જ માહિતી ઉપલબ્ધ છે.

https://www.iocl.com/download/Citizen_Charter_IOCL_Final_Ver_6_01_04_13.pdf

HPCL (Hindustan Petroleum Corporation Limited) ની વેબસાઈટ મુજબ બધા જ નોંધાયેલા HP ગેસ ગ્રાહકો એટલે કે જેમની પાસે માન્ય SV (માન્ય SV એટલે વેલીડ સબસ્ક્રીપશન વાઉચર) છે તેઓ તેમના નોંધાયેલા સરનામાં પર થયેલા અકસ્માત માટે વીમાને પાત્ર છે. જેની વધારે માહિતી બધા જ ડીસટ્રીબ્યુટર અને કસ્ટમર સર્વિસ સેલ પાસે થી મેળવી શકાશે. અને વધારામાં HPCL એ પબ્લિક લાયાબ્લીટી પોલીસી પણ લીધેલી છે. જેની પીડીએફ ફાઈલ નીચેની લિંક પર ઉપલબ્ધ છે.

http:// www.hindustanpetroleum.com/ documents/pdf/ HPCL_Citizens_Charter.pdf

Bharat Gas (bharat petroleum) માટે નીચેની લીંક જુઓ.

http://www.bharatpetroleum.com/PDF/Citizen_Charter.pdf

 

આ બાબતે તમારે નીચે આપેલી મહત્વની ટીપ્સ હમેશા ધ્યાનમાં લેવી :

૧. તમારા ડીસટ્રીબ્યુટર પાસેથી આ પોલીસી વિષે માહિતી માંગો, એને જાણ થવી જોઈએ કે તમે એક જાગૃત ગ્રાહક છો.

૨. LPG જેવી વસ્તુમાં હમેશા આગ્રહ રાખો કે ISI માર્કા વાળી જ વસ્તુઓ વાપરો.. થોડા પૈસા બચાવવામાં તમે તમારા સ્વજનની જાનનું જોખમ કેવી રીતે લઇ શકો ?

૩. તમારા ડીલર પાસે દર વર્ષે સંપૂર્ણ LPG કીટનું મેઈન્ટેનન્સ કરાવો અને ખાસ, મેઈન્ટેનન્સની રસીદ સાચવી રાખો.. કદાચ ભવિષ્યમાં વીમો કલેઈમ કરવાનો થાય ત્યારે તે એક પુરાવા તરીકે કામમાં આવી શકે.

૪. જો LPG ગેસ અકસ્માતમાં કોઈ મૃત્યુની ઘટના બની હોય તો તમે કોર્ટમાં કંપનસેશન માટે અરજી કરી શકો છો.

૫. મારા એક અંગત મિત્ર અને ઇન્સુરન્સ એજન્ટના જણાવ્યા મુજબ આ ક્લેમ કરવો એકદમ સહેલો હોય છે. બસ, પોલીસને જાણ કરો, ગેસ એજન્સીને જાણ કરો અને વીમા અધિકારીઓ દ્વારા સર્વે થાય તેની રાહ જુવો અને થોડા સમયમાં આપની વીમાની રાશી આપના હાથ માં !

ખરેખર તો, આ વાત એવી છે કે આપણે બધાએ ભેગા મળીને જ આ વિષય આખા સમાજમાં જાગૃતિ લાવવી પડશે. કોઈ ગેસ કંપની કે ઇન્સ્યોરન્સ કંપની ક્યારેય પણ આ બાબતે જાગરૂકતા નહિ જ લાવે, તમે પણ સમજી શકો !  અને હા મેઈન વાત એ કે જ્યાં સુધી વીમા અધિકારીઓ દ્વારા સર્વે ના થાય ત્યાં સુધી પુરાવાઓ સાચવી રાખવા ખુબ જ જરૂરી છે. મોટા ભાગના ઘરોમાં બધું જ સાફ કરી દેવામાં આવે છે કે જેથી કરીને રોજિંદુ કામ કરી શકાય. એવા સમયે પુરાવા એકઠા કરી ને સાચવી રાખવા જરૂરી છે….

બસ મિત્રો, એક નમ્ર અપીલ એ જ કે જેટલી બને એટલી આ પોસ્ટને શેર કરો અને લોકો સુધી માહિતી પહોચાડો !!

સાભાર : વિશાલ લાઠીયા અને લોજીકલ ઇન્ડીયન

 

ટીપ્પણી