આજથી જ ફોલો કરશો આ ટિપ્સ, તો ઉતરી જશે સડસડાટ વજન

આ લો કાર્બ સેન્ક્સથી તમારું વજન ઘટશે સડસડાટ – અને નાશ્તાની લાલચ પણ સંતોષાશે

image source

આજે ઘણા લોકો વધારે પડતાં વજન તેમજ મેદસ્વિતાથી પીડાઈ રહ્યા છે. અને તેને ઘટાડવા માટે અવનવા પ્રયોગો હાથ ધરતા રહેતા હોય છે. કેટલાક લોકો સ્ટ્રીક ડાયેટ તરફ વળી જતાં હોય છે તો કેટલાક દીવસ રાત ચાલવા દોડવાનું શરૂ કરી દેતા હોય છે તો કેટલાક લોકો બે-બે કલાક જીમમાં જવાનું શરૂ કીર દે છે. જો કે તેમાંથી કેટલાનું લક્ષ પુરું થયું હશે તે તો તે જ જાણે.

એવું નથી કે તમે માત્ર તમારા ખોરાકના કારણે જ મેદસ્વી બનો છો કે વજન વધારો છો. પણ તે પણ વજન વધવાનું એક કારણ છે.

image source

ચોક્કસ તમારા વજન વધારા પાછળ તમારી અસ્તવ્યસ્ત લાઇફસ્ટાઇલ પણ મહદઅંશે જવાબદાર છે અને તમારી ગમે તે ખાઈ લેવાની ટેવ પણ જવાબદાર છે અને માટે કેટલીકવાર આપણે વજન ઘટાડવા માટે આપણા પર સિતમ ગુજારવો પડે છે અને ગમતું ભોજન ત્યાગવું પડે છે અને રીતસરનું ભુખ્યા પણ રહેવું પડે છે.

જો તમે તેમ ન કરવા માગતા હોવ અને નાશ્તો કરવાની સાથે સાથે વજન ઘટાડવા માગતા હોવ તો આજે અમે તમારા માટે કેટલાક એવા નાશ્તાની વિગતો લઈને આવ્યા છે જે તમને ભુખ્યા રાખ્યા વગર જ તમારા વજનને ઘટાડવામાં મદદ કરશે.

image source

તમને મેદસ્વી નહીં પણ સ્વસ્થ અને ફીટ રાખતા નાશ્તા

બેરીઝ વિથ વિહ્પ્ડ ક્રીમઃ

image source

આ ડીશ માત્ર દેખાવે જ સારી નથી લાગતી પણ તે સ્વાદમાં પણ તેટલી જ સારી છે. અને આ રેસિપિને બનાવવી સૌથી સરળ છે, તેને બનાવતા વધારે વાર પણ નથી લાગતી.

આ ડીશને તૈયાર કરવા માટે તમારે બે મોટી ચમચી સ્ટ્રોબેરીઝ, બ્લુ બેરીઝ, રાસ્પબેરીઝ આ ત્રણમાંથી ગમે તે મળે તે લેવાની છે અને તેમાં થોડીક વ્હીપ્ડ ક્રીમ એડ કરવાની છે અને તૈયાર થઈ ગયો હેલ્ધી સ્નેક.

ચેડાર ચિઝ ક્રીસ્પઃ

image source

આ એક અમેરિકન ઇવનિંગ સ્નેક છે, ચેડાર ચિઝ ક્રિસ્પને લો કાર્બ સ્નેક્સ પસંદ કરતાં લોકો ખુબ પસંદ કરે છે. આ એક અત્યંત સરળ રીતે તૈયાર થતો નાશ્તો છે.

તેના માટે તમારે ચેડાર ચીઝને સ્લાઇસમાં તેમજ ચોરસ બોક્સીસમાં કટ કરવાનું છે, ત્યાર બાદ તમારે તેને બેકિંગ શીટ પર મુકવું અને તેને માઇક્રોવેવમાં મુકી દેવું. તેને 300 ડીગ્રી પર 30 મિનિટ માટે બેક કરી લેવું અથવા તો તે ક્રીસ્પી થાય ત્યાં સુધી તેને બેક કરી લેવું. તૈયાર છે તમારા ચેડાર ચિઝ ક્રીસ્પ.

કેરટ સ્ટીક્સ વિથ પીનટ બટર ડીપઃ

image source

આ ડીશ તૈયાર કરવા માટે તમારે કોઈ જ માથાકૂટ નહીં કરવી પડે અને તેની સાથે સાથે જ આ ડીશ અત્યંત સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. તેના માટે તમારે માત્ર ગાજરના આંગળી જેવડા પીસ કરી લેવા અને તેની સાથે તમારે પીનટ બટરને ડીપ તરીકે લેવું.

તમે કદાચ આ કોમ્બિનેશન ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય પણ એક વાર તો તમારે આ અખતરો કરી જ લેવો જોઈએ. તે તમને ચોક્કસ ભાવશે અને ભરપુર પોષણ પણ આપશે.

તજવાળા ટોસ્ટેડ પમકીન સીડ્સ (કોળાના બીજ)-

image source

પમકીન સીડ્સ એટલે કે કોળાના બીજને અત્યંત હેલ્ધી માનવામાં આવે છે લોકો તેનો ઉપયોગ સવારે સિરિયલની જગ્યાએ કરતાં હોય છે.

આ ડીશ બનાવવા માટે તમારે એક કપ પમકીન સીડ્સ અને તેની સાથે પા નાની ચમચી તજનો પાઉડર અને બે નાની ચમચી ઓલીવ ઓઇળ ઉમેરી દેવું. હવે આ સામગ્રીને મિક્સ કરીને તેને બેકિંગ ટ્રે પર સ્પ્રેડ કરી દેવું. અને તેને 350 ડીગ્રી પર 45 મિનિટ સુધી બેક કરી લેવું. તો તૈયાર છે તમારા સીનેમન ટોસ્ટેડ પમકીન સીડ્સ.

હોમમેડ ટ્રેઇલ મિક્સ (હોમ મેડ ડ્રાઇફ્રુટ-ફ્રુટ ડીશ) –

image source

જો તમે અમેરિકન ટીવી શોઝના રસિયા હશો તો તમને તેની ઘણી બધી સીરીયલોમાં તેના કલાકારો આ નાશ્તો કરતાં જોવા મળ્યા હશે. ફ્રેન્ડ્સ સિરિઝની વાત લઈએ તો તેના કલાકાર ઘણીવાર ટીવી જોતાં જોતાં આ નાશ્તો કરતાં જોવા મળ્યા છે. આ ડીશને તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો તેના માટે તમારે કશું જ નથી કરવાનું.

image source

એક બોલ લેવો તેમાં અરધો કપ સમારેલા પીકેન નટ ઉમેરવા, અરધોકપ અખરોટ અને અરધો કપ પમકીન સીડ્સ ઉમેરવા અને ગળપણ વગરની કોકનટ સ્લાઇસ ઉમેરવી. બસ તૈયાર થઈ ગયો તમારો સાંજનો પોષણથી ભરપુર નાશ્તો. તેમાં તમે કેળા, પપૈયા, કીશમીશ વિગેરે પણ ઉમેરી શકો છો.

ડેવિલ્ડ એગઃ

image source

આ નાશ્તામાં કાર્બ સાવ જ નહિંવત પ્રમાણમાં છે, તે સ્વાદિષ્ટ પણ છે અને સ્વસ્થ પણ છે. ડેવિલ્ડ એગ્સ તમારા સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે. તેના માટે તમારે ઇંડાને હાર્ડ બોઇલ કરવા, ત્યાર બાદ તેની સ્લાઇસ કરી લેવી, અને ત્યાર બાદ તેમાંથી યોક દૂર કરી લઈ તેને એક બોલમાં લઈ લેવું.

image source

હવે તમે તેમાં થોડું મેયોનિઝ, મસ્ટર્ડ, મરી અને મીઠું ઉમેરો – તેમાં તમે મરચુ પણ ઉમેરી શકો છો હવે આ મિશ્રણને તમે પાછા યોગ વ્હાઇટમાં સેટ કરી શકો છો, તો તૈયાર થઈ ગયા ડેવિલ્ડ એગ્સ.

ભરેલા એવોકાડો-

image source

એવોકાડો ભાગ્યે જ કોઈને ન ભાવતું હોય. આ એક અત્યંત હેલ્ધી ફળ છે. તેના માટે તમારે એવોકાડોના બે ટુકડા કરી લેવા તેનો બી દૂર કરી દેવો અને તેમાં તમને ગમતું ચીઝ, કે ડ્રાઇફ્રુટ કે પછી, સ્ક્રમ્બલ્ડ એગ ભરી લેવું અને તેનો નાશ્તો કરવો.

કેશ્યુ બટર વિથ ડાર્ક ચોકલેટઃ

image source

આ એક સંપૂર્ણ લો કાર્બ સ્નેક છે. આ એક એવો નાશ્તો છે જે માત્ર સાંભળે જ સારો નથી લાગતો પણ તેને બનાવવામાં જરા પણ ચૂંથ પણ નથી કરવી પડતી અને તે દેખાવે અને સ્વાદે બન્ને રીતે સારો લાગે છે.

તેના માટે તમારે બે મોટા ચમચા કેશ્યુ બટર અને એક મોટી ચમચી ડાર્ક ચોકલેટની જરૂર પડશે. બસ તૈયાર થઈ ગયો તમારો નાશ્તો. અહીં તમે વિવિધ પ્રકારની ચોકલેટની વેરાયટી યુઝ કરી શકો છો.

કેલે ચિપ્સઃ

image source

કેલે ચિપ્સનો તમે તમારા સાંજના નાશ્તામાં નિર્ભય પણ સમાવેશ કરી શકો છો. કારણ કે તે તમારા વજનમાં કોઈ પણ જાતનો વધારો નહીં કરે પણ તમારી સ્વાદની તલસ અને પેટની ભુખ બન્ને સંતોષશે.

image source

તેના માટે તમારે કેલેના પાંદડાને બેકિંગ પેપર પર મુકવા, તેના પર થેડું ઓલિવ ઓઇલ ઉમેરવું, થોડો લસણનો પાઉડર સ્પ્રિંકલ કરવો અને થોડું મીઠું છાંટવું અને ત્યાર બાદ તેને 350 ડીગ્રી પર બેક કરી લેવું, તૈયાર થઈ ગયા તમારા કેલે ચિપ્સ. આ છે તદ્દન લો કાર્બ અને ગીલ્ટ ફ્રી ટેસ્ટી સ્નેક.

ઓલિવ ટેપનેડ (છુંદો-પેસ્ટ) વિથ લો-કાર્બ ક્રેકર્સ –

image source

આજકાલ આ લો કાર્બ નાશ્તો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અને આ ડીશને બનાવવી પણ ઘણી સરળ છે. તેના માટે તમારે માત્ર થોડાંક કાપેલા ઓલિવ્ઝ, કેપર્સ (એક પ્રકારનો લીલા ચણા જેવો ખાદ્ય પદાર્થ), લસણ અને થોડુંક ઓલીવ ઓઇલ લઈ બધી જ સામગ્રી મિક્સ કરી લેવી. બસ થઈ ગયો તમારો લો કાર્બ નાશ્તો તૈયાર.

image source

બસ તો આજથી જ તમારી મેદસ્વીતાને કે તમારા વધતા વજનની સમસ્યાને દૂર કરવા માટે આ અત્યંત નીચો કાર્બ ધરાવતા નાશ્તાને લેવાનું શરૂ કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ