સાવ સસ્તામાં ફરી શકાશે આ દેશો, ભારતનો 1 રૂપિયો એટલે ત્યાંના 100 રૂપિયા કરતા પણ વધુ…

આપણને ઘણીવાર એવું લાગે છે કે, આપણે આપણા જ દેશમાં ટ્રાવેલ કરવું અફોર્ડ નથી કરી શક્તા, તો વિદેશમાં શુકરી શું. પરંતુ તમારું આવું માનવું ખોટું છે. એવા અનેક દેશ છે, જ્યાં ફરવું બહુ જ સસ્તુ પડે છે. કારણ કે એ દેશોમાં કરન્સી વેલ્યૂ ભારતની કરન્સી વેલ્યુથી ઓછી છે. કહી શકાય છે કે, ભારતનો 1 રૂપિયો એટલે ત્યાંના 100 અને 200 રૂપિયાના બરાબર છે. તો જાણી લો આવા દેશો વિશે, જ્યાંની કરન્સીનું મૂલ્ય ભારતીય રૂપિયાથી બહુ જ ઓછું છે. અહીં તમે બહુ જ ઓછા રૂપિયામા ફરી શકો છો. આ દેશોમાં ફરવું એટલે એમ સમજો કે, તમે ભારતના એક છેડાથી બીજા છેડે આવેલા રાજ્યમાં મુસાફરી કરવા નીકળ્યા છો. ફરી આવ્યા બાદ તમે બજેટનું કેલક્યુલેશન કરશો, તો તમને આંકડા પર પણ વિશ્વાસ નહિ આવે.

ઈન્ડોનેશિયાઈન્ડોનેશિયા એવા દેશોમાં નો એક છે, જ્યાં ભારતીય મુદ્રાની વેલ્યુ અહીંની કરન્સી કરતા વધુ છે. ભારતનો એક રૂપયો એટલે ઈન્ડોનેશિયન 207.98ના બરાબર થાય છે. ઈન્ડોનેશિયામાં ભારતીયો વગર વીઝા જઈ શકે છે. અહી વીઝ ઓન અરાઈવલ મળે છે. બાલી અહીંનું સૌથી લોકપ્રિય ટુરિસ્ટપ્લેસ છે.

વિયેતનામ

વિયેતનાનમા ભારતનો 1 રૂપિયો એટલો ત્યાંના 350.32 વિયેતનામી કરન્સી બરાબર થાય છે. ત્યાંના સુંદર બૌદ્ધ મંદિર, ટેસ્ટી વિયેતનામ ફૂડ, નદીઓ તમારું મન મોહી લેશે. અહીંનુ યુદ્ધ સંગ્રહાલય તેમજ ફ્રેન્ચવાસ્તુકલા પણ આકર્ષણનું કેન્દ્ર છે.

કંબોડિયાકંબોડિયામાં ભારતનો 1 રૂપિયો એટલે ત્યાંના 62.362 કંબોડિયન કરન્સી થાય છે. કંબોડિયા પોતાના સમુદ્રી તટ, કોલોનિયલ બિલ્ડિંગ્સ તેમજ સુંદર અને વિશાળ પત્થરોમાંથી બનાવવામાં આવેલ અંગકોટ વાટ મંદિર બહુ જ ફેમસ છે. સાથે જ ત્યાંના ઘણા મંદરિ એવા છે, જે હિન્દુ છે. આ કારણે જ કંબોડિયામાંહિન્દુમુસાફરોની સંખ્યા વધુ હોય છે. રોયલપેલેસ, રાષ્ટ્રીય સંગ્રહાલય તેમજ પુરાતન ખંડેર ત્યાંના આકર્ષણ કેન્દ્રો છે. ભારતીય નાગરિકો વધુ ખર્ચો કર્યા વગર આરામથી કંબોડિયા ફરી શકે છે.

હંગેરીહંગેરીમાં ભારતનો એક રૂપિયો એટલે ત્યાંના 4.0153 હંગેરિયન કરેન્સી બરાબર થાય છે. હંગેરી અરપની વાસ્તુકલા, સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટ દુનિયાના સૌથી રોમાન્ટિક શહેરોમાંનું એક છે.

ચિલી

ભારતનો 1 રૂપિયો એટલે ચિલીના 9.62 ચિલિયન કરન્સી બરાબર થાય છે. ચિલીમાં જંગલ ટ્રિપ, ટ્રેકિંગનો આનંદ લઈ શકો છો. ત્યાંના માઉન્ટેન્સની સુંદરતા, સક્રિય જ્વાળામુખીના ખડકો દુનિયાભરમાં ફેમસ છે.

(નોંધ – વિદેશની કરન્સીમાં હાલના ભાવ મુજબ થોડો તફાવત હશે. આ ભાવ આર્ટિકલ લખાયો તે સમયનો છે.)

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી