લો બ્લડ પ્રેશર અને તેના ઘરેલું ઉપાયો

લો બ્લડ પ્રેશર અને તેના ઘરેલું ઉપાયો

ધમનીમાં થી જે લોહી વહે છે તેનો પ્રવાહ જે નોર્મલ ૧૨૦/૮૦ છે તેના થી ઓછો થઇ જાય તો તેને લો બ્લડ પ્રેશર કહે છે. લોહીનો પ્રવાહ ઓછો થવા થી તે મગજ, હદય અને કીડનીને પુરતો ઓક્સીજન પૂરો પાડી શકતું નથી.ઓક્સીજન પૂરો ના પડે તો તે બરાબર કામ નથી કરતા અને તે કાયમી અથવા થોડા સમય માટે ડેમેજ થઇ જાય છે.અલોપેથીકમાં એવી કોઈ દવા નથી જે તેને ઠીક કરી સકે તેની દવા તમે જીવો ત્યાં સુધી લેવી જ પડે છે.

લો બ્લડ પ્રેશર હોય તો તે દર્દીને આળસ અને થાક નો અનુભવ થાય છે. જો વધારે પડતા પ્રમાણમાં બ્લડ પ્રેશર ઓછુ થઇ જાય તો દર્દી કોમાં માં પણ જઈ સકે છે.

અહી નીચે કેટલાક ઘરેલું ઉપાય છે જે લો બ્લડ પ્રેશરમાં મદદરૂપ થાય છે.

૧. ઓછામાં ઓછુ દિવસમાં ૧૦-૧૫ ગ્લાસ પાણી પીવું જોઈએ, ઓછુ પાણી પીવાથી પણ લો બ્લડ પ્રેશર થાય છે.
૨. જમીને ચાલવા જવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહી સકે છે.
૩. સુતી વખતે માથું ઊંચું રાખીને સુવું જોઈએ.
૪.સવારે ઉઠીને તરત ૧૦-૧૫ મિનીટ હસવાથી પણ ફાયદો થઇ સકે છે.
૫. દરરોજ ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી .તેનાથી ઓક્સીજન સારો મળી રેહ છે. આ એક ઘરેલું સારો ઉપાય છે જેનાથી તમે લો બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ માં રાખી શકો છો.
૬. તેમને હલકી કસરત પણ કરવી જોઈએ પણ વધુ લોડવાળી ના કરવી જોઈએ તેના થી બ્લડ પ્રેશર લો થઇ શકે છે.
૭. વધારે ભારે જમવાનું ખાવા કરતા થોડું થોડું ખાવું જોઈએ તેનાથી પણ બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે.
૮. જ્યારે પણ થાક લાગે તરત જ ૨ ચમચી મધ પાણી સાથે લેવું અને તેમાં થોડું મીઠું નાખી પીવાથી પણ રાહત મળે છે.
૯. બીટનો જ્યુસ દિવસમાં બેવાર પીવાથી પણ ફાયદો થાય છે.
૧૦. દાડમ નો રસ કે દાડમ ખાવાથી પણ ફાયદો થાય છે.
૧૧. આખી રાત દ્દ્રાક્ષને પાણીમાં પલાળી સવારે નરણા કોઠે તે ચાવવાથી ફાયદો થાય છે.
૧૨. આખી રાત બાદમ પાણીમાં પલાળી સવરે તેની પેસ્ટ બનાવી દુધમાં મિક્ષ કરી સવારે ઉઠીને તરત જ પીવાથી પણ ફાયદો થાય છે.
૧૩.દરરોજ ગાજરનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.
૧૪.તરત જ રાહત મેળવવા માટે ડાર્ક કોફી પીવી જોઈએ.
૧૫. બીજો એક ઘરેલું ઉપાય છે ડાર્ક ચોકલેટ. કોકો મા એન્ટીઓક્સીડ્ન્ટ હોય છે એ પણ બ્લડ પ્રેશરમાં પણ ખુબ જ મદદ કરે છે.
૧૬. કાચું ચીઝ ખાવાથી પણ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે.
ઉપર આપેલ દરેક ઉપાય અપનાવવાથી લો બ્લડ પ્રેશર માં ફાયદો થઇ સકે છે.

ટીપ્પણી