લવ પાર્ટનરને તમારી સ્ટાઇલથી કરો પ્રભાવિત, ફોલો કરો આ સરળ ટીપ્સ…

છોકરો હોય કે છોકરી, દરેક વ્યક્તિ પોતાની ફર્સ્ટ ડેટને લઇને ખૂબ જ ઉત્સાહિત હોય છે. પાર્ટનરની સાથે પહેલી મુલાકાત સમયે જમવાના ઓર્ડરથી લઇને તેમની સાથેના અનેક સવાલો પર પહેલાથી જ તેઓ વિચારતા હોય છે. જો કે પાર્ટનર સાથે પહેલી મુલાકાત દરમિયાન દરેક ગર્લ્સ પોતાના ડ્રેસિંગને લઇને ખૂબ જ વિચારતી હોય છે.
જ્યારે પહેલી મુલાકાત કરો ત્યારે તમારા ડ્રેસિંગ પર પૂરતુ ધ્યાન આપો છો તો તેનાથી સામેવાળી વ્યક્તિ તરત જ ઇમ્પ્રેશ થઇ જાય છે અને તે રોમેન્ટિક બની જાય છે. જો કે અનેક લોકો જ્યારે ફર્સ્ટ ડેટ પર જાય ત્યારે તેઓ કોઇ પણ ડ્રેસ પહેરીને નિકળી જતા હોય છે. જો તમે પણ કંઇક આવુ જ કરો છો તો તમારી ઇમ્પ્રેશન ખૂબ જ ખરાબ પડે છે અને તમે જેવા તેવા ડ્રેસિંગમાં સારા પણ લાગતા નથી. આમ, તમે ડેટ પર જાઓ ત્યારે આ પ્રકારના ડ્રેસિંગ પર વધુ ધ્યાન આપશો અને તમે આ કલરના ડ્રેસ પહેરશો તો તમને એક અલગ જ લુક મળશે.તમને એ વાતની જાણ હશે કે, દરેક કલર એક સંદેશો આપે છે. આ માટે એવા રંગની પસંદગી કરો જે રંગ પહેરવાથી સામેવાળી વ્યક્તિ તમારી ભાવનાઓને તરત જ સમજી જાય અને સાથે-સાથે તમારાથી ઇમ્પ્રેશ પણ થઇ જાય. આમ કહેવાય છે કે, રેડ કલર આ બધી બાબતોમાં બેસ્ટ છે.

આ સાથે રેડ કલર અનેક લોકોને આકર્ષિત પણ કરે છે. જો કે રેડ કલર દરેક છોકરીઓનો ફેવરિટ કલર હોય છે. દરેક લેડીના વોર્ડરોબમાં એકથી વધુ લાલ કલરના ડ્રેસ હોય છે. લાલ કલરનીપોતાની એક આગવી વિશેષતા હોવાથી તેને ઓફિસવેર, ખાસ કરીને લગ્ન તેમજ શુભપ્રસંગમાં પ્રથમ પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત વેસ્ટર્ન વેરમાં પણ આ કલરનીમાંગ વધુ જોવા મળે છે.

જો કે એક સંશોધન અનુસાર પહેલી ડેટ અનુસાર જો તમે લાલ કરતા બ્લેક કલરનું ડ્રેસિંગ પસંદ કરો છો પાર્ટનર તમારાથી તરત જ આકર્ષિત થઇ જાય છે. પ્રેમના સંબંધોને વધારવામાં રેડ અને બ્લેક કલરનુ ડ્રેસિંગ તમારા માટે બેસ્ટ છે. આ સાથે જ બ્લેક કલર સેક્સુઅલ એટ્રેક્શન વધારવાનુ કામ પણ કરે છે, જ્યારે રેડ કલર ફેશનેબલ દેખાડવાનું કામ કરે છે. રેડ કલર તમારી પર્સનાલિટીમાં પણ વધારો કરે છે.

આમ, જો બ્લેક કલરની વાત કરીએ તો બ્લેક કલર એક એવો કલર છેજેને દરેક અવસર પર પણ સરળતાથી પહેરી શકાય છે.એક બેઝીક બ્લેક ટોપને તમે ક્યાંય પણ પહેરીશકો છો. તમે તેને અલગ-અલગ સ્ટાઇલ મુજબ પણ પહેરી શકો છો. ડેટ પર જાઓ ત્યારે બ્લેક ટોપની સાથે બ્લેક જીન્સ પહેરો છો તો તમે ઘણા સ્લિમ અને સુંદર દેખાવો છો. તેના પર કોઈ પણકોન્ટ્રાસ્ટ કલરમાં મફલર કે દુપટ્ટો તમે ટ્રાય કરી શકો છો. હવેયુવતીઓમાં વન પીસ ડ્રેસ ટ્રેન્ડ છે. વન પીસ બ્લેક કલરનું હોયતો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.આમતમે તમારા વોર્ડરોબમાં બ્લેક સ્લિમડેનીમને જરૂર સામેલ કરો. તમે સ્લિમ ફિટિંગ જીન્સને ક્રોપ ટોપ, કુર્તા, ટોપ, પાર્ટી, પાર્ટી ટોપ વગેરે સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકો છો.

લેખન સંકલન : નિયતી મોદી

દરેક મિત્રો સાથે શેર કરો આ રસપ્રદ માહિતી, દરરોજ આવી અનેક જાણવા જેવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી