Whatsapp પર મેસેજ કરો છો? તો હવે તમારે રાખવુ પડશે આ વાતોનુ ખાસ ધ્યાન…

વોટ્સએપ પર પ્રેમ કર્યા પહેલા આ જરૂર વાંચો.

પ્રેમની અભિવ્યક્તિના અનેક તરીકાઓ હોઈ શકે છે. ખાસકરીને જ્યારે આ ટેકનોલોજી ક્રાંતિનો દૌર છે અને હજારો લાખો કિલોમીટર દૂર રહેવા છતાંય એક બીજાથી માનો રૂબરૂ જેમ જ વાતો થઈ શકે છે. તો શું થયું જો એસએમએસની જગ્યા અત્યારે વોટ્સએપએ લઈ લીધી હોય.

હાં, જોકે આ સાધનોના પ્રયોગ કરતી વખતે સાવધાનીની ચોક્કસ જરૂર છે. પોતાના પ્રેમી, પ્રેમિકા, પતિ કે પત્નીને પ્રેમભર્યા વોટ્સએપ કરવા પહેલા આ છ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું.

૧. શું કહેવું છે?

image source

વોટ્સએપમાં આજકાલ સંક્ષિપ્ત ભાષાનું ચલણ છે, પરંતુ આવી ભાષાનો શું મતલબ જો સમજમાં જ ન આવે અથવા તો અર્થનો અનર્થ થઈ જાય. તો ખાસ જોવું કે સંક્ષિપ્ત શબ્દોના પ્રયોગ થી બચવું. જો કઈ ખાસ ભાવનાઓ વ્યક્ત કરવી જ હોય તો શોર્ટ ફોર્મને બદલે પૂરા સ્પેલિંગ લખવા. આમ કરવાથી ભાવનાઓ અધિક પ્રબળતાથી સામે વાળા વ્યક્તિ સુધી પહોંચશે.

૨. ક્યારે કહેવું?

image source

જ્યારે તમારા પતિ, પ્રેમી, પત્ની અથવા પ્રેમિકા કામમાં વ્યસ્ત હોય, કોઈ મિટિંગમાં વ્યસ્ત હોય તો તેઓ તમારા મેસેજના અર્થને બરાબર રીતે ગ્રહણ નહિ કરી શકે ના તો પૂરી રીતે એન્જોય કરી શકશે. તો સારું રહે કે આવા મેસેજ તમે એવા સમયે મોકલો જ્યારે તેઓ ફ્રી હોય અથવા કમ્પ્યુટર પર હોય. સાથે સાથે જ મેસેજ કરવામાં ઉતાવળ ના કરવી. જો વોટ્સેપ પર સામે વાળુ વ્યક્તિ પણ એક્ટિવ હોય તો ફૂર્તી દેખાડવી પરંતુ જો રોમેન્ટિક હોય તો થોડી સ્પેસ લેવાથી પાર્ટનર ની બેકરારી પણ વધે છે.

૩. કેટલું કહેવું છે?

image source

મેસેજ જેટલો નાનો હશે તેટલો જ તેનો પ્રભાવ વધુ પડશે. લાંબા લાંબા તેમજ ઉપદેશાત્મક મેસેજ વાંચવાનું કોઈ ખાસ પસંદ કરતું નથી. એટલે કોશિશ કરો કે ઓછાં શબ્દોમાં અને પૂરા સ્પેલીંગમાં જ પોતાની વાત કહી દો. છોકરાઓ નાના મેસેજ વાંચવાનું પસંદ કરે છે જ્યારે છોકરીઓ લાંબા મેસેજનો સીધો સંબંધ પ્રેમ થી જોડે છે. જોકે નવો નવો પ્રેમ હોય તો ક્યારેય નાના મેસેજ ના કરવા.

૪. કેવી રીતે કહેવું છે?

image source

આ વાત ખાસ ધ્યાનમાં રાખવી સેલ ફોન યંત્ર છે. આ તમારી હંસી, ખુશી, ઉદાસી કે ગુસ્સો અથવા છેડછાડને વ્યક્ત નહિ કરી શકે. આ ફક્ત શબ્દોને સામે વાળા વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે, પરંતુ આના પર નિર્ભરતા ઠીક નથી. અત્યંત નાજુક વાત હોય તો વોટ્સએપ પર બગડવાની શક્યતા વધારે રહે છે. તો આવી વાતો મોકલવાનું ટાળવું જોઇએ અથવા અત્યંત સાવધાની રાખવી જોઈએ.

૫. બી કેરફૂલ!

image source

આ વાતની ખાસ ધ્યાન રાખવું કે મેસેજ જેને મોકલવાનો છે તેને જ મળે. એટલે નંબર ખાસ ચકાસી લેવા. એવું ના થાય કે આ મેસેજ ત્યાં પહોંચી જાય જ્યાં તેની ભનક પણ તમે નહિ લાગવા દેવા માંગતા હોય. અથવા તો તમારી અસ્ત વ્યસ્ત વાતો કોઈ ખાસ મોટા વ્યક્તિ પાસે પહોંચી જાય.

૬. ડિલીટ આઇટમ

image source

જો તમે ચૂપકે ચૂપકે યા દુનિયાથી છુપતા છુપાવતા ડેટિંગ કરી રહ્યા છો તો સારું રહેશે કે તમે વોટ્સએપ મેસેજ વાચતા કે મોકલતા સાથે જ ડિલીટ કરી દો. ભાવનાઓમાં વહીને આ મેસેજિસ ક્યારેય સાચવીને ના રાખવા. આ ક્યારેક તમારા માટે મોટી મુસીબત ઉભી કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ