લવ મેરેજ કે અરેન્જ? આ રીતે જાણી લો તમે તમારી હસ્ત રેખા પરથી..

જાણો તમારી આ હસ્ત રેખા પરથી કે તમારા થશે લવ મેરેજ કે અરેન્જ

image source

લગ્ન અને પ્રેમ એ દરેક વ્યક્તિના જીવનના બે સૌથી સુંદર પ્રસંગ હો છે. વાત જો લગ્નની કરીએ તો જો લગ્ન લવ મેરેજ હોય તો તે લગ્ન અને પ્રેમ બંનેને વધુ સુંદર બનાવે છે. તમારા પ્રેમ અને લગ્ન કેવા હશે અથવા તો તમારા ભાગ્યમાં કયા પ્રકારના લગ્નના યોગ છે તે તમારા હાથની રેખાઓ કહી શકે છે.

જેવી રીતે કારકિર્દી, જીવન વગેરેની રેખાઓ તમારા હાથમાં છે. તેવી જ રીતે તમારી હથેળીમાં પ્રેમ અને લગ્નની રેખા હોય છે જે તમારા લગ્ન વિશે ઘણું કહી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે હાથની રેખાઓ જોઈને જીવનમાં થતા આ સુંદર પ્રસંગ વિશે જાણવું.

લગ્નની રેખા

image source

સૌથી પહેલા તો એ જાણવું મહત્વપૂર્ણ છે કે લગ્નની રેખા શું છે અને કઈ હોય છે. લગ્નની રેખા સૌથી નાની આંગળીના નીચેના ભાગમાં હોય છે. તે નાની અને ખૂબ ઊંડી હોય છે.

હૃદય રેખા

image source

હૃદય રેખાએ બીજી એવી લાઇન છે કે જેના વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તમારા પ્રેમ લગ્ન થશે કે નહીં તે હાર્ટ લાઇન એટલે કે હૃદય રેખા જ દર્શાવે છે. આ રેખા પણ આપણી હથેળીની સૌથી મહત્વપૂર્ણ અને સૌથી ઊંડી રેખા છે. મનુષ્યના સ્વભાવ, વ્યક્તિત્વ અને ચરિત્રના વર્ણન સાથે આ રેખા તેના પ્રેમજીવન વિશે પણ ઘણું કહે છે કારણ કે હૃદય તે સ્થાન છે જ્યાંથી પ્રેમની શરૂઆત થાય છે.

હૃદય રેખા આવા પ્રશ્નોનો જવાબ આપે છે કે, શું તમે જેને પ્રેમ કરો છો તેની સાથે લગ્ન કરી શકશો? શું તમે એક બીજા સાથે ખુશીથી તમારું જીવન જીવી શકશો? જો આવા ઘણા પ્રશ્નો તમારા મગજમાં આવી રહ્યા છે, તો તમારા બધા પ્રશ્નોના જવાબો હથેળીની આ બે રેખાઓમાં છુપાયેલા છે. ચાલો તમને જણાવીએ કે તમારા લગ્ન અને પ્રેમ વિશે તમારા હાથની રેખા શું કહે છે.

image source

1. જો લગ્નની રેખા અને હૃદય રેખા બંને એક બીજાથી ખૂબ દૂર હોય તો તે એ વાતનો ઈશારો છે કે તમારા લગ્ન ઝડપથી થશે. શક્ય છે કે તમારા લગ્ન વીસ વર્ષ પહેલા કે ત્યાં સુધીમાં થઈ જાય. તેનો અર્થ એવો પણ છે કે તમે મારા જીવનસાથીને ખુદ પસંદ કરશો એટલે કે લવ મેરેજ થઈ શકે છે.

2. જો લગ્નની રેખાની શરુઆતમાં પર્વત જેવું ચિન્હ બનતું હોય તો તેવામાં સંભાવના છે કે યુવતીના લગ્નમાં કોઈ ગેરસમજ ઊભી થાય.

image source

3. જો વિવાહ રેખાની શુરૂઆતમાં બે શાખા હોય તો તે અશુભ સંકેત હોય છે. આ વાત સંકેત કરે છે કે તમારા દાંપત્યજીવનમાં સમસ્યાઓ આવી શકે છે. શક્ય છે કે લગ્ન તુટવા સુધી વાત પહોંચી જાય.

4. જો લગ્ન રેખા પાસે ત્રિશૂલનું નિશાન હોય તો તેને શુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમને મનપસંદ જીવનસાથી મળશે. લગ્નજીવન પણ ખુશીઓથી ભરેલું રહેશે.

image source

5. વિવાહ રેખા પર જો કોઈ ચોરસનું નિશાન હોય તો લગ્ન જીવનમાં સમસ્યા આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ