ગુજરાતમાં પણ લવ-જેહાદ વિરૂદ્ધ આકરો કાયદો ઘડવાની માંગ, જાણો આ વિશે ડભોઈના ભાજપના MLA શૈલેશ સોટ્ટાએ શું કહ્યું…

ડભોઈના ભાજપ પક્ષના MLA શૈલેષ સોટ્ટા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે, ગુજરાત રાજ્યમાં કાયદો બનાવવા માટે CMને રજૂઆત કરવામાં આવશે.’

-લવ જેહાદ અંગેનો કાયદો ગુજરાત રાજ્યમાં પણ લાવવો જોઈએ. લવ જેહાદના ઘટનાઓ પર પ્રતિબંધ લગાવવા માટે: શૈલેષ સોટ્ટા.

Dabhoi BJP MLA demand law of Love Jihad in Gujarat Connect Gujarat
image soucre

ખોટા નામ જણાવી હિંદુ ધર્મની યુવતીઓને ભોળવી દેવામાં આવતી ત્યાર બાદ આવી યુવતીઓનું તેમની ઈચ્છા વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવાની વધતી જતી ઘટનાઓના પગલે ડભોઈના ભાજપ પક્ષના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા ગુજરાત રાજ્યમાં લવ જેહાદ અંગે કાયદો લાગુ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ માંગ કરવામાં આવશે. શૈલેષ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં પણ હવે લવ જેહાદની ઘટનાઓ દિવસેને સીવસે વધતી જઈ રહી છે. ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી સરકાર લવ જેહાદ અંગે કાયદો લાગુ કરી શકતી હોય તો ગુજરાત રાજ્યમાં લવ જેહાદનો કાયદો કેમ લાવી શકાય નહી.

યોગી સરકાર કાયદો લાવી શકે છે તો ગુજરાત રાજ્ય સરકાર કેમ ના લાવી શકે…

image source

કોઈ વ્યક્તિ સાથે તેની ઈચ્છા વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરવા જેને લવ જેહાદ તરીકે જાણવામાં આવે છે. ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં લવ જેહાદ અંગેના કાયદા વિષે ચાલતી ચર્ચાઓએ જોર પકડ્યું છે. દેશના બે રાજ્યો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્યમાં લવ જેહાદ અંગેના આ કાયદો લાગુ કરવાની પહેલ કરી દેવામાં આવી છે ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ લવ જેહાદ અંગે કાયદો બનાવવામાં આવે તેવી ભાજપ પક્ષના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા માંગ કરવામાં આવી છે.

image source

લવ જેહાદના કાયદાની માંગ કરતા શૈલેષ મહેતા જણાવ્યું હતું કે, આખા દેશમાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે જેના પરિણામ સ્વરૂપ ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં લવ જેહાદના કાયદાનો અમલ કરવામાં આવ્યો છે. આવા સમયે ગુજરાત રાજ્યમાં પણ જ્યાં દિવસેને દિવસે લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે ત્યારે લવ જેહાદની ઘટનાઓને મીડિયા દ્વારા પણ જનતા સુધી પહોચાડીને જનતાને ઉજાગર કરવામાં આવે છે, ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી સરકાર લવ જેહાદનો કાયદાનો અમલ કરી શકતી હોય તો ગુજરાત રાજ્ય સરકાર કેમ લવ જેહાદના કાયદાનો અમલ કરી શકે નહી?

લવ જેહાદની ઘટનાઓ પર પ્રતિબંધ લાવવો જોઈએ.

image source

શૈલેષ મહેતા વધુ જણાવતા કહ્યું હતું કે, અમે લવ જેહાદના કાયદા વિષે માંગ કરી રહ્યા છીએ કે, લવ જેહાદનો કાયદો હવે ગુજરાત રાજ્યમાં પણ લાગુ કરવો જોઈએ. તેમજ લવ જેહાદની ઘટનાઓ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. એવું અમારું સ્પષ્ટ માનવું છે. અમે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ આ વિષે રજૂઆત કરીશું. ગુજરાત સરકાર દ્વારા લવ જેહાદનો કાયદો પસાર કરવામાં આવી એના માટે પ્રયત્નો કરવામાં આવે તેવી સ્પષ્ટ વાત કરવામાં આવશે.

લવ જેહાદ શું છે.?

image soucre

-લવ જેહાદની કથિત પરિભાષા કઈક આવી છે કે, મુસ્લિમ ધર્મનો યુવક કોઈ બિન મુસ્લિમ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે, ત્યાર બાદ આ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરે છે.

-વર્ષ ૨૦૦૯માં ‘લવ જેહાદ’ શબ્દ ખુબ જ પ્રસિદ્ધ થયો હતો. કેરળ અને કર્ણાટક રાજ્ય માંથી જ ‘લવ જેહાદ’ શબ્દ રાષ્ટ્રીય સ્તરે આવ્યો, ત્યાર બાદ UK અને પાકિસ્તાન સુધી ‘લવ જેહાદ’ શ્ભ્દ પહોચી ગયો છે.

-કેરળ રાજ્યના તિરુવંતપુરમમાં સપ્ટેમ્બર, ૨૦૦૯માં શ્રીરામ સેના દ્વારા લવ જેહાદ વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. ઓક્ટોબર, ૨૦૦૯માં કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદને ગંભીર બાબત ગણાવતા CIDને તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા આ તપાસમાં લવ જેહાદની પાછળ સંગઠિત ષડ્યંત્રની ભાળ મેળવી શકાય છે.

image soucre

-ત્યાર બાદ દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે NIAની તપાસ પણ કરાવવામાં આવી હતી, જયારે કોઈ હિંદુ યુવતી દ્વારા મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરવાના ઉદ્દેશથી મુસ્લિમ ધર્મ અપનાવે છે. યુવતીના પિતાએ મસ્લિમ યુવક પર દીકરીને આતંકી સંગઠનમાં સામેલ કરવા માટે ફસાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનાની તપાસ કરવામાં આવી ત્યારે આવું કઈ જ બહાર આવ્યું નહી અને યુવતીએ જાતે જ સુપ્રીમ કોર્ટમાં હાજર થઈને પોતાના પ્રેમ સબંધનું વર્ણન કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ