વર્ષ 2020 પ્રેમ સંબંધોની બાબતમાં વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે જાણો અહીં

થોડા જ દિવસોમાં વર્ષ 2019 પૂર્ણ થશે અને 2020ની શરૂઆત થશે. પ્રેમના કારક ગ્રહ શુક્ર વૃષભ રાશિના સ્વામી છે.
આ જ કારણ છે કે સામાન્ય રીતે આ રાશિના લોકો રોમાંટિક અને શોખીન હોય છે. આગામી વર્ષ આ રાશિના જાતકો માટે સામાન્ય કરતાં વધારે શુભ રહેશે.

જીવનના વિવિધ ક્ષેત્રો સહિત પ્રેમની બાબતમાં આ વર્ષ તમને શુભ ગોચર સાથે મળશે. વર્ષની શરૂઆતમાં જ આ રાશિના જાતકો ઢૈયાથી મુક્ત થઈ જશે.
આ સ્થિતિઓમાં વર્ષ 2020 લવ અને રિલેશનશીપની બાબતે સારું સાબિત થશે.
1. જો અત્યાર સુધી તમે પ્રેમમાં પડ્યા નથી તો આ વર્ષ તમારા માટે ઉપહાર તરીકે પ્રેમ લાવશે.

આ વર્ષમાં તમે પ્રેમમાં પડી શકો છો અને રંગીન વિચારોમાં ખોવાઈ જશો. જે લોકો પોતાના સંબંધને મિત્રતા માનતા હતા તે લોકો એકબીજા પ્રત્યેના પ્રેમને અનુભવશે અને એકબીજા સામે પ્રેમ વ્યક્ત પણ કરી દેશે.
2. આ વર્ષે આ રાશિના જાતકો દરેક જગ્યાએથી પ્રેમ મેળવશે. વર્ષ દરમિયાન દરેક સ્થિતિ પોઝિટીવ જણાશે. જૂના મિત્રોને મળવાનું થાશે.
:max_bytes(150000):strip_icc()/__opt__aboutcom__coeus__resources__content_migration__brides__proteus__58419d2eab3bade72529e590__11-568497ec888745609f4cedad62bd493c.jpeg)
તેમની સાથે સમય પસાર કરવો ગમશે. જો તમારો કોઈ ક્રશ હશે તો તેને પણ આ વર્ષમાં તમારો પ્રેમ દેખાશે.
તે તમારા પ્રેમને નોટિસ કરશે. આ સાથે જ જો તમે પણ કોઈ વ્યક્તિ માટે ખાસ લાગણી મનમાં રાખીને બેઠાં હશો તો આ વર્ષમાં તમારા પ્રેમને તે વ્યક્તિ નોટિસ કરશે.

મિત્રતા સમજી કોઈ સંબંધ જીવી રહ્યા હોય તો એક બ્રેક લઈ અને પોતાના પ્રેમને સમજો અને સામેની વ્યક્તિને પણ પ્રેમની અનુભૂતિ કરાવો. આ વર્ષમાં તમે તમારા પ્રેમને ચોક્કસથી પામી જશો.
3. વાતચીતની ખાસ કળાના કારણે પરીવાર અને મિત્રોમાં થતા વિવાદને દૂર કરવા અને સમાધાન કરવા તમે સક્ષમ હશો. પોતાની સમજદારી અને વાકચાતુર્યથી પરીવારમાં સુખ-શાંતિ જાળવી રાખશો.

તમારી સંવાદ કરવાની ક્ષમતા અને સંપત્તિ બને વધશે. આ વર્ષમાં તમે પરીવાર સાથે સમય પસાર કરશો.
વિવાહિત લોકો પોતાના જીવનસાથીને સારી રીતે સમજી તેની સાથે તાલમેલ બનાવી આગળ વધશે. વર્ષમાં દાંપત્યજીવન મજેદાર બની રહેશે.
4. પરીવારની શક્તિ અને ક્ષમતાને સમજી શકશો. તેવામાં સારું રહેશે કે તમે પરીવાર અને કામને લઈ પોતાની પ્રાથમિકતા નક્કી કરી લો.

28 માર્ચથી શુક્ર તમારી રાશિમાં આવશે અને 1 ઓગસ્ટ સુધી અહીં રહેશે. આ સમય તમારા માટે ઉત્તમ રહેશે. આ સમય તમારા પરીવાર માટે અનેક ખુશીઓ લઈને આવશે.
5. વૃષભ રાશિના જાતકો માટે આગામી વર્ષ રોમાંસ અને સુખદ અનુભવો સાથે આવનાર છે. તેમ છતાં આ ટીપ્સ ફોલો કરવી જરૂરી છે.

આ વર્ષ દરમિયાન રંગીન મિજાજ રહેવાની સાથે રંગીન કપડા પણ ધારણ કરવા. ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પ્રેમી જનએ પ્રિયપાત્ર સામે ખોટું બોલવાથી બચવું. નીચે આપેલા મંત્રનો નિયમિત જાપ કરવો.

ઓમ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ