સ્કીન અને હેરકૅર માટે ઉત્તમ છે આ ખાસ તેલ, ઉપયોગ પહેલાં જ જાણો ફાયદા

શિયાળો આવતાં જ લોકોમાં એક ખાસ સમસ્યા કોમન જોવા મળે છે. આ સમયે સૌથી મોટી ફરિયાદ હોય છે સ્કીન અને વાળ ડ્રાય થઈ જાય છે. વાળની ડ્રાયનેસ ઘટાડવા માટે વાળમાં તેલ હોવું જરૂરી માનવામાં આવે છે. અને સાથે જ ફેસ કે સ્કીનની ડ્રાયનેસ ઘટાડવા માટે તેને પણ યોગ્ય નરીશમેન્ટ મળતું રહે તે જરૂરી છે. તો જાણો તમે ખાસ પ્રકારના આ કમળના ફૂલનો તેલ તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકો છો અને સાથે જ તમારી સ્કીન અને હેર કેરમાં તેને કઈ રીતે સામેલ કરી શકો છો તે વિશે પણ.

વાળ માટે પણ છે ફાયદારૂપ

image source

કમળનું તેલ વાળને માટે પણ ફાયદારૂપ માનવામાં આવે છે. આ તેલમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે વાળને મુલાયમ કરવામાં મદદ કરે છે. કમળનું તેલ રોજ વાળમાં લગાવવાથી વાળના મૂળ મજબૂત રહે છે. આ તેલથી વાળની અઠવાડિયામાં 2 વાર માલિશ કરવામાં આવે તો વાળ લાબા અને ઘેરા બને છે. આ સાથે વાળમાં જો ખોડાની સમસ્યા હોય તો તે પણ ખતમ થઈ જાય છે.

સ્કીન માટે છે ફાયદારૂપ

image source

કમળના તેલમાં વિટામીન બી, સી અને ખનીજ તત્વો મળે છે જેનાથી સ્કીનને ખૂબ જ લાભ થાય છે. કમળનું તેલ રોજ સ્કીન પર લગાવવામાં આવે તો ડલ સ્કીન પણ ખીલી જાય છે. સ્કીનના ડેડ થવાની સમસ્યા પણ સુધરે છે. સ્કીનને ખીલી ખીલી રાખવા માટે તમે કમળના ફૂલના તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલ સ્કીનને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે. ચહેરાની કરચલીઓને ઘટાડવામાં પણ તમે કમળનું તેલ ઉપયોગમાં લઈ શકો છો.

ફેસ પર આ રીતે આપે છે ફાયદો

image source

વાળ અને સ્કીન સિવાય તમે કમળના તેલને ફેસ માસ્કની રીતે પણ યૂઝ કરી શકો છો. આ ફેસ માસ્ક માટે કમળના ફૂલના પાનને એક વાસણમાં નાંખીને તેમાં કમળનું તેલ અને દૂધ મિક્સ કરો. તેની એક પેસ્ટ તૈયાર કરી લો અને તેને ફેસ પર લગાવો. તેનાથી ચહેરા પર ગજબનો ગ્લો જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત