રોજની માત્ર 15 મિનિટની વોક તમારા શરીરને કેવી રીતે બદલી નાખે છે…

આપણે બધા નિયમિત કસરતનુંમહત્ત્વતો જાણીએ જ છીએ અને તેની શરીર પર થતી અસર વિષે પણ જાણીએ છીએ. આ બધા જ ફાયદા થતાં હોવા છતાં તમારી પાસે કેટલાક દિવસ કસરત કરવાનો સમયે નથી હોતો.
આભાર માનો કે તાજેતરમાં થયેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 15 મિનિટ ચાલવાથી તમે તમારા જીવનમાં બીજા સાત વર્ષનો ઉમેરો કરી શકો છો. આ અભ્યાસમાં 69 લોકોને સમાવવામાં આવ્યા હતા જેમાં 30-60 વર્ષની ઉંમરનો સમાવેશ કરવામાં આવ્યઓ હતો. અભ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું કે રોજની સામાન્ય નિયમિત કસરત જેમ કે ચાલવું વિગેરે કરવાથી તમને અસંખ્ય એન્ટિએજિંગ લાભ મળે છે. જો તમને એવું લાગતું હોય કે તમે તમારો રોજિંદો વ્યાયામ કરી શકો તેમ નથી તો ચિંતા ન કરો તેની જગ્યાએ તમે તમારા દિવસ દરમિયાનનાકામકાજમાંથી થોડો સમય કાઢીને 15 મિનિટ ચાલીને પણ તેની કમી પુરી કરી શકો છો. તમે લંચ બ્રેકમાં ચાલી શકો છો અથવા તો એક ઇવનિંગવોક પણ લઈ શકો છો. તેમ કરવાથી તમને કસરત જેટલો જ લાભ મળશે. તો

ચાલો જાણીએ વિવિધ રોગોમાં ચાલવાના લાભ વિષેઃ

હૃદયના સ્વાસ્થ્ય માટે ચાલવુઃ ચાલવા અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચેનો સંબંધ
ચાલવા અને હૃદયન સ્વાસ્થ્ય વચ્ચેના નીચે જણાવેલા તારણો હાવર્ડના ત્રણ અભ્યાસો માંથી તારવવામા આવ્યા છે.

– હાવર્ડ કોલેજના 10,269 ગ્રેજ્યુએટ પુરુષ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા અભ્યાસ પરથી તારવવામાં આવ્યું છે કે અઠવાડિયાનું ઓછામાં ઓછું 9 માઇલ ચાલવાથી તમારો મૃત્યુ દર 22% સુધી નીચે આવી શકે છે.

– જ્યારે 44,425 પુરુષ હેલ્થ પ્રોફેશનલ્સ પર કરવામાં આવેલા અભ્યાસમાંથી તારણ મળ્યા છે કે રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવાથી તમારા હૃદય રોગનું જોખમ 18% સુધી નીચું આવી શકે છે.

– 72,488 સ્ત્રી નર્સો પર કરવામાં આવેલા અભ્યાસ દ્વારા તારણ મલ્યું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ કલાક ચાલવાથી તમને હાર્ટ એટેક તેમજ કાર્ડિયાકડેથનું જોખમ 35% જેટલું નીચુ રહે છે જ્યારે સ્ટ્રોકનું જોખમ પણ 34% સુધી નીચું લાવી શકાય છે.

શું ચાલવું તે એક સારી કસરત છે ? અહીં અમે તમને રોજ નિયમિત ચાલવાના છ ફાયદાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

1. ચાલવાથી તમારો મન પ્રસન્નચિત બને છે

શું તમને ખબર છે કે ચાલવાથી તમારો મીજાજ પ્રસન્ન થાય છે. અને તે પણ તમને ખબર નહીં રહે તે રીતે. 2016ના એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે માત્ર 12 મિનિટ ચાલવાથી તમારી વિચારદશા સુધરે છે અને તમારો આત્મવિશ્વાસ પણ વધે છે.

2. ચાલવાથી તમારો જ્ઞાનાત્મક દેખાવ સુધરે છે

એક અભ્યાસ દ્વારા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ ઝડપ પર ચાલવા તેમજ જ્ઞાનાત્મક દેખાવ વચ્ચે સંબંધ છે. તે પછી બાળકો હોય કે વયસ્કો હોય.

3. ચાલવાથી બ્લડ પ્રેશરનીચુ આવે છે

અભ્યાસ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે મધ્યમ ચાલે ચાલવાથી ઉચ્ચ રક્તચાપનાજોખમને નીચું લાવી શકાય છે.

4. ચાલવાથીડાયાબિટીસને અટકાવી અથવા અંકુશમાં લાવી શકાય છે

હાવર્ડનાનર્સો પર થયેલા એક અભ્યાસ પ્રમાણે, જે સ્ત્રીઓ દીવસ દરમિયાન ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ચાલે છે તેમને ડાયાબિટીસનું જોખમ 30% ટકા સુધી ઓછું રહે છે. ચાલવાથી પેટની જે જોખમી ચરબી હોય છે કે જે ડાયાબિટીસ માટે કારણરૂપ છે તે અસરકારક રીતે સંકોચાય છે .

5. ચાલવાથીકેન્સરનું જોખમ ઘટે છે

એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ અઠવાડિયાનું ઓછામાં ઓછું 7 કલાક ચાલે છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ 14% સુધી ઘટી જાય છે. યુનિવર્સિટિ ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો અને હાવર્ડયુનિવર્સીટીનાવૈજ્ઞાનીકો પ્રમાણે જે પુરુષોનેપ્રોસ્ટેટ કેન્સર થયું હતું અને તેઓ અઠવાડિયાના ત્રણ કલાક ચાલ્યા છે તેમને પ્રોસ્ટેટકેન્સરનાઉથલાનું જોખમ ઓછું રહ્યું છે.

6. ચાલવાથીપીડામાં ઘટાડો થાય છે અને હલનચલનમાં પણ સુધારો થાય છે

અમેરિકન હાર્ટ એસોસિએશનના એક લેખમાં તેઓ સમજાવે છે કે કેવી રીતે ચાલવાથીપેરિફેરલઆર્ટરીડિસિઝ (PDA) ધરાવતા લોકોનું હલનચલન સુધરે છે.

તમારી ચાલવાની કસરતમાંથી તમે બને તેટલા લાભો કેવી રીતે મેળવી શકોઃ ચાલવા માટેની કેટલીક મહત્ત્વની ટીપ્સ

– તમારા બાવડાનેજુલાવોઃ તમારા બાવડાને90 ડીગ્રી પર વાળો અને તમારા ખભાથી તેને જુલાવો. તે તમારી અપર બોડી માટે વર્કાઉટ પુરું પાડશે.

– આરામદાયકશૂઝ પહેરવાનું રાખોઃફ્લેક્સિબલસોલવાળા કડક હીલ વાળા અથવા કુશનવાળાતળિયા વાળા હળવાશૂઝ પહેરવાનું રાખો. બને ત્યાં સુધી હીલવાળાશૂઝ પહેરવાનું ટાળો. કડક સોલવાળાશૂઝ પહેરવાનું ટાળો તે ફ્લેક્સિબલ નથી હોતા.

– એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારું પોશ્ચર યોગ્ય હોયઃ તમારે તમારી ચીન સીધી રાખીને સીધું જ સામે જોવાનું જોવાનું છે. ચાલતી વખતે તમારું પોશ્ચરબીલકુલ યોગ્ય હોવું જોઈએ. તમારા ખભાનેઢળતા અને પાછળની તરફ તેમજ તમારા કાનથી દૂર રાખો.

– યોગ્ય પગલાભરોઃ વધારે કેલરીબાળવા માટે તમારે ઓછામાં ઓછું 3.5 માઇલ એક કલાકની ઝડપે ચાલવું જોઈએ. ઝડપ વધારવા માટે નાના અને જડપીપગલા લો.

– બને તો કોઈ ચઢાણ વાળા રસ્તા પર ચાલવાનુંરાખોઃ જો તમે વધારે ઝડપથી ચરબી બાળવા માગતા હોવ તો તમારે કોઈ ટેકરીનું ચઢાણ કરવું જોઈએ અથવા તો સીડીઓ ચડવી જોઈએ અથવા તો ટ્રેડમિલ પર પણ તેવી ચઢાણવાળીસ્થીતીમાં ચાલી શકો છો.

સરળ રીતે ચાલવા માટેના 9 ઉપાયો

1. શાળાએ અથવા કામે ચાલીને જાઓ
2. જ્યારે તમે કોઈ જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં જતા હોવ તો તમારા સ્ટોપથી 1-2 સ્ટોપ વેહલાઉતરીને ત્યાં ચાલીને જાઓ.
3. લીફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો
4. તમે જ્યાં જવા માગતા હોવ ત્યાંથી થોડે દૂર તમારુ વાહન પાર્ક કરવાનું રાખો અને પછી તે જગ્યાએ ચાલીને જાઓ.
5. બપોરના જમણ બાદ ત્યાં બેસી રહેવાની જગ્યાએ એક નાનકડીવોક લઈ લો.
6. રાત્રી જમણ બાદ પણ તમે ચાલવા જઈ શકો છો. તમે તમારા કુટુંબનાસભ્યોને પણ તેમા શામેલ કરી શકો છો.
7. તમારા સહકર્મીઓ સાથે કામની વાતો કરતી વખતે ચાલતા ચાલતા વાત કરવાનું રાખો
8. બેસીને મ્યુઝીક સાંભળવાની જગ્યાએ ચાલતા ચાલતામ્યુઝીક સાંભળો.
9. તમારા કૂતરા અથવા તમારા મિત્ર કે ઓળખીતાનાકૂતરાને ચાલવા લઈ જાઓ અથવા તેની સાથે ચાલો.

નિયમિત ચાલવાના ફાયદા અગણિત છે તે માત્ર તમારા શરીર માટે જ સારું નથી પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. ચાલવાથી તમારું મગજ અને શરીર વધારે પ્રફુલ્લીત અને સ્વસ્થ બને છે. ભલે તમે રોજના 5 માઇલ ન ચાલી શકો પણ ઓછામાં ઓછું 15 મિનિટ તો ચાલી જ શકો છો. ચાલવાથી તમારું જીવન બદલાઈ જશે. તો પછી વધારે શું વિચારવું આજથી જ ચાલવાનું શરૂ કરી દો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચવા માટે લાઇક કરો આપણું પેજ.

ટીપ્પણી