દિવસમાં બે વખત કસરત કરવાથી થાય છે આ નુકસાન, જાણો નહિં તો ખાવી પડશે ડોક્ટરની દવાઓ…

દિવસમાં બે વખત કરવી કસરત યોગ્ય કે નહીં? જાણો તેના લાભ અને નુકસાન

image source

શું તમે પણ રોજ સવારે અને સાંજે બંને સમયે કસરત કરો છો ? જો હા તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે. નિયમિત રીતે કસરત કરવી જરૂરી છે પરંતુ જો વધારે કસરત કરવામાં આવે તો તેનાથી નુકસાન પણ થાય છે. એક્સરસાઈઝ કરવાથી લાભ થાય છે તેમ વધારે પડતાં શારીરિક શ્રમથી નુકસાન પણ થાય છે.

image source

એક્સરસાઈઝ કરતાં લોકોએ જાણવું ખૂબ જરૂરી છે કે દિવસભરમાં કેટલી અને ક્યારે એક્સરસાઈઝ કરવી. તો ચાલો આજે જાણી લો એક્સરસાઈઝથી થતા લાભ અને નુકસાન વિશે.

એક્સરસાઈઝ માટેની માન્યતા

image source

લોકોના મનમાં એવા વિચાર હોય છે કે તેઓ જેટલી વધારે એક્સરસાઈઝ કરશે તેટલા વધારે ફીટ રહેશે. પરંતુ અહીં એ જાણવું પણ જરૂરી છે કે અતિની કોઈ ગતિ નથી. એટલે કે જરૂર કરતાં વધારે કોઈપણ કામ કરવું નહીં. કસરત શરીરને ફિટ રાખે છે પરંતુ તેનો અર્થ એવો નથી કે રોજ કલાકોના કલાકો જીમમાં વર્કઆઉટ કરતાં જ રહો.

સામાન્ય રીતે દિવસમાં બંને ટાઈમ કસરત કરવાની સલાહ એથલીટ્સ, ખેલાડીઓ અને પહેલવાનોને આપવામાં આવે છે. નોર્મલ લાઈફસ્ટાઈલ ધરાવતાં લોકો માટે બંને ટાઈમ હાઈ ઈંટેંસિટી વર્કઆઉટ કરવું નુકસાનકારક સાબિત થાય છે.

image source

વધારે વર્કઆઉટ કરવાના નુકસાન

જો તમે હળવી કસરતો કરતાં હોય તો તેને બે સમય કરી શકો છો. પરંતુ વધારે શ્રમ પડે તેવી કસરતો કરતાં હોય તો દિવસમાં બે વાર તેને કરવાથી શરીરને નુકસાન થાય છે. માનવ શરીર વધારે પડતી મહેનત કરવા ટેવાયેલું નથી હોતું. તેવામાં જો દિવસમાં બે વખત હાઈ ઈંટેંસિટી એક્સરસાઈઝ કરવામાં આવે તો હાર્ટ રેટ વધી જવા, બ્લડ ફ્લો અને હોર્મોન્સનું બેલેન્સ બગડી જાય છે. એટલે દરેક વ્યક્તિએ તેની ક્ષમતા અનુસાર વર્કઆઉટ કરવા જોઈએ.

image source

સ્નાયુની સમસ્યા

image source

બંને ટાઈમ વર્કઆઉટ કરવાથી ઘણીવાર બોડી તેને સહન કરી શકતું નથી અને સ્નાયુમાં ખેંચાણ કે તેને નુકસાન થઈ શકે છે. સ્નાયુઓની સમસ્યા પીડાદાયક હોય છે. તેના કારણે બોડીમાં દુ:ખાવો, હલનચલનમાં સમસ્યા અને વર્કઆઉટ સમયે દુખાવો થઈ શકે છે.

ક્યારે લાભ કરે છે આ રુટીન

image source

જો દિવસમાં બે વાર વર્કઆઉટ કરવો જ હોય તો એક ટિપ ફોલો કરો. સૌથી પહેલા તો વર્કઆઉટને દિવસ અને રાત એમ બે કેટેગરીમાં ભાગ પાડો. દિવસમાં જિમમાં જઈ રેગ્યુલર વર્કઆઉટ કરો જેમાં કાર્ડિયો, સ્ટેંથ ટ્રેનિંગ, વેટ ટ્રેનિંગ વગેરેનો સમાવેશ કરો. જ્યારે સાંજે કે રાતના સમયે હળવી કસરતો જેવી કે ચાલવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ કરો. તેનાથી બોડી એક્ટિવ પણ રહે છે અને શરીર પર વધારે સ્ટ્રેસ પણ પડતો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ