લૂંટેરી દુલ્હનના પ્રતાપે યુવાનને ગુમાવવો પડ્યો જીવ, આ ચોંકાવનારો કિસ્સો વાંચીને તમે પણ તમારે પણ ચેતવા જેવું ખરું…

લૂંટેરી દુલ્હનના પ્રતાપે યુવાનને ગુમાવવો પડ્યો જીવ – એક ચોંકાવનારો કિસ્સો -તમે પણ રહો ચેતતા

આજે લોકો સાથે ડગલેને પગલે છેતરપીંડી થઈ રહી છે, કોઈ લોકોને ઓનલાઈન સ્કેમ કરીને છેતરી જાય છે તો વળી કોઈ લોકોને ફોન પર છેતરી જાય છે તો વળી કોઈ લોકોને સંબંધોની જાળમાં ફસાવીને છેતરી જાય છે. લગ્ન એક પવિત્ર સંબંધ છે તેમાં લોકો એકબીજાની લાગણીઓની આપ લે કરે છે. પ્રેમની આપલે કરે છે. હુંફની આપલે કરે છે. પણ જ્યારે લગ્નને છેતરવાનું સાધન બનાવવામાં આવે ત્યારે લોકોનો માનવજાતી પર બચ્યોકુચ્યો વિશ્વાસ પણ ઉડી જાય છે. આવી જ એક ઘટના આપણા રાજ્યમાં ઘટી ગઈ છે.

image source

વાસ્તવમાં અહીંના એક યુવકની બીજા રાજ્યની એક યુવતિ સાથે ઓળખાણ કરાવવામાં આવી હતી અને તેને ફોસલાવીને તેની પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ પણ લાલચ ન થોભતાં તેની પાસે વારંવાર પૈસાની માગણી કરવામાં આવતી હતી અને તેને ધમકાવવામાં આવતો હતો. છેવટે યુવક આ ત્રાસ સહન ન કરી શક્યો અને તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

image source

આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તમે બધાએ તમારી આસપાસ જોયું જ હશે કે હાલ સમાજમાં દીકરા સામે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે અને એક જ સમાજમાં છોકરાઓ માટે છોકરી મળવી મુશ્કેલ થઈ છે. માટે પરિવારજનો પોતાના દીકરાના લગ્ન કરાવવા માટે પરપ્રાંતિય કે બીજા રાજ્યની કે પછી આદિવાસી યુવતિઓને પોતાના ઘરની વહુ બનાવવા લાગ્યા છે. આમાં કેટલાક લગ્નો સફળ થાય છે તો વળી કેટલાક નિષ્ફળ થાય છે અને કેટલાકમાં તો રીતસરના છોકરાવાળાને છેતરવામાં પણ આવી રહ્યા છે અને તેમની પાસેથી પૈસા તેમજ દાગીના પડાવી લેવામા આવે છે.

image source

આ કિસ્સામાં પણ કંઈક તેવું જ થયું છે. મૃતક યુવાનની મુલાકાત કેટલાક વચેટિયા સખ્શો દ્વારા એક બીજા રાજ્યની યુવતિ સાથે કરાવવામાં આવી. પરિવારજનો પોતાના દિકરાના લગ્ન માટે છોકરી શોધી રહ્યા હતા. છેવટે બે શખ્સોએ તેમના દીકરા માટે બીજા રાજ્યની એક છોકરી શોધી આપી. અને ત્યાર બાદ તેની સાથે હારતોરા કરાવીને તેમના લગ્ન કરાવી દીધા.

image source

તે સમયે દીકરાના કુટુંબીજનોએ લગ્ન માટે એક લાખ રૂપિયા આપ્યા હતા. લગ્ન બાદ પરણીને આવેલી છોકરીએ બીજા પૈસાની પણ માંગણી કરવાની શરૂ કરી દીધી હતી. અને સાથે સાથે પૈસા ન મળે તો શું થશે તેની ધમકીઓ પણ આપવા લાગી હતી. આ ત્રાસથી કંટાળીને છેવટે યુવકે ગળેફાંસો ખાઈ લઈને મોત વાહલું કર્યુ હતું. તેનાથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. અને છેવટે મૃતક યુવકના પિતાએ પોલીસમાં યુવતિ સહિત બીજા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ બાબતમાં આગળ તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ