જલ્સા કરોને જેંતીલાલ

લંડનથી ભણીને આવેલા યુવકે લોકડાઉનમાં 22 હજારથી વધુ યુવતીને બનાવી દીધી..પૂરી ઘટના વાંચીને ફાટી જશે આંખો

22 હજારથી વધુ મહિલાઓ સાથે ઠગાઈ કરનાર ઠગની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. સાયબર પોલીસે 32 વર્ષના એક એક એવા ઠગને પકડ્યો છે, જેણે અત્યાર સુધીમાં 22 હજારથી વધુ મહિલાઓને સાથે હજારો રૂપિયાની ઠગાઈ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે ધરપકડ કરાયેલા યુવકનું નામ આશિષ આહિર છે અને તે વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર આશિષ લંડન યુનિવર્સિટીમાં ભણેલો છે.

સુરતથી ધરપકડ કરવામાં આવી

image source

મુંબઇ સાયબર સેલના ડીસીપી રશ્મિ કરંદીકરના જણાવ્યા અનુસાર, તેમને એક મહિલા પાસેથી ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડીની ફરિયાદ મળી હતી. આ પછી કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી.

લોકડાઉનને કારણે તેને ખૂબ નુકશાની વેઠવી પડી

image source

પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, લંડનમાંથી અભ્યાસ કર્યા બાદ તેણે સુરતમાં કપડાનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ લોકડાઉનને કારણે તેને ખૂબ નુકશાની વેઠવી પડી હતી. આને કારણે તેના પર કર્જ વધી ગયું હતું. તેને ચૂકવવા માટે તેણે છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધુ. આરોપીએ પોતે Shopiiee.com નામની વેબસાઇટ બનાવી અને સસ્તા ભાવે સારા કપડા વેચવાનો દાવો કર્યો હતો. મહિલાઓ વેબસાઇટ પર સુંદર અને સસ્તા કપડાં જોઈને ઓનલાઇન ખરીદી શરૂ કરી. આરોપીએ કેટલાકને કપડાં મોકલ્યા પરંતુ મોટાભાગનાઓને તેમણે કપડાં મોકલ્યા નહીં.

યુવક જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો

image source

જો કે હવે છેતરપિંડી માત્ર થોડા હજાર રૂપિયાની હોવાથી મોટાભાગના લોકોએ પોલીસ પાસે જવાનું પસંદ ન હતું અને તેની છેતરપિંડી ચાલુ રહી. પરંતુ મુંબઈ સાયબર સેલમાં ફરિયાદ આવ્યા બાદ તેની તપાસ કરવામાં આવી, જેથી તેની છેતરપિંડીનો પર્દાફાશ થયો અને હવે તે યુવક જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે.

લોકડાઉનમાં સાઈબર ક્રાઈમના કેસમાં જોરદાર ઉછાળો

image source

તમને જણાવી દઈએ કે લોકડાઉનમાં સાઈબર ક્રાઈમના કેસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. આ અંગે અમદાવાદની સાયબર ક્રાઇમ કચેરીમાં રોજ અનેક લોકો પોતાની સાથે થયેલી ઓનલાઇન છેતરપીંડીની ફરિયાદ લઈને આવતા હતા. તેવા સમયમાં ગુજરાત સરકારે સાયબર આશ્વસ્થ પ્રોજેકટ શરૂ કર્યો હતો. જે પ્રોજેક્ટમાં આ પ્રકારે સાયબર છેતરપીંડીનો ભોગ બનનારાની ફરિયાદનાં આધારે તાત્કાલીક પગલાં લેવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ હતી. તમને જણાવી દઈએ કે જે ટીમે અત્યાર સુધીમાં અનેક લોકોને મદદ કરી છે અને તેમણે ગુમાવેલા રૂપિયા પરત અપાવ્યા છે. અત્યાર સુધીમાં 15300 જેટલી ફરિયાદો સાયબર ક્રાઇમને મળી છે.

image source

નોંધનિય છે કે સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ હેઠળ કામ કરતી ટીમ સતત PAYTM, ફોન પે, ગુગલ પે, તેમજ બેંકો સાથે સંપર્કમાં રહે છે અને જ્યારે પણ કોઇ વ્યક્તિની ફરિયાદ મળે એટલે તરત જ ભેજાબાજોએ લીધેલી રકમ જે ખાતામાં હોય ત્યાં જ ફ્રિજ કરી દેવાય છે. અને તે બાદ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરે છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ સાયબર ક્રાઇમે અત્યાર સુધીમાં 5.60 કરોડ રૂપિયા ફ્રિજ કર્યા છે. નોંધનિય છે કે ઓનલાઇન ફ્રોડની મોડસ ઓપરેન્ડી અપનાવી ઠદબાજો લોકોને શિકાર બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version