લોકોનો રોષ જોતા આટલા મહિના માટે WhatsApp ની નવી પ્રાઈવેસી પોલિસી નહીં થાય લાગુ

WhatsApp ની ટર્મ એન્ડ કન્ડિશનને લઈને લોકોના વધતા રોષ વચ્ચે ફેસબુકની માલિકીની મેસેજિંગ એપે જાહેરાત કરી છે કે તેણે પ્રાઈવસી અપડેટ કરવાનો પોતાનો પ્લાન ત્રણ મહિના માટે સ્થગિત કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે પ્રાઈવસી પોલીસીને લઇને વપરાશકર્તાઓમાં ભ્રમ છે. તેથી, ત્રણ મહિનાનો સમય આપવાથી વપરાશકર્તાઓને નીતિ વિશે જાણવા અને તેની સમીક્ષા કરવા માટે વધુ સમય મળશે.

image source

વોટ્સએપે કહ્યું છે કે લોકોમાં ફેલાયેલી ‘ખોટી માહિતી’ કારણે વધતી ચિંતાઓને જોતા પ્રાઈવસી અપડેટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોટ્સએપે એમ પણ કહ્યું છે કે પ્રાઈવસી પોલીસીના આધારે ક્યારેય એકાઉન્ટને હટાવવાની યોજના બનાવવામાં આવી નથી બની અને ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નહીં બનાવવામાં આવે.

તો તેઓ વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં

image source

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ‘8 ફેબ્રુઆરીએ કોઈએ વોટ્સએપ એકાઉન્ટ્સ સસ્પેન્ડ અથવા ડિલીટ નહી કરવુ પડે. WhatsApp પર પ્રાઈવસી અને સિક્યોરિટી કેવી રીતે કાર્ય કરે છે તે વિશેની માહિતી આપવા માટે અમે વધુ કામ કરવાના છીએ. 15 મી મેના રોજ નવું અપડેટ ઓપ્શન ઉપલબ્ધ થાય તે પહેલાં અમે અમારી નીતિ વિશેની મૂંઝવણ લોકમાંથી દૂર કરીશું.

image source

આ પહેલા એવું કહેવામા આવ્યું હતું કે વોટ્સએપ 8 ફેબ્રુઆરી 2021 ના રોજ તેની ટર્મ ઓફ સર્વિસને અપડેટ કરવા જઈ રહ્યું છે. જો વોટ્સએપ વપરાશકારો તેની સાથે સહમત ન થાય તો તેઓ વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં. આ કારણોસર લાખો લોકો સિગ્નલ અને ટેલિગ્રામ એપ્લિકેશન પર ચાલ્યા ગયા હતા. જો કે, કંપનીએ હવે પ્રાઈવસી અપડેટ કરવાની યોજના મુલતવી રાખી છે.

કેમ થઈ રહ્યા છે WhatsApp ની નવી નીતિનો વિરોધ છ

image source

નાના વેપારીઓની સંસ્થા કંન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) નો દાવો છે કે, વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસીમાં વપરાશકર્તાઓના તમામ પ્રકારના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આમાં વ્યક્તિગત માહિતીથી લઈને, લેણદેણની માહિતી, સંપર્કો, લોકેશન અને અન્ય મહત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે, જેને WhatsApp એકત્રિત કરશે. તે પછી તે તેનો ઉપયોગ કોઈપણ હેતુ માટે કરી શકે છે. તેમનું કહેવું છે કે દેશમાં વોટ્સએપ, ફેસબુકના લગભગ 40 કરોડ વપરાશકારો છે. આવી સ્થિતિમાં, દેશના અર્થતંત્રથી લઈને દેશની સુરક્ષા માટે પણ ગંભીર પ્રશ્ન ઉભો થાય તેમ છે.

શું છે આખી ઘટના

image source

WhatsApp એ તાજેતરમાં તેના વપરાશકર્તાઓને સેવાની શરતો અને પ્રાઈવસી નીતિ વિશે જણાવ્યું હતું કે તે કેવી રીતે વપરાશકર્તાઓના ડેટા પર પ્રક્રિયા કરે છે અને તેમને (ડેટાને) ફેસબુક સાથે શેર કરે છે. અપડેટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વપરાશકર્તાઓએ WhatsApp ની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે 8 ફેબ્રુઆરી, 2021 સુધીમાં નવા નિયમો અને નીતિથી સંમત થવું પડશે. અહીંથી જ નીતિઓ સામે સવાલો ઉભા થવાની શરૂઆત થઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ