લોખંડની સીડી અડેલી હતી વીજળીના તારને, અને 12 વર્ષનો કિશોર અડતાં જ આખા શરીરમાં લાગી ગઇ આગ

જાહેરમાં ખુલ્લા પડેલા વીજળીના વાયરના કારણે કરંટ લાગે તેવું પણ બને છે. ઘણી વાર કરંટ લાગવાના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. કરંટ લાગતાંની સાથે જ જો વ્યક્તિને સીપીઆર (Cardiopulmonary resuscitation)ની ટેકનિક અપનાવવામાં આવે તો દર્દીને 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે. આ દર્દનાક ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોમવારે સવારે એરોલીમાં એક 12 વર્ષના કિશોરનું વીજળીનો કરંટ લાગવાને કારણે મોત થઈ ગયું છે. કિશોર રસ્તાના કિનારે આવેલી લોખંડની સીડીના સંપર્કમાં આવ્યો હતો. આ સીડી વીજળીના તારને અડેલી હતી. એમાં દોડતા હાઈવોલ્ટેજ કરંટનો અંદાજે એ વાતથી લગાવી શકાય છે કે ગણતરીની સેકન્ડોમાં જ કિશોરના શરીરમાં આગ લાગી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

આ રીતે થઈ દુર્ઘટના

રબાલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી યોગેશ ગાવડેએ જણાવ્યું હતું કે હજી સુધી કિશોરની ઓળખ થઈ શકી નથી. માનવામાં આવે છે કે આ કિશોર ફૂટરાથ પર જ રહેતો હતો. ઘટના સોમવારે વહેલી સવારે એરોલી સેક્ટર 7માં 8.52 લાગે શિવ શંકર પ્લાઝા 2માં દુકાન નંબર 7ની સામે ઘટી હતી. ઘટનાસ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ છે. વીડિયોના આધારે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધી લીધો છે.

યોગેશ ગાવડેએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારની હજી કોઈ જાણ થઈ નથી. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે લોખંડની આટલી મોટી સીડી ત્યાં કેમ રાખવામાં આવી છે. જો આમાં કોઈની બેદરકારી દેખાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફરિયાદ નોંધવામાં આવી

સોશિયલ એક્ટિવિસ્ટ બાપુ પોલે જણાવ્યું હતું કે આ છોકરો ટ્રાફિક સિગ્ન પર રમકડાં વેચવાનું કામ કરતો હતો. સીડીને આ રીતે રાખવી એક મોટી બેદરકારી છે. અમે આ વિશે એક ફરિયાદ નોંધી લીધી છે. દોષિતો સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.

વીજળી કંપનીની સ્પષ્ટતા

મુંબઈમાં ઈલેક્ટ્રિસિટી સપ્લાઇ કરતી MSEDCL દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 21 ફેબ્રુઆરીએ દીવા ફિડર પર દીવા ગામમાં, લેંસકાર્ટ શોપની સામે રાખવામાં આવેલી સીડીને કોઈએ ધક્કો મારીને વીજળીના તારને અડાડી દીધી હતી. ત્યાર પછી એમાં 11KVનો કરંટ પસાર થતો હતો. 22 ફેબ્રુઆરીએ સવારે 8.52 વાગે દીવા ફિડર ટ્રિપ થઈ ગયો હતો. પીડિતે સીડીના થાંભલાને પકડીને રાખ્યો હતો અને તેણે કોઈ ચપ્પલ નહોતા પહેર્યાં. તેથી બાળકને શોક લાગ્યો હતો.

કરંટ લાગે તો શું કરવું?

જેને કરંટ લાગ્યો છે તેને ખુલ્લા હાથથી પકડવાની ભૂલ ન કરો.

તરત જ પાવર સપ્લાય બંધ કરીને વિક્ટિમને હટાવવા માતે લાકડું/પ્લાસ્ટિકની કોઇ વસ્તુઓનો ઉપયોગ કરો.

વિક્ટિમના શ્વાસ ચેક કરો. કોઇપણ ગરબડ થાય તો એમ્યુલન્સ બોલાવી લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ