જલ્સા કરોને જેંતીલાલ

લોહી શુદ્ધી એકમાત્ર ઇલાજ છે ચામડીના રોગોને જડમૂળથી મટાડવા માટેઃ જાણો ખાસ સરળ ઉપાયો…

આપણાં શરીરમાં કેટલાંય રોગોનાં લક્ષણો સરળતાથી દેખાતાં નથી હોતાં પરંતુ ચર્મરોગ એવો પ્રકાર છે જે તરત શરીરમાં દેખા દે છે. આ સાથે તે ખૂબ પીડાદાયક પણ હોય છે. ચામડીમાં જુદી – જુદી રીતે રોગ ઉત્પન્ન થવાના અનેક કારણો હોઈ શકે છે. જેમાં એલર્જી અને યોગ્ય રીતે ન ધોવાયેલ કપડાં પહેરવાં કે પછી માનસિક સંતાપ પણ એક કારણભૂત બાબત છે જેને લીધે શરીરમાં ચામડીના રોગની તકલીફ થતી હોય છે. કેટલાક ચર્મરોગો વર્ષો જૂના અને જટિલ હોય છે તો કેટલાક સામાન્ય કાળજી અને સારવાર કરાવવાથી જડમૂળથી અને એ પણ ઝડપથી નીકળી જાય છે.

શરીરમાં ધસમસતાં લોહીનો સીધો સંબંધ શરીરના પહેલા આવરણ ત્વચા સાથે રહે છે. લોહી દ્વારા શરીરના દરેક ભાગમાં પ્રત્યેક અંગો સુધી લોહી પહોંચીને બ્રહ્મણ કરે છે. અને એ પણ એટલું ખરું કે આપણે જે ખોરાક લઈએ છીએ તે પેટમાં જઈને તેનામાં રહેલ પોષક તત્વોમાંથી રુધિરમાં પરિવર્તન પામે છે. જો આપણે અશુદ્ધ કે બિનઆરોગ્યપ્રદ કે પછી ઓછાં પોષણવાળો ખોરાક લઈશું તો તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર એટલે જ પડે છે કે આપણાં લોહીનો આ રીતે બગાડ થાય છે. જેથી શરીરની અંદર ઉત્પન્ન થતા ટોક્સિકસ ચામડી પેટે બહાર આવવા પ્રયત્નશીલ થાય છે આમ ચર્મરોગ ઉદ્વભવે છે. લોહીનો વિકાર ખરેખર અગત્યનું કારણ હોય છે કોઈપણ નાનો – મોટો રોગ થવા પાછળ અને એટલે માંદગીમાં સૌથી પહેલાં બ્લડ ટેસ્ટ કરવાની ડોક્ટર સલાહ આપે છે જેથી કરીને એમને ઇલાજ કરવા યોગ્ય નિદાથ થાય અને તેના માટેનું માર્ગદર્શન મળી શકે.

ભોજન વાટે પેટમાં ગયેલ ખાદ્યપદાર્થો અને અંશતઃ ઝેરી હાનિકારક તત્વોને લીધે શરીરની ઉપરી સપાટીને પહેલી અસર પડે છે અને એજ વિવિધ પ્રકારના ચામડીના રોગોને માટે મુખ્ય કારણ છે. જેમ શરીરમાં પસાર થતું લોહી જઠર સુધી પહોંચે છે ત્યારે તે અન્ય અંગો સુધી પહોંચતાં શુદ્ધ થાય છે. અને તેમાં રહેલો વિકાર અને અશુદ્ધ તત્વો ઉત્સર્ગ માર્ગે મળ મૂત્ર દ્વારા આ અશુદ્ધિઓને બહાર ફેંકી દે છે. અને આજ રીતે અણીશુદ્ધ લોહી હ્રદય સુધી પહોંચે છે. આ એક અવિરત પ્રક્રિયા છે. તેમ છતાંય જો તેમાં ખલેલ પહોંચે ત્યારે એ સંકેત આપે છે ચામડી વાટે કે શરીરના અંદરના ભાગોમાં કોઈ અશુદ્ધિ છે. શરીર અસ્વસ્થ હોવાનું સિગ્નલ જો આ રીતે પણ મળે ત્યારે સમજી જવું કે કોઈ ગડબડ છે ચેતી જાવ.

કેટલીક અગત્યની સાવચેતી જે લોહીના વિકારની સામે રક્ષણ કરવા માટે મદદરૂપ નિવડેઃ

જ્યારે શરીરમાં બ્રમણ કરતા લોહીમાં ભળતી અશુદ્ધિઓને લીધે ક્યારેક ત્વચા પર અસર જણાય છે તેમાં સૌથી પહેલાં દેખા દે છે, ફોડલીઓ અને ખીલ. ચહેરા પર આવતાં ગુંમડાં, ફોલ્લીઓ, ખીલ અને રેસીસને લીધે જણાય છે કે કોઈ ખામી છે લોહીમાં. જેને લીધે લોહીમાં ભળેલા ટોક્સિક આ રીતે બહાર આવવા પ્રયત્નો કરે છે.

શરીરના દેખાતા ભાગમાં ક્યારેક લાલ કે સફેદ ચકામા દેખાવા લાગે છે. મીઠી ખંજવાળ કે બળતરા પણ થાય છે. કોઈને હાથના પંજા પાસે કે કાંડાં – કોણી પાસે દેખાતી નસ ઉપસી આવીને વાદળી રંગ દેખાવા લાગે છે. ચામડી અને નખનું પોચું પડીને ઉખડી જવું પણ એક પ્રકારનું લોહીની ખરાબીનું જ પરિણામ છે. શીળસ અને સોર્યારીસ જેવા ચર્મરોગો પણ લોહીની અશુદ્ધતા અને માનસિક સંતાપ તથા શરીરની અપૂરતી કાળજીને લીધે થતા હોય છે.

લોહીની શુદ્ધતા વધારવા અને જાળવવા સાવ સામાન્ય પ્રયોગોને રોજિંદી જીવનશૈલીમાં અપનાવવી જોઈએ જેથી કરીને વિશુદ્ધ લોહી હોવાને લીધે ચહેરાની અને આખા શરીરની ચામડી સ્વસ્થ અને નિરોગી રહે.

પુષ્કળ પાણી પીઓઃ

આપણું શરીર લોહી અને પાણી એમ બે પ્રવાહી તત્વો મુખ્યત્વે ધરાવે છે. પાણી શરીરમાં રહેલા ઝેરી તત્વો અને હાનિકારક બેક્ટેરિયા મળ – મૂળ દ્વારા ઉત્સર્જિત થઈ જાય છે. જેટલું પાણી વધુ પીવાય એટલું સારું છે. ઓછામાં ઓછું ૩થી ૪ લિટર સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિએ દિવસ દરમિયાન પીવું જોઈએ.

ગ્રીન ટીઃ

ગ્રીન ટીમાં રહેલ હર્બલ તત્વો લોહીને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે. તેને લીધે ચહેરા પરની ચિકાસ દૂર થાય છે અને ફ્રેશ ફિલ કરાય છે.

વરીયાળીઃ

શરીરને ઠંડું રાખવા, શરીરમાં શુદ્ધ લોહીનું બ્રમણ થાય અને લોહી શુદ્ધ થાય છે. વરીયાળીને મુખવસ તરીકે મુખ્યત્વે એટલે જ લેવાય છે જેથી તેલવાળું કે તીખું ખાઈને પાચક દ્રવ્યોને પેટમાં પહોંચાડી પાચન ક્રિયામાં મદદરૂપ રહે છે.

સલાડઃ

જમ્યાં પહેલાં કહેવાય છે કે એક ડીશ જેટલું કાચું સલાડ કોઈ પણ જાતના મસાલા ઉમેર્યા વિના જ ખાવું જોઈએ. જેથી પોષક જરૂરી તત્વો મળી રહે છે. ચરબી યુક્ત આહાર જમવા વધુ ભૂખ રહેતી નથી. વળી કાચાં શાકભાજીમાં રહેલ કુદરતી પાણી પણ પેટમાં જાય છે. પાચન ક્રિયાને મજબૂત કરવા તે ખૂબ જ ઉપયોગી છે. બીટ, કાકડી, ગાજર, કોબી અને પાલક જેવાં પાનમાંથી જરૂરી વિટામીન, સી, એ અને ડી મળી શકે છે.

ફાઈબર યુક્ત આહાર લેવોઃ

તાજાં ખાટાં ફળો, ડ્રાય ફ્રુટ્સ અને છડેલાં ધાનમાં પૂરતા પ્રમાણમાં પોષક ફાઈબર્સ હોય છે. જે પેટમાં જઈને પાચનતંત્રને સરળ બનાવવા મદદરૂપ થાય છે. પપૈયું અને ટાંમેટા જેવા ફળ અને શાકને લીધે કબજિયાત નથી રહેતી. જેથી પેટ સાફ રહેવાથી લોહી પણ શુદ્ધ રહે છે.

મીઠાંનો ઉપયોગઃ

જેમને ચર્મ રોગ હોય તેમને તાજો અને હળવો ખોરાક ખાવાની સલાહ અપાતી હોય છે. અહીં, મીઠું એટલે કે નમક અને મરી મસાલાવાળો ખોરાક પણ વર્જ્ય છે. ખાસ કરીને નમકવાળા ખોરાકને સાવ ઓછો કરી દેવાય છે. જે લોહીને પાતળું કે અશુદ્ધ ન કરી દઈને તેમાં રહેલ તત્વો વધુ નુક્સાન ન કરે તેની તકેદારી રખાય છે. તેથી જ ચૈત્ર માસમાં અલૂણાં કરાય છે અને કડવાણી પીવાય છે જેથી લોહી વિકાર આખું વર્ષ ન થાય.

કસરતઃ

એક સામાન્ય સર્વે મુજબ સવારના પહોરમાં જેવો હળવી કસરત, વોકિંગ કે વોર્મ – અપ કરે છે એમનો આખો દિવસ ફ્રેશ જાય છે. કસરત કરવાથી શરીર ડિટોકસ થાય છે. પરસેવો વળે છે અને શરીરના કોષોના છીદ્રો ખુલી જતાં લોહીમાં ભળેલ અશુદ્ધીઓ આ રીતે પણ બહાર આવી જઈ શકે છે.

Exit mobile version