જો ફરી એકવાર લોકડાઉન લાગુ પડશે તો શું થશે? જાણો અહિંયા બધા જ પ્રશ્નોના જવાબ

દેશના ઘણા બધા ભાગોમાં કોવિડ-19ની મહામારીની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, તમે સમાચારમાં જોતાં જ હશો કે દિલ્લી કોરોના સંક્રમણના ત્રીજા સ્ટેજમાંથી પસાર થઈ રહ્યું છે. સંક્રમણના એકધારા વધતા કેસની વચ્ચે એકવાર ફરી પ્રતિબંધ લગાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

image source

આ વચ્ચે કેટલીક જગ્યાઓ જેમ કે અમદાવાદમાં પ્રશાસને પ્રતિબંધ અને આંશિક કર્ફ્યુ લાગુ પાડ્યો છે. જો કે છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન બજારમાં થયેલી ભીડ-ભાડની તસ્વીરો તમને સોશિયલ મિડિયા તેમજ સમાચાર પત્રોમા જોઈ જ હશે. જેમા ક્યાયં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને ધ્યાનમાં લેવામાં નહોતો આવ્યો. તેનાથી કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવાનું જોખમ વધી ગયું છે. તેવામા પ્રશ્ન એ થાય છે કે જો દેશમા ફરી એકવાર લોકડાઉન લાગ્યું તો શું થશે ?

બજારમાં ભીડ વધી, પણ ખરીદી નહી

image source

દિવાળી પત્યા બાદ પણ બજારમા ઘણી ભીડ જોવા મળી રહી છે, પણ તેની અસર ખીરીદી પર નથી થઈ રહી. એટલે કે ખરીદીમાં કંઈ ખાસ વધારો નથી જોવા મળ્યો. જો ગૂગલ મોબિલીટી ટ્રેન્ડના આંકડા પર ધ્યાન આપીએ તો બજારમાં હજુ પણ કોવિડ પહેલાના સ્તરની ખરીદી સુધી નથી પહોંચી શક્યા. તેના માટે 3 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2020 સુધી અને લોકડાઉ બાદ 17 નવેમ્બર સુધી પાંચ અઠવાડિયાના આંકડાની સરખામણી કરવામાં આવી. આ દરમિયાન દિવાળીની સાંજે ખરીદી તેની ચરમસીમા પર હતી, પણ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન પાચં અઠવાડિયાના આંકડાથી દિવાળી પછીની આ ખરીદી 17 ટકા ઓછી રહી છે. વાસ્તવમાં લોકડાઉન બાદ ફાર્મસી અને ગ્રોસરીની ખરીદી તો ઘણી વધી છે, પણ બાકી સેક્ટરોની હાલત ખરાબ થઈ ગઈ છે.

નોકરીઓમાં આવશે મોટું સંકટ

image source

દેશમાં 25 માર્ચથી લાગુ પાડવામાં આવેલા લોકડાઉન બાદ કેટલાએ સેક્ટરોમાં નોકરીઓમાં સંકટ આવ્યું છે. આ દરમિયાન કામ-ધંધા ઠપ થવાના કારણે હજારો લોકો પોતાની નોકરી ખોઈ બેઠા છે. તેવામાં જો દેશમા ફરી લોકડાઉ લાગે તો હાલત તેના કરતાં પણ વધારે કથળી શકે છે.

બીજી વાર લોકડાઉથી તબાહી મચી જશે

image source

કોરોનાના વધતા મામલાઓને જોતા જો દેશમાં નવું લોકડાઉ લાગુ પાડવામાં આવે તો કેટલાએ એવા સેક્ટર છે જે બરબાદ થઈ જશે, જે હજુ સુધી પણ બેઠા નથી થઈ શક્યા. તેવામાં જો ડિમાન્ડ અને સપ્લાય પ્રભાવિત થાય તો તેની સીધી જ અસર અર્થવ્યવસ્થા પર પડશે. સાથે સાથે લોકોની આવક અને ખર્ચનું બેલેન્સ પણ સંપૂર્ણ રીતે બગડી જશે.

image source

જો કે હવે ધીમે ધીમે વેક્સિન મળવાની આશા વધી રહી છે અને ઘણી બધી વેક્સિન હાલ તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. અમેરિકામાં ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં વેક્સિન વિતરણ થશે તેવા પણ અહેવાલ મળ્યા છે. તો બીજી બાજુ ભારતમાં પણ વેક્સિનની આયાત થશે તેવા અહેવાલ મળ્યા છે માટે હવે પછીનો સમય થોડો આશાસ્પદ લાગી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ