લોકડાઉન દરમિયાન નથી મીસ કર્યો એક પણ EMI, તો બેંક આપશે તમને કેશબેક, જાણો કેટલો થશે ફાયદો

મોટી ખબર… લોકડાઉન દરમિયાન જો આપે મિસ નથી કરી એક પણ EMI તો આપને બેંક તરફથી આપવામાં આવશે કેશબેક.

નાણા મંત્રાલય (Finance Ministry) એ શુક્રવારના રોજ કહ્યું છે કે, જો કોઈ લોન ધારકએ લોન મોરાટોરીયમ (Loan Moratorium) દરમિયાન સતત EMIની ચુકવણી કરી છે તો તેમને બેંક તરફથી કેશબેક (Cashback For Loan Moratorium) મળશે. સરકારએ ૨ કરોડ રૂપિયા સુધીની લોન પર મોરાટોરીયમ દરમિયાન વ્યાજ પર વ્યાજમાં છૂટ આપવાની ઘોષણા કરી હતી.

image source

લોન મોરાટોરીયમ (Loan Moratorium) ને લઈને એક મોટી ખબર સામે આવી છે. જો આપે લોકડાઉન દરમિયાન મોરાટોરીયમનો લાભ નથી ઉઠાવ્યો અને દરેક EMI ચૂકવી છે તો બેંક પાસેથી આપને કેશબેક મળશે. કેન્દ્ર સરકારએ શુક્રવારના રોજ લોન મોરાટોરીયમ દરમિયાન વ્યાજ પર વ્યાજને લઈને પોતાના નિર્ણય વિષે પૂરી જાણકારી આપવામાં આવી છે, આ સમય દરમિયાન આ વાત કહેવામાં આવી છે.

-તા.૧ માર્ચ, ૨૦૨૦થી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી મોરાટોરીયમ.

image source

તા. ૨૫ માર્ચ, ૨૦૨૦ના રોજ લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. લોન મોરાટોરીયમની ઘોષણા તા. ૧ માર્ચ, ૨૦૨૦થી તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કર્જદારને EMI ચુકવવા માંથી રાહત આપવામાં આવી. પછીથી મોરાટોરીયમ પીરીયડ દરમિયાન વ્યાજ પર વ્યાજના મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યો અને સરકારએ કહ્યું છે કે, કર્જદારને વ્યાજ પર વ્યાજ નહી ભરવાનું રહે. એનાથી સરકારી ખજાના પર અંદાજીત ૭ હજાર કરોડ રૂપિયાની અસર થશે.

-૬ મહિનાના સિમ્પલ ઇન્ટ્રેસ્ટ ડીફરન્સનો મળશે લાભ.:

image source

એવામાં આ સવાલ થવો સ્વાભાવિક હતો કે, જે કર્જદારોએ લોકડાઉન જેવી કઠીન પરિસ્થિતિઓમાં કર્જને ચુકવ્યું છે, એની સાથે આ એક પ્રકારનો અન્યાય થશે. એવામાં શુક્રવારના રોજ સરકારએ સ્પષ્ટ જણાવી દીધું છે કે, જો કોઈ કર્જદારએ મોરાટોરીયમનો લાભ નથી ઉઠાવ્યો અને EMIની ચુકવણી સમયસર કરી છે તો બેંક તરફથી તેમને કેશબેક મળશે. આ સ્કીમ હેઠળ એવા કર્જદારોને ૬ મહિનાના સિમ્પલ લોન ઇન્ટ્રેસ્ટમાં ડીફરન્સનો લાભ મળશે.

-૨ કરોડ રૂપિયા સુધીની લોન પર મળી હતી છૂટ.:

image source

સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં ૨ કરોડ રૂપિયા સુધીની લોન લેનાર કર્જદારોને મોરાટોરીયમ દરમિયાન વ્યાજ પર વ્યાજમાં માફ કરવાનું એલાન કર્યું હતું. સરકારએ સુપ્રીમ કોર્ટમાં એક હલફનામું દાખલ કરીને કહ્યું હતું કે, એમએસએમઈ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર લોન, ઓટો લોન, ક્રેડીટ કાર્ડનું ભાડું અને ઉપભોગ લોન પર લાગુ કરવામાં આવેલ ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પર વ્યાજ)ને માફ કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ ૬ મહિનાના લોન મોરાટોરીયમ સમયમાં બે કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજ પર પર વ્યાજની છૂટ આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ