જલ્સા કરોને જેંતીલાલ

લ્યો બોલો! આ દેશના ભિખારીઓ પણ છે હાઈટેક, ભીખ માંગવા કરી રહ્યા છે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ

એક તરફ જ્યારે ચીન પોતાના દેશમાં સંપૂર્ણ રીતે ગરીબીને નાબૂદ કરવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ આ દેશના ભિખારીઓ દિવસેને દિવસે આધુનિક બની રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દિવસોમાં ચીનના ભિખારીઓ ભીખ માંગવા માટે ઇ-વોલેટનો ઉપયોગ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે ચીનમાં ટેકનોલોજી એકદમ અદ્યતન છે અને અહીંના લોકો રોકડને બદલે કાર્ડ લઇને બાહર નિકળે છે. આવી સ્થિતિમાં ભિખારીઓને પૈસા નહોતા મળી શકતા.

image source

ચીની ભીખારીનો ઉલ્લેખ કરવા પાછળનું કારણ છે ભારતની સુપ્રીમ કોર્ટમાં આવેલી પિટિશન, તમને જણાવી દઈએ કે અરજીમાં ભિક્ષાવૃત્તિને ગુનાની શ્રેણીમાંથી દૂર કરવા સૂચનો આપવા જણાવ્યું છે. અરજદારે કહ્યું છે કે જો ભીખ માંગવી એ ગુનો બની જશે તો લોકોને ભૂખે મરવા કે ગુનેગારો બનવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. આ અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત કેટલાક રાજ્યો પાસેથી જવાબ માંગ્યા છે.

image source

સુપ્રીમ કોર્ટે ભિક્ષાવૃત્તિને ગુનાની શ્રેણીમાંથી દૂર કરવાની અરજી પર ત્રણ સપ્તાહની અંદર દેશના 5 રાજ્યોનો જવાબ માંગ્યો છે. જે રાજ્યોમાંથી સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યા છે તેમાં બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણા શામેલ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ભિખારીઓની કુલ સંખ્યા 4,13,670 હોવાનું જણાવાયું હતું, જે હવે વધી જ હશે.

ભિખારીઓ પણ ડિજિટલ થઈ ગયા

image source

ચીનમાં ડિજિટલ ક્રાંતિને કારણે અહીંના ભિખારીઓ આધુનિક બની ગયા છે. આ દેશના ભિખારીઓ તેમની સાથે ઇ-પેમેન્ટની સુવિધા સાથે રાખીને ભીખ માગે છે, જેથી કોઈ છૂટ્ટા નાણાં ન હોવાના બહાનું ન બતાવે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ચીનમાં ભિખારીઓ ક્યૂઆર કોડ સાથે એક કાગળ લઈને શહેરના પર્યટન સ્થળો અથવા શોપિંગ મોલ જેવા સ્થળોએ ઉભા છે. આવા સ્થળો પર ઘણાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આવતા હોય છે. આવી સ્થિતિમાં, તેઓ વધુને વધુ ભીખ મળી જાય છે.

image source

તમને જણાવી દઈએ કે ચીનની બે સૌથી મોટી ઇ-વોલેટ કંપનીઓ આ કામમાં ભિખારીઓને મદદ કરે છે. એલિપ્પે અને વીચેટ વોલેટે ભિખારીઓ સાથે સાંઠગાંઠ કરી લીધી છે. જેવા ભિખારી ક્યુઆર કોડની મદદથી પૈસા લે છે, ત્યાકે પૈસાની ચૂકવણી કરનાર લોકોનો ડેટા કંપનીઓને મળી જાય છે. આ કંપનીઓ આ માહિતીનો ઉપયોગ તેમની જાહેરાતો અથવા આવા કોઈપણ લાભ માટે કરે છે.

image source

જોકે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વર્ષની શરૂઆતમાં તેમના દેશને ગરીબી મુક્ત જાહેર કર્યો હતો. ચીન આ પ્રકારનો દાવો કરનારો વિશ્વનો પહેલો દેશ બન્યો છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિવેદનો મુજબ, સિત્તેરના દાયકાથી અર્થતંત્રમાં સુધારો થયો ત્યારથી 770 મિલિયન ગરીબ લોકો આર્થિક સમૃદ્ધિ મેળવી શક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version