ફેટનું મહત્ત્વ આપણા સ્વાસ્થ્ય માટે ફેટ જેટલું નુકશાનકારક છે એટલું જરૂરી પણ છે..

ફેટનું મહત્ત્વ

અત્યારના જમાનામાં જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ખાવાનું નામ પડે એટલે મગજમાં એવા જ વ્યંજનોનો વિચાર આવતો હોય જે મોટે ભાગે આપણા શરીરને નુકસાનકારક જ હોય. મોટા ભાગના આ ખોરાકો આપણા શરીર માટે નુકસાનકારક હોય છે, આપણું વજન વધારે છે અને વધી ગયેલા વજનના કારણે હાર્ટ એટેક, ડાયાબીટીસ વિગેરે રોગોમાં આ ફેટ એક નકારાત્મક અસર ધરાવે છે પણ ફેટ આપણા એક મહ્ત્ત્વના માઇક્રોન્યુટ્રીશન્ટ તરીકેનું કામ પણ કરે છે.વધુ પડતી માત્રામાં ફેટ લેવામાં આવે ત્યારે શરીરને નુકસાનરૂપ થાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે દરેક ખોરાકમાં અમૂક પ્રમાણાં ફેટ હોય જ છે. તેનું કામ આપણા શરીરને એનર્જી આપાવું છે. શરીરને ઇંધણ અથવા એનર્જી આપવા માટે ફેટ મહત્ત્વનો ભાગ ભજવે છે. 1 ગ્રામ ફેટમાં 9 કેલરી સમાયેલી હોય છે. જે કાર્બોદિત પદાર્થો ભાત, સાબુદાણા, બટાટા અથવા પ્રોટીનયુક્ત પદાર્થો જેમ કે ગોળમાં સમાયેલી કેલરી કરતાં લગભઘ ડબલ હોય છે. ફક્ત થોડીક જ માત્રામાં ફેટ શરીરને પુરી પાડવા માટે તેને ખાવામાં આવે છે. બાકીની શરીર દ્વારા સંગ્રહ કરવામાં આવે છે જે શરીરના ટીશ્યુઝમાં સંગ્રહ થાય છે. એડીપોઝ ટીશ્યુ ત્વચાની નીચે અને પેટમાં આવેલા હોય છે. તેથી ખાવાનો સંતોષ આવે છે.

જ્યારે વધુ પડતી ફેટવાળો ખોરાક લેવામાં આવે ત્યારે લાંબા સમય સુધી ભુખ લાગતી નથી. તેથી જ ઉપવાસ દરમિયાન (એકજ વારમાં) લાડુ વિગેરે ખાવામાં આવે ત્યારે આખો દિવસ ભુખ લાગતી નથી. કારણ કે ફેટ પેટમાં લાંબો સમય રહે છે અને પચવામાં વધુ સમય લાગે છે. માટે ફેટવાળો ખોરાક ખાવાથી સંતોષ થાય છે. પરંતુ વધુ પડતી ફેટ વજન વધારે પણ છે. પણ જો જરૂર પુરતી ફેટ લેવામાં આવે તો તે ઇન્સ્યુલેટરનું કામ કરે છે.શરીરની અંદર ફેટ પેડિંગનું કામ કરે છે. જે લેયર્સ શરીરમાં થાય છે. તે ઇસ્યુલેટરનું કામ કરે છે. અને શરીરની ગરમી ટકાવી રાખવામાં મદદ કરે છે. આપણા શરીરની રચના જ કુદરતે એવી રીતે કરી છે. શરીરના ખુબ ઉપયોગી અવયવો જેવા કે કિડની, હાર્ટની આસપાસ ફેટના લેયર્સ આવેલા છે. જે શરીરને પેડિંગ પુરુ પાડે છે. અને એન્ટિઓક્સિડન્ટ આ અવયવોને નુકસાન કરતા નથી.તે શરીર માટે આવશ્યક એવો મહત્ત્વનો ફેટી એસીડ પુરો પાડે છે. શરીરની કામગીરીમાં ફેટી એસીડ અને લાઇમોલેમીક એસીડ ખુબ જરૂરી છે. જે ફેટ લેવાથી મળે છે. સોલ્યુબલ વિટામીન્સ માટે ફેટ જરૂરી છે.

અમુક વિટામીન જેવા કે વિટામીન એ,ડી અને કેને શરીરમાં એબ્સોર્બ થવા માટે ફેટની જરૂર પડે છે. પેટ શરીરમાં આ વિટામીનને કેરી કરે છે અને એબ્સોર્બશનમાં પણ મદદરૂપ થાય છે.

અહીંયા એ સમજવું જરૂરી છે કે વધુ પડતા ચરબીયુક્ત પદાર્થો શરીર માટે હીતકારક નથી પણ તમે સદંતર ફેટ લેવાની બંધ કરી દો તો તે પણ શરીર માટે નુકસાનકારક છે.
વધારે ચરબી વાળો ખોરાક
1ગ્રામ કેલરી
બદામ 58.9
કાજુ 40.1
સીંગદાણા 41.6
સેયાબીન 19.5
ઇંડા 13.3

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી