ડાયાબિટીસમાં મીઠાઈ કેટલી ? કેવી રીતે ? વાંચો અને શેર પણ કરજો મિત્રોને મદદ રહેશે.

આપણે માનીએ છીએ કે ડાયાબીટીસ હોય એટલે મીઠાઈ તો ખવાય જ નહીં. ડાયાબીટીસના દર્દી સમોસા, ભજીયા હોંશે હોંશે ખાશે પરંતુ ડેઝર્ટ કે મીઠાઈ ખાવા માટેની ઇચ્છા તો ઘણી થશે પરંતુ ખાશે નહીં. પરંતુ ડાયાબીટીસમાં મીઠાઈ ન ખાવાનો આડિયા વર્ષો પુરાણો છે. ડાયાબીટીસમાં બ્લડ શુગર વધે છે અને ગળ્યા ખોરાક અથવા ખાંડવાળા ખોરાકથી બ્લડ શુગર વધે છે માટે ડાયાબીટીસમાં લોકો ગળ્યા ખોરાકથી દૂર રહે છે અને હાયપરગ્લેસીમીયા એટલે કે હાઇ બ્લડ શુગર રોકી શકે છે. અને ડાયાબીટીસને કન્ટ્રોલ કરાય છે. લોજીકલી જોવા જઈએ તો આ વસ્તુ બરોબર લાગે છે પરંતુ ગળ્યો ખોરાક અથવા ફક્ત ખાંડવાળી વસ્તુથી જ દૂર રહેવાથી ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહેતો નથી.

તમને જાણીને નવાઈ લાગશે કે ડાયાબીટીસમાં પણ ગળ્યો ખોરાક, બટાટા, અથવા મીઠાઈ ખાઈ શકાય છે ફક્ત એ ખાવાનો સમય અને તેની રીતમાં ફેરફાર કરવામાં આવે છે. બ્લડ શુગરનો આધાર ખોરાકમાં લેવામાં આવતા ટોટલ કાર્બોહાઇડ્રેટ પર હોય છે. ખાંડ અને સ્ટાર્ચ બન્નેનું ખાંડમાં પરીવર્તન થતું હોય માટે ડાયાબીટીસના દર્દીઓએ ખાંડ અને સ્ટાર્ચ બંનેનું ધ્યાન રાખીને જ વપરાશ કરવો જોઈએ.

અહીં એ યાદ રાખવા જેવું છે કે મીઠાઈ અને ડેઝર્ટ બંને કેલેરીમાં ખૂબ જ વધુ હોય છે અને તેની ન્યુટ્રીશનલ વેલ્યુ ખાસ હોતી નથી. માટે તેનો વપરાશ ખોરાકમાં સૌથી ઓછા પ્રમાણમાં જ કરવો જોઈએ આ ઉપરાંત મધ, અથવા જુદા જુદા સીરપ જે વાપરવામાં આવે છે તે પણ કાર્બોહાઇડ્રેટમાં વધુ હોવાથી ડાયાબીટીસના દર્દી માટે નકામા છે.

1) કાર્બોહાઇડ્રેટને તમારા રોજીંદા ખોરાકમાં બચાવો.તમારા રોજીંદા ખોરાકમાં લગભગ 45-60 ગ્રામ કાર્બોહાઇડ્રેટ આવતુ હોય છે જેમ કે રોટલી, બ્રેડ, ભાત વગેરે દરેક ખોરાકમાં થોડું કાર્બોહાઇડ્રેટ આવતું હોય છે તો એક વખત ખોરાકમાં ફક્ત બાફેલા શાકભાજી, સૂપ વગેરેનો વપરાશ કરીને સાથે થોડા પ્રમાણમાં મીઠાઈ અથવા ડેઝર્ટનો ઉપયોગ કરી શકાય છે.

2) બપોરના નાસ્તામાં તેનો સમાવેશ કરી દોજમવાના 2 કલાક પછી જ્યારે તમને ભૂખ લાગે ત્યારે મલાઈ વગરના દૂધમાંથી બનાવેલી મીઠાઈ જેમ કે સંદેશ, અથવા હલવો વગેરે બપોરના નાસ્તાની જગ્યાએ વાપરો.

3) સ્વીટનર (શુગર સબ્સ્ટીટ્યુટ) નો ઉપયોગ બને તેટલો ઓછો કરોડાયાબીટીસના દર્દીઓ સ્વીટનરનો ઉપયોગ ખુબ જ પ્રમાણમાં કરતાં હોય છે. ઘણીવખત આપણે સ્વીટનરનો ઉપયોગ કરીએ પરંતુ તેમાં આવતી ફેટનું ધ્યાન રાખતા નથી ઉપરાંત લોટ અથવા ખાંડ ઉપરાંત વસ્તુઓમાં કાર્બોહાઇડ્રેટ તો હોય જ છે. ‘શુગર ફ્રી’ મીઠાઈ અથવા ચોકલેટ કે બીસ્કીટમાં ફેટ અથવા કાર્બોહાઇડ્રેટ્સ તો હોય જ છે. માટે કોઈપણ તૈયાર વસ્તુ ખરીદતા અથવા ખાતા પહેલાં તેની ઉપરના લેબલ વાંચવાની ટેવ પાડો અને લેબલ વાંચીને જ ખરીદો.

4) વધુ કસરત કરોડેઝર્ટ અને મીઠાઈમાં આવતી ફેટને બાળવા માટે વધુ કસરત કરો. વધુ કસરત કરીન જે વધુ કેલેરી લીધી છે તેને બાળવાની કોશિશ કરો.

5) તમારી બ્લડ શુગર હંમેશા માપતા રહોવધુ ખાંડવાળો ખોરાક ખવાયો હોય ત્યારે તમારી બ્લડ શુગર માપવાનું ભૂલશો નહીં. જેવી શુગર થોડીક પણ વધુ આવે તમારા ડોક્ટરનો કોન્ટેક કરો તમારા ડોક્ટર તેમાં તમને મદદરૂપ થશે.

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી