આહાર એ જ ઔષધ – આજે જાણો કેવા રોગમાં ફક્ત ખોરાકના ફેરફારથી રાહત મળી શકે છે.

આહાર એ જ ઔષધ

ભારતમાં વર્ષોથી ખોરાકની જાદૂઈ અસરને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વેદોના સમયથી ખોરાકને ધાર્મિક રીતે પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

વર્ષોથી અને મોડર્ન સાયન્સ દ્વારા પણ એ સ્વીકારવામાં આવે છે કે જો વ્યક્તિ ખોરાકનું ધ્યાન રાખે તો લગભગ મોટાભાગના રોગોથી દૂર રહી શકે છે. અત્યારે તો અમેરિકામાં “TLD” નામનું ડાયટ સૌથી વધુ પ્રચલીત થઈ રહ્યું છે. TLD એટલે ‘Therapeutic Lifestyle Diet’ . આ પ્રકારના ડાયટમાં વ્યક્તિ શરૂઆતથી જ એવા પ્રકારના હેલ્ધી ખોરાકની ટેવ પાડે છે જેમાં વજન વધે નહી અને તમે રોગોથી પણ દૂર રહી શકો.

એનો અર્થ આપણે એવો નથી કરતાં કે ખોરાકમાં જ દરેક રોગોનો ઇલાજ છે. પરંતુ લઘભગ બધા જ રોગો ખોરાકની વ્યવસ્થીતતાથી કન્ટ્રોલ કરી શકાય છે. દા.ત. ડાયાબીટીસ, બોર્ડર પરનો એટલે કે મધ્યમવયના લોકોમાં શરૂઆત જ થઈ હોય તેવો ડાયાબીટીસ ફક્ત ખોરાકના નિયમનથી કન્ટ્રોલ થઈ જાય છે, પરંતુ બેક્ટેરીયા કે વાયરસથી થયેલા રોગ ખોરાકથી દૂર થઈ શકતા નથી પરંતુ દવા સાથે સાથે હેલ્ધી ખોરાક લેવાથી વ્યક્તિની રીકવરી જલદી આવે છે. ઉપરાંત વિકનેસ પણ આવતી નથી.
આ ઉપરાંત હાર્ટના રોગો જેમ કે (CHD) વધુ પડતી રીફાઈન્ડ શુગર લેવાથી, ઉપરાંત વધુ પડતા ફેટીફૂડ ખાવાથી કોલેસ્ટેરોલના પ્રોબ્લેમ તથા હાર્ટના પ્રોબ્લેમ થતાં હોય છે. વધુ પડતાં ફેટવાળો ખોરાક ખાવાથી આર્ટરીઝ સાંકડી થઈ જાય છે અને આના પરિણામે હાર્ટ એટેક, કોલેસ્ટેરોલના પ્રોબ્લેમ થાય છે.જ્યારે એકવાર આ રોગ થઈ જાય ત્યારે ધ્યાન રાખવું જરૂરી બને છે. આ સમયે જો ઓછા તેલવાળો અને વ્યવસ્થીત ખોરાક લેવાય તો રોગ આગળ વધતો ચોક્કસ અટકાવી શકાય છે અને રોગ દ્વારા થતાં કોમ્પ્લીકેશનથી દૂર રહેવાય છે અને રોગોની શરૂઆતમાં જ ડાયટ બદલી કાઢવાથી દવા વગર પણ રોગને દૂર રાખી શકાય છે.

અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે ભલે વ્યક્તિને બેક્ટેરીયાથી અથવા વાયરસથી રોગ થયો હોય પરંતુ એનર્જી આપતો અને પ્રોટીનવાળો ખોરાક રોગમાંથી મુક્તિ આપીને વ્યક્તિને જલદીથી તાકાત પણ આપે છે.

માટે આપણે અહીં માની શકીએ કે-
ડાયટથી અથવા ખોરાકના નિયમનથી અમુક રોગને મટાડી શકાય છે જ્યારે અમુક રોગોને થતાં અટકાવી શકાય છે.

રોગોના કારણે ખોરાક ખાવાની પદ્ધતિને બદલવી પડે છે અને ખોરાકનું નિયમન કરવું પડે છે. રોગના આધારે ખોરાક નક્કી કરવો પડે છે.

રોજીંદા ખોરાકની ગુણવત્તા અને તેના પ્રમાણમાં ફરક કરવાથી જરૂરી થેરાપ્યુટીક ડાયટ તૈયાર કરી શકાય છે. થેરાપ્યુટીક ડાયટ નોર્મલ ડાટનો જ એક પ્રકાર છે.

ઘણા રોગો તેમજ થેરાપ્યુટીક ડાયટનું નિયમન ડાયટના જાણકાર વ્યક્તિ પાસે કરાવવાથી ન્યુટ્રીશન લેવામાં આસાની થાય છે અને ફેમીલીની હેલ્થમાં સુધારો થાય છે.

તમારા રોજિંદા ખોરાકમાં નીચેની વસ્તુઓ ઉમેરો

નીચેના પોષક તત્ત્વો ઓછા હોય તોઃ

1. એનર્જીની ખામી લાગતી હોય તોઃ
કાર્બોદિત પદાર્થો જેમ કે અનાજ, કંદમૂળ, ફળફળાદી જેમ કે કેળા, આ ઉપરાંત ફેટવાળી વસ્તુઓ જેમ કે ડ્રાયફ્રુટ, સીંગદાણા વિગેરે.

2. પ્રોટીન

કઠોળ, દૂધ, દૂધની બનાવટો, ઇંડાં, મટન, માછલી, ડ્રાયફ્રુટ વિગેરે

3. વિટામીન્સ

વિટામિન એ – રેટીનોલઃ ઈંડા, માખણ, ઘી, દૂધ,

બીટા-કેરોટીનઃ પીળા તથા કેસરી શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી

વિટામીન ડી – સવારના કુમળા તડકામાં બેસવું તેમજ ઇંડા, માખણ, માછલી ખાવા

વિટામીન ઇ – આખા અનાજ, લીલા શાકભાજી, કઠોળ, ડ્રાયફ્રુટ

વિટામીન કે – ઘાટા લીલા શાકભાજી, ઈંડા

વિટામીન બી1 – લીલા શાકભાજી, દૂધ, ઇઁડાવિટામીન બી2 – લીલા, શાકભાજી, દૂધ, ઇંડા

વિટામીન બી12 –ઇંડા, દૂધ, દૂધની બનાવટો, લીલા શાકભાજી
વિટામીન સી – ફળો જેવા કે આંબળા, જામફળ, નારંગી, લીંબુ, કેપ્સીકમ, લીલા શાકભાજી
કેલ્શિયમ – દૂધ અને દૂધની બનાવટો, રાગી,કઠોળ, લીલા શાકભાજી
આયર્ન – આખા અનાજ, કઠોળ, ખજૂર, શાકભાજી જેમ કે રીંગણ, પાલક વિગેરે

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી