નાના મોટા દરેકના પસંદ એવા લાઈવ ઢોકળા અને તેની ખાસ ચટણી હવે બનશે તમારા રસોડે…

લગ્ન પ્રસંગમાં બનતા એવા હોટ ફેવરિટ લાઇવ ઢોકળા અને ચટણી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ. આપણે લગ્નમાં જઈએ પણ આ કોરોના વાયરસ ના લીધે ત્યાં જમવાનું ના જમીએ પણ આપણે આ વાનગીને બહુ મિસ કરતા હોય છે. આપણે લાઇવ ઢોકળા કેવી રીતે બનાવવા અને તેનો લોટ કેવી રીતે ઘરે તૈયાર કરવો તે જોઈશું.


1- સૌથી પહેલા ઢોકળા નો લોટ તૈયાર કરવો હોય તો કેવી રીતે કરીશું તે જોઈએ. હાંડવો અને ઢોકળા તે આજ લોટ માંથી બને છે. તેના માટે ૨/૧કપ ચોખા લઈશું.અને ૧/૧કપ ચણાની દાળ લઈશું. અને બે ચમચી અડદની દાળ અને જો તમને ગમે તો એક ચમચી તુવેરની દાળ ઉમેરી શું. આ ચાર વસ્તુ ને મિક્સ કરી લેવાની છે. અને તેને પીસી લેવાનું છે. આ રીતે લોટ બનાવી ને સ્ટોર કરી શકો છો.

2- હવે લાઇવ ઢોકળા બનાવતા હોય ત્યારે તેનું માપ શું લેવાનું છે તે જોઈએ. તે પણ બહાર જેવા જ લગ્નમાં ખાતા હોય તેવા જો આપણે ઘરે બનાવવા હોય તો અડધો કપ ઢોકળાનો લોટ અને તેની સાથે અડધો કપ સોજી અને અડધો કપ મકાઈનો લોટ લઈશું. આ ત્રણ લેવાનું કારણ એ છે કે જ્યારે આપણે ઢોકળા બનાવતા હોય એ ત્યારે ઢોકળા એકદમ ડ્રાય થઈ જતા હોય છે. અને ગળામાં ડચૂરો આવે છે. તો આવું ના થાય સરસ બહાર જેવા જ ઘરે બને ને તેના માટે આ ત્રણ લોટ લેવા જરૂરી છે. હવે તેની સાથે એક કપ દહી લઈશું. ખટાસ પડતું દહીં લેવાનું છે.


દહીં ને થોડું ગરમ કરી લેવાનું છે. હવે તેની અંદર અડધી ચમચી સોડા લઈશું. જ્યારે આપણે આથો દેતા હોય ત્યારે જ સોડા ઉમેરવાનો છે. આમ કરવાથી આથો ખુબ સરસ આવશે.અને પા કપ જેટલું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લેવાનું છે. આ ખીરાને લગભગ સાતથી આઠ કલાક માટે રહેવા દઈશું. હવે કીધું તૈયાર થઈ જાય અને પછી ચપટી હળદર ઉમેરી દઈશું. તેના કારણે તેનો કલર બહાર જેવો પીળો થશે. સોડાની સાથે જ તમે હળદર ઉમેરશો તો કલર લાલાશ પડતો થઈ જશે. છથી સાત કલાક થઈ ગયા પછી તેમાં હળદર ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. હવે આથો સરસ આવી ગયો છે.

3- હવે ઢોકળા બનાવવાના છે. ખીરું બનાવવાનું છે અને ખીરા માં મીઠું ઉમેરવાનું છે. અને તેમાં લીલા મરચાં અને બારીક સમારેલી કોથમીર ઉમેરી શકો છો. હિંગ પણ એડ કરી શકો છો. અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે સોડા ઉમેરી શું. જ્યારે સોડા ઉમેરી એ ત્યારે ગરમ પાણી લેવાનું છે.તેમાં એ સોડા ને ઓગળી લેવાનો છે. તે પાણી આપણે ખીરામાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આમ કરવાથી જે સોડા છે તે સરસ રીતે મિક્સ થઈ જશે.


ઢોકળા છે તે સરસ સોફ્ટ બનશે. હવે આપણે એક ચમચી તેલ ઉમેરી લઈશું. પહેલા આપણે ઢોકળીયાને ગરમ કરી લેવાનું છે. અને તેની અંદર થાળી મુકીને તેને પણ સાથે સાથે ગરમ કરી લેવાનું છે. આપણે અડધા કપ જેટલું જ ખીરુ ઉમેરવાનું છે. કારણ કે આપણે થાળીમાં પાતળું જ રાખવાનું છે. અને તેને બફાવા દઈશું. લગભગ ૫ થી ૭ મિનિટમાં જ ઢોકળા તૈયાર થઈ જાય છે. અને આ ઢોકળા તમે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

4- જ્યારે આપણે થાળીમાં ખીરું પાથરી એ ત્યારે ઉપરથી સૂકું લાલ મરચું ભભરાવી દેવાનું છે. જેથી તેનો કલર અને સ્વાદ ખુબ સરસ આવશે. તમે ઘરે લાઈવ ઢોકળા ગરમાગરમ તૈયાર કરી શકો છો. ઢોકળા સાથે મેથીયો મસાલો અને તેમાં થોડું તેલ નાખી એ સર્વે કરીશું. અને તેની સાથે જે ચટણી ખવાય છે તે ચટણી સર્વે કરીશું. એ ચટણી બનાવવા માટે દાળિયા અને લીલા મરચાં લેવાના છે. અને થોડું ખટાસ પડતું દહીં લેવાનું છે. અને અડધી ચમચી સંચળ પાવડર લઈશું. અને મીઠું લઈશું. દાળિયા લગભગ ૧/૪કપ લઈશું. અને સાતથી આઠ તીખા લીલા મરચાં લેવાના છે.

કારણ કે આ ચટણી થોડી તીખી હોય છે. તેને હવે ક્રશ કરી લઈશું. એટલે સરસ મજાની ચટણી તૈયાર થઇ જશે. એટલે લાઇવ ઢોકળા સાથે જે આપણે બહાર ચટણી ખાઈએ છે તેવી ચટણી તૈયાર થઇ જશે. એક યલ્લો ચટણી. અને એક રેડ મેથીયા નો મસાલો. આ બંને સાથે લાઇવ ઢોકળા એકદમ સરસ લાગશે. તો તમે આ ટિપ્સને ચોક્કસથી અનુસાર જો.


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.