અનુષ્કા શર્માએ “લીટલ મી”ના કેપ્શન સાથે નાનપણના ફોટો કર્યા શેયર ! તેણી તેમાં સુપર ક્યુટ લાગી રહી છે

અનુષ્કા શર્મા આજકાલ ખુબ જ ચર્ચામાં રહે છે. પહેલી વાત તો એ કે તેણી પોતે બોલીવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે તેના પોતાના જ કરોડો ફેન્સ છે અને બીજું એ કે તે ભારતીય ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની પણ છે અને ક્રીકેટ તો ભારતનો જીવ છે તો પછી ક્રીકેટ ટીમના કેપ્ટનના પણ તો કરોડો ચાહકો હોય જ.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

વિરાટ અને અનુષ્કા જાહેરમાં તેમની એકબીજા પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરતાં ક્યારેય ખચકાતા નથી તેઓ એક બીજા સાથે વિતાવેલી પળોને તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરતાં જ હોય છે પછી તેમની લગ્નની તસ્વીરો હોય, ક્રીકેટ દરમિયાનના આઉટીંગ્સની તસ્વીરો હોય કે પછી ક્યાંક ફરવા ગયા હોય તેની તસ્વીરો હોય.

પણ આજે અનુષ્કાએ વિરાટ સાથે નહીં પણ માત્ર પોતાની જ કેટલીક ક્યૂટ તસ્વીરો શેયર કરી છે જે સોશિયલ મિડિયા પર અત્યંત વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં આ તસવીરો અનુષ્કાના બાળપણની છે. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના નાનપણની ઉપરા ઉપરી ત્રણ-ત્રણ તસ્વીરો શેયર કરી છે. જેમાં તેણી ખુબ જ ક્યુટ લાગી રહી છે. એક તસ્વીરમાં તેણી કોઈક વસ્તુ સામે ટીકી ટીકીને જોઈ રહી છે તો વળી બીજી તસ્વીરમાં તેણી લાલ સ્વેટરમાં દેખાઈ રહી છે. અને જાણે કોઈ ઉંડા વિચારમાં હોય તેવુ લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

તો વળી ત્રીજી તસ્વીરમાં તેણી અત્યંત નાની છે. કદાચ એક-ડોઢ વર્ષની. તેમાં તેણી કોઈ હૃષ્ટપુષ્ટ, ગોલુ-મોલુ જોહ્ન્સ બેબી જેવી લાગી રહી છે. અને દાંત વગરના બોખા મોઢે મીઠડું સ્મિત રેલાવી રહી છે. તેની આ તસ્વિરોને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

છેલ્લે અનુષ્કા ફિલ્મ ઝિરોમાં શાહરુખ ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળી હતી જેમાં તેનું કેરેક્ટર અપંગ વૈજ્ઞાનિકનું હતું. ત્યાર બાદ તેણીની કોઈ જ ફિલ્મ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. જો કે તેણી તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે આ ઉપરાંત તેની પોતાની ‘નશ’ નામના લેબલ હેઠળની ક્લોથ રેંજ પણ છે અને ઘણાબધા એન્ડોર્સમેન્ટ પણ તેણી ધરાવે છે માટે તેની આવકમાં તો કોઈ જ નુકસાન નથી થવાનું. બીજી બાજુ લગ્ન બાદ તેણી પોતાના લગ્નજીવનને ભરપુર એંજોય કરતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા 110 કરોડ કરતાં પણ વધારે રૂપિયાની આસામી છે. તેણી એક ફિલ્મ કરવાના 10થી 12 કરોડ રૂપિયા લે છે. તેણીની ગણતરી બોલીવૂડની ટોપ એક્ટ્રેસીસમાં થાય છે. અને જો વિરાટ કોહલની નેટવર્થ જોઈએ તો તે 180 કરોડ રૂપિયાની છે. જેમાંની મોટા ભાગની આવક તેના વિવિધ જાતના પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટની છે. આ વર્ષની ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરતાં સ્પોર્ટ પર્સનન્સની યાદીમા વિરાટનો 100મોં નંબર છે.

થોડા સમય પહેલાં પણ અનુષ્કાએ પોતાના નાનપણની, માતા સાથેની તસ્વીર શેયર કરી હતી. તેમાં પણ તેણી સુપર ક્યુટ લાગી રહી હતી. આ સિવાય પણ તે પોતાના પતિ સાથેની મસ્તી ભરી તસવીરો શેયર કરતી રહે છે. જેને તેમના લાખો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ