શું તમે લીપકેર વાપરો છો? વાપરતા પહેલા જાણી લો તેની સચ્ચાઈ. વાંચો અને વંચાવો

લિપ બામ વાપરતા પહેલા એના સત્યથી પરિચિત થઈએ. વાંચો અને વિચારો .

image source

ગુલાબની પાંખડી જેવા સુંદર મજાના હોઠ માટે આપણે લિપ બામ વાપરીએ છીએ. પણ શું આપણે એની સચ્ચાઈથી પુરા પરિચિત છીએ? લગભગ દરેક મહિલાના પર્સમાં લિપ બામ જોવા મળશે. સૌંદર્ય પ્રસાધન તરીકે લિપ બામનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે કારણ કે તે હોઠને હાઈડ્રેટ રાખે છે અને ફાટેલા હોઠ ઝડપથી સુંવાળા બનાવે છે.

image source

લિપ બામ હોઠ માટે સનસ્ક્રીનનું કામ કરે છે. સૂર્યના તડકા સામે હોઠ નું રક્ષણ કરી તેને ફાટતા પણ બચાવે છે એ રીતે લિપ બામ વાતાવરણના બદલાવથી પણ હોઠનું રક્ષણ કરે છે. લિપ બામના આ બધા ફાયદાથી તો આપણે પરિચિત છીએ પણ કેટલાક સત્ય એવા પણ છે જે આપણે નથી જાણતા.

આવો, લિપ બામ નો ઉપયોગ કરતાં પહેલા આપણે એના અજાણ સત્યોથી પરિચિત થઈએ.

image source

લિપ બામ મોઈશ્ચરાઈઝરનું કામ નથી કરતું. આશ્ચર્ય લાગે એવી વાત છે પણ એ સત્ય છે કે લિપ બામ મોઈશ્ચરાઈઝર તરીકે કામ નથી કરતો પણ એ હોઠને નરમ રાખવામાં મદદરૂપ થાય છે. લિપ બામના વપરાશથી હોઠ મુલાયમ રહે છે. જેને કારણે ઠંડીની મોસમમાં તેમજ તેજ પવનની સામે લીપબામ સુરક્ષાકવચ બની હોઠને સુકાઈ જતા અટકાવે છે અને હોઠ કોમલ અને મુલાયમ રહે છે.

image source

હોઠ ઉપર લગાડવાથી લિપ બામ મોઢામાં જવાની પણ શક્યતા રહે છે. શક્ય છે કે કદાચ ઓછી માત્રામાં તે પેટમાં જાય તો પેટની સામાન્ય તકલીફ જણાય પણ જો લિપ બામ વધુ માત્રામાં શરીરમાં જાય તો તે શરીરને નુકસાનકારક સાબિત થાય છે. જોકે વિશેષજ્ઞોનું અધ્યાયન જણાવે છે કે પર્યાપ્ત માત્રામાં આ લિપ બામનો ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક નથી.છતાં પણ લીપબામ મોઢામાં ના જાય તેની કાળજી રાખવી જોઇયે.

લિપ બામની ટેવ પડતી નથી.

image source

ઘણી વાર એવું બનતું હોય છે કે રોજેરોજ વપરાશની ચીજવસ્તુઓની પછી આદત પડી જતી હોય છે. પણ લિપ બામમાં એવા કોઈ નશીલા તત્ત્વો મેળવવામાં આવતા નથી જે લિપ બામની લત લગાડે. હા, દરેકની ત્વચાનો પ્રકાર જુદો હોવાને કારણે જેને લિપ બામ માફક ન આવે તેને તેની એલર્જી થઈ શકે છે. લિપ બામની એલર્જી ધરાવતા લોકો હોઠ પર ઘી લગાડી હોઠનું રક્ષણ કરી શકે છે.

image source

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે લિપ બામ માત્ર હોઠ પર જ લગાડી શકાય છે પણ આપણે એ સત્ય થી તો અજાણ જ છીએ કે લિપ બામનો ઉપયોગ નાક ,નાકની આજુબાજુની ત્વચા અને ક્યુટિકલ ઉપર પણ લગાડી શકાય છે જે ત્વચાને નરમ અને મુલાયમ બનવામાં મદદરૂપ છે. આડીઅવળી ઉગતી આઇબ્રોને પણ એક લાઈનમાં સેટ કરવામાં લિપ બામનો ઉપયોગ થઈ શકે છે.

image source

કોઈપણ પ્રોડક્ટની એક્સપાયરી ડેટ હોય છે .એવી જ રીતે લિપ બામ ની પણ એક્સપાયરી ડેટ હોય છે માટે લિપ બામની ખરીદી કરતા પહેલા તેની એક્સપાયરી ડેટની ચકાસણી કરવી આવશ્યક છે. કોઈપણ પ્રોડક્ટ એક્સપાયરી ડેટ બાદ વાપરવી હિતાવહ નથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

લિપ બામ વિશે આ અજાણ્યા સત્યના પરિચય પછી લિપ બામનો ઉપયોગ વધુ સરળતાપૂર્વક કરી શકાશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ