ગર્ભાવસ્થામાં સમસ્યા તરફ ઈશારો કરે છે સ્ત્રીની હથેળીની આ રેખા, જાણો અને જોઇ લો તમે પણ

સ્ત્રીની હથેળીની આ રેખા કરે છે ગર્ભાવસ્થામાં સમસ્યા તરફ ઈશારો

image source

આપણી હથેળીની રેખ આપણા ભાગ્ય વિશે ઘણુ જણાવે છે. જેમકે આપણું ભવિષ્ય કેવું હશે, વૈવાહિક જીવન કેવું હશે, જીવનમાં ક્યારે સુખ, સમૃદ્ધિ મળશે, જીવન કેટલું લાંબું હશે અને સંતાન કેટલી હશે. એટલું જ નહીં હસ્તરેખા પરથી એ પણ જાણી શકાય છે કે સંતાન પ્રાપ્તિમાં તમારે કોઈ બાધાનો સામનો કરવો પડશે કે કેમ?

જી હાં આજ સુધી તમે જાણ્યું નહીં હોય પરંતુ સંતાન પ્રાપ્તિમાં બાધા આવશે કે કેમ તે પણ હસ્તરેખા પરથી જાણી શકાય છે.

image source

હસ્તરેખા આપણા જીવન પર આવનાર સંકટ અને બીમારીઓ વિશે જણાવે છે. હથેળીની ત્રણ રેખાને મહત્વની માનવામાં આવે છે. જેમાંથી એક છે જીવનરેખા, બીજી ભાગ્ય રેખા અને ત્રીજી હૃદય રેખા. આ ત્રણ રેખાના માધ્યમથી જ જાતકના જીવનની નાની મોટી જાણકારી જાણી શકાય છે.

લોકોને પણ પોતાના ભવિષ્ય વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. જો કે જીવન સાથે જોડાયેલા દરેક તથ્ય સાચા સાબિત થાય તે જરૂરી નથી પરંતુ તેનાથી પરથી એક અંદાજ આવી જાય છે કે પરિસ્થિતિ શું હોય શકે છે.

આજે તમને જણાવીએ કે હથેળીની કઈ રેખા સ્ત્રીની ગર્ભાવસ્થા સંબંધિત જાણકારી આપે છે.

image source

હથેળી પર શુક્ર પર્વત પ્રેમ અને અંતરંગ સંબંધ વિશે જણાવે છે. ઘણીવાર શુક્ર પર્વત આસપાસ એવા ચિન્હ બનેલા હોય છે જે જાતકની સેક્સ લાઈફ, ફેમિલી લાઈફ સાથે જોડાયેલા હોય છે અને સંતાન પ્રાપ્તિ વિશે પણ જાણકારી આપે છે. તો આજે તમને જણાવીએ કે શુક્ર પર્વત પાસે, નીચે કે તેની ઉપર કયા ચિન્હ હોય તો તેનો અર્થ શું થાય છે.

જાળ જેવું ચિન્હ

image source

કોઈ મહિલાની હથેળી પર શુક્ર પર્વત પર જાળ જેવું ચિન્હ હોય તો તે સારો સંકેત નથી. તેનો અર્થ ગર્ભપાત થાય છે.

કાડાની રેખા

image source

જો કાંડાની રેખા શુક્ર પર્વત નીચે ટાપુ જેવું ચિન્હ બનાવતી હોય તો તેનો સંકેત હોય છે કે સંતાનને કોઈ નુકસાન થઈ શકે છે. જે સ્ત્રીઓના કાંડા પર બનેલી રેખા અંદરની તરફ વળેલી હોય તેમને ગર્ભધારણ કરવામાં અનેક સમસ્યા નડે છે. આ ઉપરાંત આવી સ્ત્રીઓ મોટી ઉંમરએ માતા બનવાનું સુખ પ્રાપ્ત કરે છે.

તુટેલી જીવનરેખા

image source

જો કોઈ સ્ત્રીની હથેળીમાં જીવનરેખા તુટેલી હોય અને તેનો એક ભાગ શુક્ર પર્વત તરફ વળેલો હોય તો તે મહિલાને પ્રજનન સાથે જોડાયેલી સમસ્યા હોય શકે છે.

આ રેખાઓ પરથી જાણો ભાગ્ય

જો કે મહિલા કે પુરુષના હાથની સૌથી નાની આંગળીમાંથી કોઈ રેખા નીકળે અને વચ્ચેની આંગળી સુધી પહોંચતી હોય તો તેની સાથે અકસ્માત થવાની સંભાવના હોય છે. અથવા તો આવા દંપતિ જીવનભર સંતાનહીન રહે છે.

image source

કોઈ સ્ત્રીની હથેળી પર વચ્ચેની આંગળી અને ચોથી આંગળી વચ્ચે ક્રોસનું નિશાન હોય તો આવી સ્ત્રીને સંતાનસુખ પ્રાપ્ત થતું નથી.

જો આવું ક્રોસનું નિશાન તે જ સ્થાને કોઈ પુરુષને હોય તો તેને સેક્સ લાઈફમાં સમસ્યા નડે છે.

જો કોઈ પુરુષની હથેળી પર ક્રોસનું ચિન્હ શુક્ર પર્વત પર બનેલું હોય તો તેનો અર્થ થાય છે તેનું યૌન જીવન સમસ્યાઓથી ભરેલું હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ